
– કેન્દ્રના 1.10 કરોડથી વધુ કર્મચારી – પેન્શનરોને લાભ થશે
– પગારપંચના ટર્મ્સ ઓફ રેફરન્સને લીલી ઝંડી મળી : પંચ 18 મહિનામાં રિપોર્ટ રજૂ કરશે
– પંચનાં અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઇની નિમણૂક
નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટે આજે આઠમા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સ (ટીઓઆર)ને મંજૂરી આપી છે. આઠમા પગાર પંચના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઇની નિમણૂક કરવામાં આવી છે.










