gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના કૂલ 73,27,588 મતદારો 5575 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે | voters from 8 di…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
આજે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના કૂલ 73,27,588 મતદારો 5575 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે | voters from 8 di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગત વર્ષોમાં જે ચાલ્યું તેનું પુનરાવર્તન જોઈએ કે પરિવર્તન? આજે નિર્ણયનો દિવસ  : સત્તા મેળવવા પક્ષો-ઉમેદવારોમાં તીવ્ર સ્પર્ધા પણ મતદારો ઉદાસીન : 24.13 લાખ શહેરી, 49.14 લાખ ગ્રામ્ય મતદારોઃ 4 મનપાની 228 બેઠકો, 18 પાલિકાની 506, જિ.પં.ની 213 તથા 55 તા.પં.ની 998 બેઠકો માટે મતદાન થશે : 89બેઠકો બીનહરીફ

રાજકોટ, : મતદારોમાં નિરાશા, સુસ્ત પ્રચાર અને કાળઝાળ ગરમી વચ્ચે અંતે ચૂંટણીનો દિવસ આવી ગયો છે. આવતીકાલ રવિવાર તા.26-4-2026,વૈશાખ સુદ- 10ના સવારે 7 વાગ્યાથી સાંજે 6વાગ્યા સુધી તાલુકા અને જિલ્લા પંચાયતો, પાલિકા અને મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્રના કૂલ 11 પૈકી રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, સોમનાથ, પોરબંદર અને અમરેલી એ 8 જિલ્લામાં સઘન મતદારયાદી સુધારણા બાદ આજની સ્થિતિએ કૂલ 73,27,588 નાગરિકોને મત આપવાનો અધિકાર છે. જેમનું મતદાન કૂલ 5575 ઉમેદવારોનું રાજકીય ભાવિ તેમજ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કેવું શાસન આવશે તે નિર્ધારિત કરશે.  આ મતદારોએ આવતીકાલે એ અંતિમ નિર્ણય લેવાનો રહેશે કે ગત પાંચ વર્ષોમાં પાલિકા-પંચાયતોના શાસનમાં જે કાંઈ થયું, જે કાંઈ ચાલ્યું તેનું પુનરાવર્તન જોઈએ છે કે નવું પરિવર્તન લાવવું છે. 

આવતીકાલે 73.23 લાખ મતદારોમાં 22 નગરો-મહાનગરોમાં 24,13,176 શહેરી મતદારોમાં મતદાતા કાઉન્સિલરો અર્થાત્ કોર્પોરેટરોને ચૂંટશે. જ્યારે 49,14,412 મતદારો પૈકી મતદાન કરનારા તાલુકા અને જિલ્લા પંચાયતોના સભ્યોને ચૂંટશે. ઉલ્લેખનીય છે કે એસ.આઈ.આર. પછી શહેર અને ગ્રામ્યમાં બન્ને સ્થળે નામ હોય તેવા મતદારોથી માંડીને સ્થળાંતર કરનારા, અવસાન પામેલા સહિત લાખો મતદારોના નામો યાદીમાંથી કમી કરાયા છે. 

