gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ | amul dairy electio…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ | amul dairy electio…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Amul  Dairy News : આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ ક્ષત્રિય સમાજની અવગણના કરી વર્ગવિગ્રહનું રાજકારણ રમી પશુપાલકોને ડરાવી રહી હોવાનો આક્ષેપ અને બાલાસિનોર બેઠક ઉપર ભાજપના રાજેશ પાઠકના પુત્ર પાર્થે મોવડી મંડળની અવગણના કરી ઉમેદવારીપત્ર ભર્યું હોવા છતાં શિસ્તભંગના પગલાં કેમ ન લેવાયા તેવા સવાલો સાથે માતરના પૂર્વ ધારાસભ્ય અને વિશ્વાસ પેનલના કન્વીનર કેસરીસિંહ સોલંકીએ વીડિયો વાયરલ કર્યો છે.

આણંદ અમૂલની ચૂંટણી ધીમે ધીમે રાજકીય રંગ પકડી રહી છે. ત્યારે માતરના પૂર્વ ધારાસભ્ય અને વિશ્વાસ પેનલના કન્વીનર કેસરીસિંહ સોલંકીએ ફેસબૂકના માઘ્યમથી આક્ષેપો સાથે વીડિયો વાયરલ કરી જણાવ્યું છે કે, બાલાસિનોર બેઠક ઉપર રાજેશ પાઠકના પુત્ર પાર્થ પાઠકે અગાઉથી ઉમેદવારી નોંધાવી દીધી હતી. બાદમાં ભાજપે રાજેશ પાઠકનું નામ જાહેર કરી મેન્ડેટ આપ્યો હતો. ત્યારે રાજેશ પાઠક કે તેના પુત્ર પાર્થ સામે શિસ્તભંગ અને પક્ષ વિરોધી કાર્યવાહી કરવામાં ભાજપનું મોવડી મંડળ કેમ ચૂપ છે તેવા સવાલો ઉઠાવ્યા હતા. 

ભાજપ દ્વારા કપડવંજ અને નડિયાદ બેઠકમાં સમાજના નામે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજના ચેરમેનવાળી 11 મંડળીઓને ‘ક’ વર્ગમાં મૂકી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી છે. કાવતરા કરી ભાજપ ક્ષત્રિય, ઓબીસી અને અન્ય સમાજને બીવડાવાનું જે રાજકારણ કરી રહ્યું છે તેને પશુપાલકો મતદાન દ્વારા પરચો બતાવશે. 

વિશ્વાસ પેનલ 11 ઉમેદવારો સોમવારે જાહેર કરશે

ભાજપની સ્પર્ધામાં ઉતરેલી વિશ્વાસ પેનલના ઉમેદવારોની પણ સોમવારે જાહેરાતો થશે. શક્ય હશે તો સોમવારે જ વિશ્વાસ પેનલના 11 જેટલા ઉમેદવારો પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.

આણંદ બેઠકમાં ઉમેદવાર પસંદગી માટે ભાજપને અવઢવ

અમૂલ ડેરીની આણંદ બેઠકમાં ભાજપ ઉમેદવાર પસંદગીમાં નિર્ણય લઈ શકતું નથી. આ બેઠકમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર અને હાલ અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે પણ ઉમેદવારી માટે દાવેદારી કરી હોવાથી હવે પસંદગી કોની કરવી તે સંદર્ભે ભાજપ અવઢવમાં છે. 

આક્ષેપ સંદર્ભે અમૂલ ડેરીના ચેરમેન, ચૂંટણી ઈન્ચાર્જે સંપર્ક કરવાનું ટાળ્યું

કેસરીસિંહ સોલંકીના આક્ષેપ બાદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અને ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતા બંનેનો મોબાઈલ વોઇસ મેસેજ પર મૂકી દઈ ઉપાડ્યો ન હતો. 

ભાજપના અન્ય 8 ઉમેદવારોની યાદી 25મીએ જાહેર કરાશે

અમૂલની ચૂંટણીના ભાજપના ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટે ભાજપના બાકી રહેલા આઠ ઉમેદવારોની યાદી સોમવારે જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ કરશે તેવું જાહેર કર્યું હતું. 

11 મંડળીને ‘ક’ વર્ગમાં મૂકવા અંગે હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી

અમૂલ ડેરીની ચૂંટણીમાં 11 જેટલી મંડળીઓને ‘અ’ વર્ગમાંથી ‘ક’ વર્ગમાં મૂકી હોવાની હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે ચૂંટણી જાહેર થઈ હોવાથી બોર્ડ પર મેટર લેવાતા સુનાવણી હવે મંગળવાર પર ગઈ છે. ત્યારે સૌ કોઈની નજર ચુકાદા ઉપર મંડાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
યુપીના સીએમ યોગી પર બની ફિલ્મ, વિવાદ થતાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો, જાણો શું છે કારણ | film on cm yog…

યુપીના સીએમ યોગી પર બની ફિલ્મ, વિવાદ થતાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો, જાણો શું છે કારણ | film on cm yog...

ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણ…

ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણ...

‘મારું દુર્ભાગ્ય છે કે કદાચ મારી કુંડળીમાં…’ કોંગ્રેસના કદાવર નેતાએ કમલનાથ સરકાર પડી જવાનું સત્ય જ…

'મારું દુર્ભાગ્ય છે કે કદાચ મારી કુંડળીમાં...' કોંગ્રેસના કદાવર નેતાએ કમલનાથ સરકાર પડી જવાનું સત્ય જ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડ્યું, આ નેતાના ફાર્મહાઉસમાં શિફ્ટ થશે | jagdeep dhankhar s…

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડ્યું, આ નેતાના ફાર્મહાઉસમાં શિફ્ટ થશે | jagdeep dhankhar s…

11 months ago
મકાનના તાળાં તોડી ૭૮ હજારની ચોરી કરનારી મહિલાને પકડી પાડી | Ewe fefin a soläni 78 ngeröü a ares

મકાનના તાળાં તોડી ૭૮ હજારની ચોરી કરનારી મહિલાને પકડી પાડી | Ewe fefin a soläni 78 ngeröü a ares

11 months ago
બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

4 months ago
કેવાયસી વેરીફિકેશન કરવાનું કહી યુવતીના ખાતામાંથી રૃા.૧.૨૬ લાખ કાઢી લીધા | Rs 1 26 lakh a angei seni …

કેવાયસી વેરીફિકેશન કરવાનું કહી યુવતીના ખાતામાંથી રૃા.૧.૨૬ લાખ કાઢી લીધા | Rs 1 26 lakh a angei seni …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News