gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફંડોની તેજી : સેન્સેક્સ 398 પોઈન્ટ ઉછળીને 82172 | Funds rally: Sensex jumps 398 points to 82172

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in Business
0 0
0
ફંડોની તેજી : સેન્સેક્સ 398 પોઈન્ટ ઉછળીને 82172 | Funds rally: Sensex jumps 398 points to 82172
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાએ હવે જીનેરિક દવાઓ પર ટેરિફ નહીં વસૂલવાનું જાહેર કરતાં અને ભારત સાથે સંબંધો સુધારવા ટ્રમ્પ સરકાર પર અમેરિકામાં  જ વધતા દબાણની પોઝિટીવ અસર તેમ જ યુ.કે.ના વડાપ્રધાન કેઈર સ્ટારમેરની ભારત મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે વેપાર કરારોની પોઝિટીવ અસરે આજે ભારતીય શેર બજારોમાં ફંડોએ ફરી સાર્વત્રિક તેજી કરી હતી. આ પોઝિટીવ  પરિબળો સાથે અમેરિકાના નાસ્દાક શેર બજારમાં અવિરત તેજી અને આઈટી જાયન્ટ ટીસીએસના ત્રિમાસિક પરિણામ જાહેર થતાં  પૂર્વે ફંડોએ આઈટી શેરોમાં પણ ખરીદી કરી હતી. એશીયા-પેસિફિક દેશોના બજારોમાં જાપાન, ચાઈનાના બજારોમાં મજબૂતીની પોઝિટીવ અસરે અને ભારત અને યુ.કે. વચ્ચે ક્રિટિકલ મેટલ સંબંધિત ડેવલપમેન્ટ માટે સહયોગ સધાતાં મેટલ-માઈનીંગ શેરોમાં ફરી આક્રમક ખરીદી થઈ હતી. કેપિટલ ગુડઝ-પાવર શેરો અને હેલ્થકેર-ફાર્મા શેરો, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ૩૯૮.૪૪ પોઈન્ટ ઉછળીને ૮૨૧૭૨.૧૦ અને નિફટી ૫૦ સ્પોટ ૧૩૫.૬૫ પોઈન્ટ વધીને ૨૫૧૮૧.૮૦ બંધ રહ્યા હતા.

મેટલ ઈન્ડેક્સની ૭૨૫ પોઈન્ટની છલાંગ : હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૨ ઉછળી રૂ.૫૧૨ : લોઈડ્સ, સેઈલ વધ્યા

ફંડોએ આજે એશીયા-પેસિફિક દેશોના બજારોમાં તેજી અને ખાસ ચાઈનાના બજારોમાં મજબૂતી પાછળ મેટલની માંગ વધવાની અપેક્ષાએ તેજી મેટલ-માઈનીંગ શેરોમાં તેજી કરી હતી. સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ તેજી અને ખાસ ચાંદીમાં તેજીના પોઝિટીવ પરિબળે આજે હિન્દુસ્તાન ઝિંકનો શેર રૂ.૨૨.૩૦ ઉછળીને રૂ.૫૧૨.૨૫ રહ્યો હતો. લોઈડ્સ મેટલ રૂ.૫૬.૧૫ વધીને રૂ.૧૩૫૧.૯૦, સેઈલ રૂ.૪.૭૦ વધીને રૂ.૧૩૬.૬૫, એનએમડીસી રૂ.૨.૫૬ વધીને રૂ.૭૮.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૧.૨૦ વધીને રૂ.૧૧૧૭૬, ટાટા સ્ટીલ રૂ.૪.૫૫ વધીને રૂ.૧૭૬.૪૦, વેદાન્તા રૂ.૧૧.૪૦ વધીને રૂ.૪૮૪.૧૧, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૭.૪૦ વધીને રૂ.૭૭૦.૧૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૨૪.૬૯ પોઈન્ટ ઉછળીને ૩૪૨૮૫.૧૧ બંધ રહ્યો હતો.

