gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમારે જે મેસેજ આપવાનો હતો આપી દીધો…’, CM સિદ્ધારમૈયા સાથે મીટિંગ બાદ બોલ્યા શિવકુમાર | dk shivaku…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
‘અમારે જે મેસેજ આપવાનો હતો આપી દીધો…’, CM સિદ્ધારમૈયા સાથે મીટિંગ બાદ બોલ્યા શિવકુમાર | dk shivaku…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: DK Shivkumar/X

Karnataka Congress Crisis: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે શનિવારે પ્રદેશ કોંગ્રેસમાં વિખવાદના દાવાને ફગાવવાનો પ્રયાસ કર્યો. મુખ્યમંત્રી આવાસ પર ડી કે શિવકુમાર સાથે નાસ્તા પર થયેલી બેઠક બાદ મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, ‘નાયબ મુખ્યમંત્રી અને મારા વચ્ચે કોઈ મતભેદ નથી. અમે સાથે છીએ. તેઓ (ભાજપ-જેડીએસ) કહી રહ્યા છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું. અમે તેમનો સામનો કરીશું.’ તેમની બાજુમાં બેઠેલા શિવકુમાર હસી રહ્યા હતા.

ડી કે શિવકુમારે મુખ્યમંત્રી સાથે બ્રેકફાસ્ટ મીટિંગ બાદ મીડિયા કર્મીઓ સાથે વાતચીતમાં કોઈપણ બળવાની શક્યતાને ફગાવી દીધી. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અમારે જે મેસેજ આપવાનો હતો, મુખ્યમંત્રી અને મેં તમામ કોંગ્રેસ સભ્યોને આપી દીધો છે. અમે કોંગ્રેસની સાથે ઊભા છીએ અને પાર્ટી માટે પ્રતિબદ્ધ છીએ. ખૂબ સારા મુદ્દા છે, ખાસ કરીને સિંચાઈ અને શહેરી વિકાસનો. મારે દિલ્હી જવું છે. મારે કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરવાનો સમય માગવો છે. હું અચાનક દિલ્હી ન જઈ શકું. મુખ્યમંત્રી અને હું એક સર્વપક્ષીય બેઠક ઇચ્છતા હતા. કારણ કે અમે શેરડી, મકાઈ અને રાજ્યમાં હાલમાં કેટલાક અન્ય મુદ્દાઓ પર એક સર્વપક્ષીય બેઠક પ્રતિનિધિમંડળ દિલ્હી લઈ જવા ઇચ્છતા હતા.’

આ પણ વાંચો: ‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..’ શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ

હવે સિદ્ધારમૈયા શિવકુમારના ઘરે કરશે ડિનર

ડી કે શિવકુમારે કહ્યું કે, ‘મુખ્યમંત્રીના નિવાસસ્થાને નાસ્તાની બેઠક પછી સિદ્ધારમૈયા મારા ઘરે ડિનર માટે આવશે. પાર્ટી હાઇકમાન્ડ જે કહેશે તે અમારો નિર્ણય હશે. અમે પાર્ટીના વફાદાર સૈનિકો રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે પાર્ટી દેશમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. પરંતુ અમને વિશ્વાસ છે કે કર્ણાટક મોટી ભૂમિકા ભજવશે; અમે 2028માં ફરીથી સરકાર બનાવીશું અને 2029માં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગળ વધીશું. આજે અમે 2028ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે અમારી રણનીતિ અને વિપક્ષનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરી. તેઓ ઘણા મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. અમે જવાબ આપવા માટે તૈયાર છીએ.’

શિવકુમારે 20 નવેમ્બરના રોજ રાજ્યમાં કોંગ્રેસ સરકારના અઢી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુખ્યમંત્રી બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દો એક અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યો છે, અને રાજ્ય વિધાનસભા 8 ડિસેમ્બરે ફરી મળવાની છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ બંને નેતાઓને શક્ય તેટલી વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવવા કહ્યું છે. હવે, શિવકુમાર કહે છે કે તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનવાની કોઈ ઉતાવળ નથી. તેમણે કહ્યું, ‘પાર્ટીના કાર્યકરો ઉત્સુક હોઈ શકે છે, પરંતુ હું કોઈ ઉતાવળમાં નથી. પાર્ટી બધા નિર્ણયો લેશે.’

કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિખવાદ યથાવત્: વિપક્ષ

સિદ્ધારમૈયા અને શિવકુમારના ‘ઓલ ઇઝ વેલ’ના દાવા છતાં વિરોધ પક્ષો ભાજપ અને જનતા દળ સેક્યુલર(જેડીએસ) કહે છે કે કર્ણાટક કોંગ્રેસમાં મતભેદો હજુ પણ યથાવત્ છે. સિદ્ધારમૈયા-શિવકુમારની મુલાકાત પછી જેડીયુના ધારાસભ્ય નિખિલ કુમારસ્વામીએ કહ્યું, ‘આજે, કોંગ્રેસ ઇડલી પીરસી રહી છે. તેઓ ફક્ત નાસ્તા માટે એક થયા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી વિભાજિત છે. અમને આનાથી કોઈ આશા નથી. કર્ણાટકના લોકો તેનું પરિણામો ભોગવી રહ્યા છે.’

આ પણ વાંચો: SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ | Akhilesh Yadav a…

SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ | Akhilesh Yadav a...

SIR: ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 91.41% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો…

SIR: ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 91.41% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો...

ઓપરેશન સાગરબંધુ: દિતવાહ વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે મોકલ્યા 2 ચેતક હેલિકોપ્ટર | Op…

ઓપરેશન સાગરબંધુ: દિતવાહ વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે મોકલ્યા 2 ચેતક હેલિકોપ્ટર | Op...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નવો ફલાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો | An accident occurred the…

જામનગરમાં નવો ફલાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો | An accident occurred the…

6 months ago
રોડ ક્રોસ કરતા ફૂડ ડિલિવરી બોયને કારચાલકે ટક્કર મારી | A food delivery boy was hit by a car while cr…

રોડ ક્રોસ કરતા ફૂડ ડિલિવરી બોયને કારચાલકે ટક્કર મારી | A food delivery boy was hit by a car while cr…

5 months ago
કંપનીઓના કેશ રિઝર્વમાં ઘટાડો જ્યારે દેવામાં વધારો | Companies’ cash reserves decrease while debt inc…

કંપનીઓના કેશ રિઝર્વમાં ઘટાડો જ્યારે દેવામાં વધારો | Companies’ cash reserves decrease while debt inc…

6 months ago
અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…

અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News