![]()
વડોદરા,આજવા રોડ પરની હોસ્પિટલમાં રિસેપ્શન કાઉન્ટર પર ફરજ બજાવતા યુવકનો મોબાઇલ ફોન ચોરાઇ જતા બાપોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ન્યૂ વી.આઇ.પી.રોડ દેવરાજ સોસાયટીમાં રહેતા રમેશભાઇ પરસોત્તમભાઇ મકવાણા ફતેગંજ નિર્દેશ હેડ ક્વાટર્સમાં મલ્ટી ટાસ્ક સ્ટાફ તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો દીકરો ચિંતન ડો. રાહુલ વસાવાની હોસ્પિટલ કેર નર્સિંગ હોમ એન્ડ આઇ.સી.યુ.માં રિસેપ્શન કાઉન્ટર પર નોકરી કરે છે. ગત તા.૩૧ મી ઓગસ્ટે રાતે આઠ વાગ્યે મારો દીકરો દવાખાને નોકરી પર ગયો હતો. મારો દીકરો રાતે ત્રણ વાગ્યે ફોન ચાર્જીંગમાં મૂકીને સૂઇ ગયો હતો. સવારે છ વાગ્યે તે ઉઠયો ત્યારે જોયું તો તેનો મોબાઇલ ફોન ગૂમ હતો. દવાખાનામાં તપાસ કરતા મોબાઇલ મળ્યો નહતો.