જીનેરિક દવાની આયાત પર અમેરિકાના ટેરિફ બ્રેક : થેમીસ મેડી, ઓરોબિન્દો ફાર્મા, યુનિકેમ વધ્યા

અમેરિકાએ જીનેરિક દવાઓની  આયાત પર ટેરિફ લાગુ નહીં કરવાનો નિર્ણય જાહેર કરતાં ભારતીય ફાર્મા કંપનીઓની દવાઓની નિકાસ માટે રાહતના પરિબળે આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોએ તેજી કરી હતી. થેમીસ મેડી રૂ.૧૪.૫૫ વધીને રૂ.૧૩૮.૪૫, સ્ટ્રાઈડ રૂ.૫૫.૪૦ વધીને રૂ.૮૫૨.૩૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૪૯.૧૦ વધીને રૂ.૧૧૧૮.૯૫, યુનિકેમ લેબ. રૂ.૧૭.૦૫ વધીને રૂ.૪૮૬.૦૫, શિલ્પા મેડી રૂ.૧૨.૬૫ વધીને રૂ.૩૬૯.૭૦, વેનબરી રૂ.૮.૪૫ વધીને રૂ.૨૫૬.૭૦, બ્લિસ જીવીએસ રૂ.૫.૧૫ વધીને રૂ.૧૫૭.૨૫, માર્કસન્સ રૂ.૫.૧૦ વધીને રૂ.૧૬૯.૩૫, લુપીન રૂ.૫૧.૭૫ વધીને રૂ.૧૯૫૭.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૯.૪૩ પોઈન્ટ વધીને ૪૪૨૫૧.૯૩ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૩૪ પોઈન્ટ ઉછળ્યો : પીટીસી રૂ.૭૪૪ ઉછળ્યો : આઈનોક્સ, મઝગાંવ ડોક વધ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે મજબૂત ખરીદી કરી હતી. પીટીસી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૪૪.૪૫ વધીને રૂ.૧૬,૬૬૯.૩૦, આઈનોક્સ વિન્ડ રૂ.૫.૫૫ વધીને રૂ.૧૪૭, મઝગાંવ ડોક રૂ.૭૩.૧૫ વધીને રૂ.૨૮૮૮.૨૦, સીજી પાવર રૂ.૧૪.૧૫ વધીને રૂ.૭૬૧, ભારત ડાયનામિક્સ રૂ.૨૫.૮૦ વધીને રૂ.૧૫૨૧.૦૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૪૭.૨૫ વધીને રૂ.૩૨૭૦.૬૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૪૦.૭૦ વધીને રૂ.૩૯૫૪.૩૫, ટીમકેન રૂ.૨૪.૫૦ વધીને રૂ.૨૯૭૮.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૩૪.૫૫ પોઈન્ટ વધીને ૬૯૨૨૪.૭૫ બંધ રહ્યો હતો.

ટીસીએસના રિઝલ્ટ પૂર્વે આઈટી શેરો રામકો રૂ.૩૨, એચસીએલ રૂ.૩૩, ટાટા એલેક્સી રૂ.૧૧૩ વધ્યા

