gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આસામને બાંગ્લાદેશમાં ભેળવી દેવાના થઈ શકે છે પ્રયાસ’, મુખ્યમંત્રી હિમંત સરમાની ગંભીર ચેતવણી | Assam …

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in INDIA
0 0
0
‘આસામને બાંગ્લાદેશમાં ભેળવી દેવાના થઈ શકે છે પ્રયાસ’, મુખ્યમંત્રી હિમંત સરમાની ગંભીર ચેતવણી | Assam …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

CM Himanta Biswa Sarma Big Statement: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની બદલાતી જન સાંખ્યિકીને લઈને એક ગંભીર ચેતવણી આપી છે. શનિવારે (27 ડિસેમ્બર) ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠક દરમિયાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, જો રાજ્યમાં બાંગ્લાદેશી મૂળના લોકોની વસ્તી 50 ટકાનો આંકડો પાર કરી જશે તો આસામને બાંગ્લાદેશનો ભાગ બનાવવાના પ્રયાસ શરૂ થઈ શકે છે. તેમણે આ સ્થિતિને આસામની અસ્મિતા અને સંસ્કૃતિ માટે એક મોટો ખતરો ગણાવી.

મુખ્યમંત્રી સરમાએ આંકડાનો હવાલો આપતા કહ્યું કે, ‘હાલમાં બાંગ્લાદેશી મૂળના લોકોની વસ્તી 40 ટકાને પાર કરી ચૂકી છે અને આ સતત વધી રહી છે. આજે આપણે પોતાની આંખોથી આ વાસ્તવિકતાને જોઈ રહ્યા છીએ. જો આ વસ્તી 50 ટકાથી વધુ થઈ જશે, તો આસામના અસ્તિત્વ પર સંકટ આવી જશે.’

બાંગ્લાદેશમાં હાલમાં જ થયેલી દીપુ દાસની મોબ લિંચિંગનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ આસામના લોકોને અપીલ કરી. તેમણે કહ્યું કે, ‘જો આજે આવી ઘટનાઓ થઈ રહી છે, તો આસામના લોકો કલ્પના કરી શકે છે કે આગામી 20 વર્ષમાં અહીંની સ્થિતિ શું થશે. પછી જો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યુદ્ધ થશે તો તેઓ કોનો સાથ આપશે?’

આગામી વિધાનસભા ચૂંટણીને મુખ્યમંત્રીએ એક માત્ર રાજકીય મુકાબલો નહીં પરંતુ ‘સભ્યતાની લડાઈ’ ગણાવી. તેમણે કોંગ્રેસ પર દાયકાઓ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો, જેના કારણે રાજ્યમાં એક નવી સભ્યતા વિકસિત થઈ ગઈ છે. તેની સંખ્યા હવે લગભગ 1.5 કરોડ સુધી પહોંચી ચૂકી છે.

સરમાએ કહ્યું કે, ‘આ લડાઈ ભૂમિ, ઓળખ અને આધારને બચાવવાની છે. પાર્ટી રાજ્યને ઘૂસણખોરોના કારણે પેદા થનારા અંધારામાં જતા બચાવશે.’

મુખ્યમંત્રીએ વસતી ગણતરીના જૂના આંકડા અને ભવિષ્યના અંદાજને શેર કરતા જણાવ્યું કે, ‘2011માં મુસ્લિમોની વસ્તી 34 ટકા હતી, જેમાં બાંગ્લાદેશી મૂળના મુસ્લિમ 31 ટકા અને સ્થાનિક મુસ્લિમ માત્ર 3 ટકા હતા. 2027 સુધી આ સંખ્યા વધીને 40 ટકા થવાનો અંદાજ છે. સ્વદેશી વસતી ઘટીને 60 ટકા થઈ ગઈ અને તેમાં હજુ ઘટાડાની સંભાવના છે.’

તેમણે ભાવુક થતા કહ્યું કે, ‘જીવનકાળમાં ઘૂસણખોરોની વસ્તી 21 ટકા થી વધીને 40 ટકા થઈ ગઈ અને તેમના બાળકોના સમય સુધીમાં અસમિયા સમુદાયની વસ્તી ઘટીને માત્ર 30 ટકા રહી શકે છે.’

સાંસ્કૃતિ ઓળખ પર આકરું વલણ

મુખ્યમંત્રીએ આસામને શંકર-અઝાન (વૈષ્ણવ સંત શંકર દેવ અને સૂફી સંત અઝાન ફકીર)ની ધરતી ગણાવાતી ધારણાને ફગાવી દીધી. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, ‘આસામ માત્ર શંકર-માધવ (શંકરદેવ અને તેમના શિષ્ય માધવ દેવ)ની ભૂમિ છે. આઝાન ફકીર સાથે મહાપુરુષોની સરખામણી કરીને આપણી સાંસ્કૃતિક ઓળખને નબળી કરવાનો પ્રયાસ સહન નહીં કરવામાં આવે.’

પોતાના સંબોધનના અંતમાં તેમણે અહોમ સેનાપતિ લાચિત બોરફુકનનું સ્મરણ કર્યું, જેમણે બીમાર હોવા છતાં મોગલોને હરાવ્યા હતા. મુખ્યમંત્રીએ સંકલ્પ લેતા કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આપણે પોતાની ઓળખ અને સંસ્કૃતિને બચાવવા માટે સતત લડીશું અને જીત હાંસલ કરીશું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
દિગ્વિજય સિંહે RSSના વખાણ કરતાં વિવાદ! થરૂરે તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું | RSS Praise Row: S…

દિગ્વિજય સિંહે RSSના વખાણ કરતાં વિવાદ! થરૂરે તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું | RSS Praise Row: S...

‘પેટ્રોલ-ડીઝલ બંધ કરો નહીંતર…’ નીતિન ગડકરીની ઓટો કંપનીઓને કડક સૂચના, જણાવ્યો ફ્યુચર પ્લાન | nitin …

'પેટ્રોલ-ડીઝલ બંધ કરો નહીંતર...' નીતિન ગડકરીની ઓટો કંપનીઓને કડક સૂચના, જણાવ્યો ફ્યુચર પ્લાન | nitin ...

VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, ‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવો ઘાટ! | Ha…

VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, 'પોદળો પડે તો માટી ઉખડે' જેવો ઘાટ! | Ha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે! | INDIA Bloc Plans Big…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે! | INDIA Bloc Plans Big…

8 months ago
અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત | Seventh Day…

અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત | Seventh Day…

7 months ago
‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…

‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…

1 month ago
રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News