ચૂંટણી પૂર્વે જિલ્લા પંચાયતોની 3 અને તાલુકા પંચાયતોની 24 બેઠકો તથા 4 મહાનગરપાલિકામાં 12  બેઠકો અને પાલિકાની કૂલ  50 બેઠકો સહિત કૂલ 89 બેઠકો બીનહરીફ થઈ છે. જે અન્વયે  આવતીકાલે 8 જિ.પં.ની 213 બેઠકો, 55 તાલુકા પંચાયતોમાં 998 બેઠકો માટે મતદાન થશે.  રાજકોટની તમામ 72 બેઠકો તેમજ જામનગરની 63, મોરબીની 52 અને સુરેન્દ્રનગરની 41 બેઠકો ઉપર મતદાન થશે. જામનગર અને મોરબી મહાનગરપાલિકા બન્યા પછી  પ્રથમવાર મતદાન થઈ રહ્યું છે. જિલ્લા પંચાયતો અને ખાસ કરીને મહાનગરપાલિકામાં સત્તા મેળવવા ઉમેદવારો અને પક્ષો વચ્ચે તીવ્ર રસાકસી છે પરંતુ, મતદારોમાં અનેકવિધ કારણોથી નિરૂત્સાહ જોવા મળ્યો છે. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે આખો દિવસ ચૂંટણી તંત્ર દ્વારા ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન્સ (ઈ.વી.એમ.અર્થાત્ વિજાણુ મતદાન યંત્રો) તેમજ અવિલોપ્ય સ્યાહી સહિત બેલેટ યુનિટ,કંટ્રોલયુનિટ વગેરેનું ડિસ્પેચીંગ શરૂ કરાયું હતું અને ફરજ પરના સ્ટાફને ધોમધખતા તાપમાં ડિસ્પેચીંગ સેન્ટર ખાતે એકત્ર કરીને ત્યાંથી પોતપોતાના મતદાન મથકોએ રવાના કરાયા હતા. આ ચૂંટણી સ્ટાફ આજે રાત્રિ રોકાણ ત્યાં જ કરશે અને કાલે સાંજે મતદાન પૂરૂં થયા બાદ ગણત્રી કરીને માહિતી રજૂ કરી દે પછી નિરાંતનો શ્વાસ લેશે. દરેક મતદાન મથકો ઉપર આજે પોલીસ પણ તૈનાત કરી દેવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરોડામાં ક્રેટામાંથી ₹6.54 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એકની ધરપકડ | naroda police seized IMFL worth ru…
GUJARAT

નરોડામાં ક્રેટામાંથી ₹6.54 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એકની ધરપકડ | naroda police seized IMFL worth ru…

April 25, 2026
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ, રાજકોટ અને અમદાવાદમાં ‘આપ’ના વિવાદાસ્પદ બેનરોના ક…
GUJARAT

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ, રાજકોટ અને અમદાવાદમાં ‘આપ’ના વિવાદાસ્પદ બેનરોના ક…

April 25, 2026
માતાપિતા સાવધાન! ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકે ગોંડલની 15 વર્ષની સગીરાને ભગાડી, પોલીસે ફિલ્મી ઢબે ટ્…
GUJARAT

માતાપિતા સાવધાન! ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકે ગોંડલની 15 વર્ષની સગીરાને ભગાડી, પોલીસે ફિલ્મી ઢબે ટ્…

April 25, 2026
Next Post
નરોડામાં ક્રેટામાંથી ₹6.54 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એકની ધરપકડ | naroda police seized IMFL worth ru…

નરોડામાં ક્રેટામાંથી ₹6.54 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એકની ધરપકડ | naroda police seized IMFL worth ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GSTમાં ઘટાડાને વેપાર સંગઠનોનો આવકાર, લોકો ભાવ ઘટયે આવકારશે | Trade organizations welcome GST cut peo…

GSTમાં ઘટાડાને વેપાર સંગઠનોનો આવકાર, લોકો ભાવ ઘટયે આવકારશે | Trade organizations welcome GST cut peo…

8 months ago
સમા રોડ પર નશેબાજ કારચાલકનો આતંક: બેકાબૂ કાર લારીવાળાને ટક્કર મારી બેરિકેડ તોડી માટીના ઢગલા પર ચઢી ગ…

સમા રોડ પર નશેબાજ કારચાલકનો આતંક: બેકાબૂ કાર લારીવાળાને ટક્કર મારી બેરિકેડ તોડી માટીના ઢગલા પર ચઢી ગ…

2 months ago
દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ

11 months ago
ખંભાતમાં શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને પરિવારને બિભત્સ ફોટા વાઇરલ કરવા ધમકાવીને ખંડણી માંગી | Educat…

ખંભાતમાં શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને પરિવારને બિભત્સ ફોટા વાઇરલ કરવા ધમકાવીને ખંડણી માંગી | Educat…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News