gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આગ્રામાં કરણી સેનાનો હલ્લાબોલ, હજારો લોકોએ તલવારો લહેરાવી: રામજી લાલની માફીની માંગ | Karni Sena Prot…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
આગ્રામાં કરણી સેનાનો હલ્લાબોલ, હજારો લોકોએ તલવારો લહેરાવી: રામજી લાલની માફીની માંગ | Karni Sena Prot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karni Sena Agra protest : ઉત્તર પ્રદેશના આગ્રામાં આજે (12 એપ્રિલ, 2025) કરણી સેના દ્વારા રાણા સાંગાની જ્યંતી પર સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને થોડા દિવસ અગાઉ રાણા સાંગા વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદથી જ દેશના રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. એવામાં આજે કરણી સેનાએ જાહેરાત કરી છે કે જો રામજી લાલ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો હજારોની સંખ્યામાં લોકો તેમના ઘર સુધી પહોંચશે. સાથે સાથે કરણી સેનાની માંગ છે કે સપા સાંસદ રાજપૂતોની માફી પણ માંગે.

કરણી સેનાએ બાંયો ચડાવી 

કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંહ બઘેલ પણ રેલીમાં સામેલ થવા માટે આગ્રા પહોંચ્યા હતા. શુક્રવાર રાતથી જ યુપીના વિવિધ જિલ્લાથી હજારોની સંખ્યામાં લોકો સભા સ્થળ પાસે પહોંચી ગયા હતા. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે રામજી લાલ સુમન વિરુદ્ધ કાર્યવાહી માટે આજે સાંજે 5 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, જે હવે સમાપ્ત થઈ ગયું છે. એવામાં જોવાનું રહેશે કે હવે કરણી સેનાની આગામી વ્યૂહનીતિ શું રહેશે અને યુપીની યોગી સરકાર આ મામલે શું એક્શન લેશે. 

મારી હત્યા થઈ શકે છે: રામજી લાલ 

બીજી તરફ સપા સાંસદ રામજી લાલ સુમને કહ્યું છે, કે ‘સૌ કોઈને વિરોધ કરવાની સ્વતંત્રતા છે પરંતુ વિરોધ કરવાની પણ એક રીત હોય. કરણી સેનાએ અરાજકતાનો રસ્તો અપનાવ્યો છે. મારા અને મારા પરિવારના જીવને ખતરો છે. મારી હત્યા થઈ શકે છે તેથી પોલીસે પણ સુરક્ષા આપી છે.’ 

આગ્રામાં ભારે સુરક્ષા દળો તૈનાત

પરિસ્થિતિને જોતાં ઉત્તર પ્રદેશ પોલીસે કમર કસી લીધી છે. RAF અને PAC સહિતના સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં આવી છે. સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટના કારણે 1300થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. આગ્રામાં કરણી સેનાના સભાસ્થળથી રામજી લાલ સુમનના ઘર સુધીના રૂટ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. 

આ નકલી સેના છે: અખિલેશ યાદવ

બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ ખુલીને રામજી લાલના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે કોઈ રામજી લાલ કે પછી અમારા કોઈપણ કાર્યકર્તાનું અપમાન કરશે તો અમે સૌ ઊભા રહીશું, આ લડત હવે સન્માનની લડત છે. આ બધી નકલી સેના, બધા ભાજપના નેતાઓ છે. 

શું બોલ્યા હતા રામજી લાલ સુમન?

રામજી લાલ સુમને 21મી માર્ચે રાજ્યસભામાં રાણા સાંગા પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું, કે ‘ભાજપના લોકો વારંવાર કહે છે કે મુસ્લિમોમાં બાબરનો DNA છે. ભારતનો મુસ્લિમ બાબરને આદર્શ નથી માનતા, મોહમ્મદ સાહેબને આદર્શ માને છે. સૂફી સંતોની પરંપરાને આદર્શ માને છે. હું તો એ જાણવા માંગુ છું કે બાબરને લાવ્યું કોણ? ઈબ્રાહીમ લોદીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને લઈને આવ્યા હતા. તમે ગદ્દાર રાણા સાંગાની ઓલાદ છો. બાબરની ટીકા કરો છો પણ રાણા સાંગાની ટીકા નથી કરતાં.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

February 9, 2026
Next Post
VIDEO: ‘વિનેશ ફોગાટ અમારી હીરો’, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન

VIDEO: 'વિનેશ ફોગાટ અમારી હીરો', હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન

મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો, સેના તૈનાત, હાલ સ્થિતિ કાબૂમાં

મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો, સેના તૈનાત, હાલ સ્થિતિ કાબૂમાં

ATS દ્વારા ૧૬ આરોપીઓને ધરપકડ આઠ હથિયાર, ૩૧૧ રાઉન્ડ જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 persons i…

ATS દ્વારા ૧૬ આરોપીઓને ધરપકડ આઠ હથિયાર, ૩૧૧ રાઉન્ડ જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 persons i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous…

તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous…

3 months ago
અંબાજી શક્તિપીઠ નજીક ગણેશ ફૂડ કોર્ટનો ભવ્ય શુભારંભ

અંબાજી શક્તિપીઠ નજીક ગણેશ ફૂડ કોર્ટનો ભવ્ય શુભારંભ

6 months ago
કર્ણાટકમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી સ્થગિત | Huge uproar in Parliament…

કર્ણાટકમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી સ્થગિત | Huge uproar in Parliament…

11 months ago
ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા | Assis…

ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા | Assis…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News