
Mamata Banerjee Wrote Letter To PM Modi : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે ગોરખા સંબંધિત મુદ્દાઓ પર વાર્તાલાપ કરનારની નિમણૂક પશ્ચિમ બંગાળ સરકાર સાથે સલાહ લીધા વિના કરવામાં આવી હતી. મમતા બેનર્જી માગ કરી હતી કે, ‘પીએમ મોદી તાત્કાલિક આ નિમણૂક રદ કરે.’
CM મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર ગુસ્સે કેમ?
CM મમતા બેનર્જીએ કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ હિલ્સ, તરાઈ અને ડુઆર્સ ક્ષેત્રોમાં ગોરખાઓને લગતા મુદ્દાઓને ઉકેલવા માટે ભારત સરકાર દ્વારા એકપક્ષીય વાટાઘાટકારની નિમણૂક પર હું આશ્ચર્ય વ્યક્ત કરું છું. પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું છે કે ગોરખા સમુદાય અથવા ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન (GTA) પ્રદેશને લગતી કોઈપણ પહેલ રાજ્ય સરકાર સાથે સંપૂર્ણ પરામર્શ કરીને હાથ ધરવામાં આવવી જોઈએ, જેથી વિસ્તારમાં મહેનતથી મેળવેલી શાંતિ અને સુમેળ જાળવી શકાય.









