
– દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરી લાશ નદીમાં ફેંકી
– આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાળકીની અંતિમયાત્રામાં ગ્રામજનો જોડાયા
આણંદ : આંકલાવ તાલુકાના નવાખલ ગામની પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજારી ગળું દબાવી હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેનારા આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. કોર્ટે આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગઈકાલ રાતે મૃતક બાળકીની અંતિમયાત્રામાં ગામ હિબકે ચડયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.









