અમદાવાદ,સોમવાર,6 ઓકટોબર,2025
અમદાવાદમાં આસો મહીનામા અષાઢી માહોલ છવાયેલો જોવા મળ્યો
હતો. રવિવારે રાતે ૧થી ૨ વાગ્યાના સમયમાં રાણીપ, ગોતા અને ચાંદલોડીયા વિસ્તારમાં એક ઈંચ વરસાદ ખાબકી ગયો
હતો. ભારે વીજ કડાકા સાથે રવિવારે રાતે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉત્તરઝોનમાં
મેમ્કો વિસ્તારમાં ૩૦ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.શહેરમાં મોસમનો અત્યારસુધીમા
૪૩.૦૬ ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહીના પગલે રવિવારે મોડી રાતે શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવતા
વીજ કડાકા અને વાદળોના ગડગડાટ સાથે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનુ શરૃ થતા
ઉંઘમાં સૂતેલા લોકો સફાળા જાગી ગયા હતા.પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક
કલાકમાં ૧૨ મિલીમીટર વરસાદ પડયો હતો.રવિવારે રાતના સમયે પડેલા વરસાદની સૌથી વધુ
અસર શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમના વિસ્તારોમા જોવા મળી હતી. રવિવારે સરદારનગર ઉપરાંત કોતરપુર અને નરોડામા પણ નોંધપાત્ર વરસાદ થવા
પામ્યો હતો.સોમવારે રાતે ૮ કલાકે વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૩૪.૭૫ ફુટ નોંધાયુ
હતુ.નર્મદા કેનાલમાંથી ૬,૯૮૮ તથા
સંત સરોવરમાંથી ૩૨૮૫ કયુસેક પાણીનો ઈનફલો નોંધાયો હતો.નદીમાં ૭,૭૯૬ કયુસેક તથા
કેનાલમાં ૧૦૬ કયુસેક આઉટફલો નોંધાયો હતો.બેરેજના ચાર દરવાજા બે ફુટ સુધી ખોલવામા
આવ્યા હતા.
રવિવારે રાત્રે કયાં-કેટલો વરસાદ?
વિસ્તાર
વરસાદ(મિ.મી.)
ચાંદખેડા ૧૯
રાણીપ ૨૪
મોટેરા ૧૨
સાયન્સ સિટી ૨૮
ગોતા ૨૮
ચાંદલોડીયા ૨૮
ઓગણજ ૨૭
અસારવા ૧૮
કાલુપુર ૧૪
મેમ્કો ૩૦
નરોડા ૨૬
કોતરપુર ૨૩
સરદારનગર ૨૦
હંસપુરા ૧૯