ટીસીએસના ત્રિમાસિક પરિણામ સાંજે જાહેર થતાં પૂર્વે ફંડોએ અમેરિકાના નાસ્દાક શેર બજારમાં ગઈકાલે અવિરત તેજી પાછળ સતત પસંદગીની ખરીદી કરી હતી. ટીસીએસ રૂ.૩૫.૧૦ વધીને રૂ.૩૦૬૧.૯૫, રામકો સિસ્ટમ્સ રૂ.૩૨.૪૫ વધીને રૂ.૫૮૬.૩૦, કેસોલ્વસ રૂ.૧૫.૬૫ વધીને રૂ.૩૨૭.૫૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૩.૫૫ વધીને રૂ.૧૪૮૬.૪૦, ટાટા એલેક્સી રૂ.૧૧૩.૪૦ વધીને રૂ.૫૫૭૩.૧૫, માઈન્ડટેક રૂ.૫.૭૫ વધીને રૂ.૨૮૭ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૫૧.૯૩ પોઈન્ટ વધીને ૩૪૯૮૫.૫૩ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયું : ફેડરલ બેંક, આઈડીએફસી બેંક, કોટક બેંક, બીઓબી વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાઈ રહ્યું હતું. ફેડરલ બેંક રૂ.૪.૮૫ વધીને રૂ.૨૦૭.૩૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૫૪ વધીને રૂ.૭૩.૪૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૭.૭૦ વધીને રૂ.૨૧૪૫.૦૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૨૦ વધીને રૂ.૨૬૪.૦૫ રહ્યા હતા. જ્યારે મોતીલાલ ઓસ્વાલ રૂ.૫૬.૧૫ વધીને રૂ.૯૮૦.૧૦, જેએડબલ્યુ હોલ્ડિંગ રૂ.૫૭૪ વધીને રૂ.૧૬,૩૪૪.૯૫, મોબીક્વિક રૂ.૯.૦૫ વધીને રૂ.૨૮૫.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૦૯.૧૦ પોઈન્ટ વધીને ૬૩૨૬૦.૩૪ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ તેજી : ઈન્ડિયન ઓઈલ, રિલાયન્સ, ઓએનજીસીમાં મજબૂતી

ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોએ આજે સિલેક્ટિવ ખરીદી કરી હતી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૧.૮૦ વધીને રૂ.૧૫૫.૩૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૬૦ વધીને રૂ.૧૩૭૭.૯૫, ઓએનજીસી રૂ.૧.૫૦ વધીને રૂ.૨૪૩.૪૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧.૨૫ વધીને રૂ.૨૧૮.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૧૫.૬૦ પોઈન્ટ વધીને ૨૭૩૯૯.૭૪ બંધ રહ્યો હતો. 

એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની તેજી છતાં ઘણા શેરોમાં વેચવાલી : ૨૧૯૧ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં ફરી તેજીથી વિપરીત આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગટીવ બની હતી. અલબત એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપના પસંદગીના શેરોમાં આકર્ષણ જળવાયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૦૯  અને ઘટનારની સંખ્યા ૨૧૯૧ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૪૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૦.૩૬ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં મોટી તેજી સાથે આજે  સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી થવા છતાં એ ગુ્રપ અને અન્ય રોકડાના પસંદગીના શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૪૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૦.૩૬ લાખ કરોડ પહોંચ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વર્લ્ડ હેરીટેજ શહેર અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં શોપિંગ હબ રતનપોળનો સમાવેશ નહીં | World Heritage Cit…

વર્લ્ડ હેરીટેજ શહેર અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં શોપિંગ હબ રતનપોળનો સમાવેશ નહીં | World Heritage Cit...

બોરસદના ગાંધીગંજ પાસેથી 70 શાકભાજીની લારીઓ દૂર કરવા નોટિસ | Notice to remove 70 vegetable lorries fr…

બોરસદના ગાંધીગંજ પાસેથી 70 શાકભાજીની લારીઓ દૂર કરવા નોટિસ | Notice to remove 70 vegetable lorries fr...

પડતર માંગનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારોની આંદોલનની ચીમકી | Sanitation workers threaten to strike i…

પડતર માંગનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારોની આંદોલનની ચીમકી | Sanitation workers threaten to strike i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz…

વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz…

1 week ago
અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં | Ahm…

અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં | Ahm…

6 months ago
કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની ભેટ, સરકારે જાહેર કર્યું 30 દિવસનું બોનસ

કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની ભેટ, સરકારે જાહેર કર્યું 30 દિવસનું બોનસ

9 months ago
વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા | Ra…

વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા | Ra…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News