gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Savarkundla Pre-Monsoon Work: ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે સ્થાનિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના મુખ્ય માર્ગો, નહેરો અને વોકળાઓ હજુ પણ કચરા અને ઝાડી ઝાંખરાથી ઉભરાઈ રહ્યા છે.

પ્રમુખના પોતાના વિસ્તારમાં જ સફાઈનો અભાવ

આશ્ચર્યની વાત એ છે કે સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખના પોતાના વિસ્તાર સહિત શહેરના હૃદય સમાન ગણાતા જેસર રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સફાઈ થઈ નથી. જેસર રોડ આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારોનું વરસાદી પાણી દર વર્ષે જે માર્ગેથી પસાર થાય છે ત્યાં કુદરતી વનસ્પતિ ઊગી નીકળી છે. જો સમયસર આ ઝાડી ઝાંખરા દૂર કરવામાં નહીં આવે, તો વરસાદી પાણીનો નિકાલ અટકી જશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પોલ ખોલી!

તંત્ર અને જનતા સામસામે: ગ્રાન્ટ મુદ્દે પણ વિરોધાભાસ

સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં તંત્ર દ્વારા માત્ર વેઠ ઉતારવામાં આવી છે. બીજી તરફ, સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરે જનતાના આક્ષેપોને નકારી કાઢતા એક નવો જ દાવો કર્યો છે. ચીફ ઓફિસરના જણાવ્યાનુસાર, પ્રિ-મોન્સુન કામગીરી માટે સરકાર તરફથી કોઈ વિશેષ ગ્રાન્ટ મળતી નથી અને પાલિકા પોતાના સ્વભંડોળમાંથી આ ખર્ચ કરે છે. શહેરના મુખ્ય નાળા અને મેઈન ચેમ્બર સાફ કરી દેવાયા છે. ચોમાસાની આફતોને પહોંચી વળવા માટે મશીનરી સજ્જ છે અને 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.

મીડિયાના સવાલ પર ચીફ ઓફિસરનો ગોળગોળ જવાબ

જ્યારે મીડિયાના પ્રતિનિધિઓએ ચીફ ઓફિસરને ઓન-ગ્રાઉન્ડ દેખાતા ઝાડી ઝાંખરા અને સફાઈ વગરના હોકળાઓ બતાવીને સવાલ પૂછ્યા, ત્યારે તેમણે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, ‘શહેરમાં હાલ તબક્કાવાર કામગીરી ચાલી રહી છે અને આગામી સમયમાં બાકી રહેલા વિસ્તારો પણ પૂર્ણ કરી દેવામાં આવશે.’

કાગળ પર નહીં, જમીન પર કામ કરો: લોકોની માગ

ચોમાસું માથે હોવાથી સાવરકુંડલાના રહીશોમાં ભારે ફફડાટ છે. સ્થાનિકોની માંગ છે કે પાલિકા તંત્ર કાગળ પર સંતોષ માનવાને બદલે તાત્કાલિક ધોરણે જેસર રોડ સહિતની સોસાયટીઓના નાળા સાફ કરે, જેથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી અટકાવી શકાય. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર સમયસર જાગીને લોકોને રાહત આપે છે કે પછી આ ચોમાસે પણ સાવરકુંડલાવાસીઓએ પાણીમાં ડૂબવાનો વારો આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની 'વાઈરસ'વાળી પોસ્ટે પ...

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch...

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.માં એફવાયની ૧૧૮૨૯ બેઠકો પૈકી ૧૧૦૦૦ જેટલી બેઠકો ભરાઈ | 90 percents seats are filled in msu throu…

યુનિ.માં એફવાયની ૧૧૮૨૯ બેઠકો પૈકી ૧૧૦૦૦ જેટલી બેઠકો ભરાઈ | 90 percents seats are filled in msu throu…

1 year ago
ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત | India Wea…

ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત | India Wea…

3 months ago
વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં ભાજપે માત્ર 2 ને રિપિટ કર્યા,પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારો કપાયા…

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં ભાજપે માત્ર 2 ને રિપિટ કર્યા,પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારો કપાયા…

5 months ago
પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | …

પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News