gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો, આર્થિક નુકસાનીનો આંકડો 1000 કરોડને પાર! | Delhi suffers a m…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in INDIA
0 0
0
ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો, આર્થિક નુકસાનીનો આંકડો 1000 કરોડને પાર! | Delhi suffers a m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Loss From IndiGo Crisis: ઇન્ડિગો એરલાઇન્સમાં ફ્લાઇટ કેન્સલેશનના સંકટને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી(CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલના મતે, ઇન્ડિગોની આ સમસ્યાને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને આશરે ₹1000 કરોડના કારોબારનું નુકસાન થયું છે.

દિલ્હી આવતાં લોકોમાં 25%નો ઘટાડો 

ગોયલે જણાવ્યું કે ઇન્ડિગો સંકટને કારણે છેલ્લા 10 દિવસમાં દિલ્હીમાં બહારથી આવતાં લોકોની સંખ્યા(Footfall)માં 25 ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. આના પરિણામે અહીંની હોટેલો, રેસ્ટોરન્ટ્સ, બેન્ક્વેટ્સ અને રિસોર્ટ્સના હજારો બુકિંગ રદ થઈ ચૂક્યા છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાની સમસ્યાથી દિલ્હીના અનેક ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે.

દિલ્હીના બજારોની રોનક છીનવાઈ

ઇન્ડિગો કટોકટી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 4500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે, અને આ આંકડો સતત વધી રહ્યો છે. CTI ચેરમેન બ્રિજેશ ગોયલના જણાવ્યા અનુસાર, દરરોજ દિલ્હી ઍરપોર્ટ પરથી 1.5 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે, જેમાંથી લગભગ 50,000 વેપારીઓ અને ઉદ્યોગપતિઓ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મુસાફરી કરતાં વેપારીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીના બજારોમાં પણ બહારથી આવતાં લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે, જેની સીધી અસર સ્થાનિક વેપાર પર પડી રહી છે.

મોટા મોટા એક્ઝિબિશન પણ… 

વધુમાં, દિલ્હીના પ્રગતિ મેદાન અને આનંદ મંડપમમાં ઓટોમોબાઇલ, હેન્ડલૂમ, ટેક્સટાઇલ, હોમ ફર્નિશિંગ અને ઓટો પાર્ટ્સના મોટા પ્રદર્શનો લાગેલા છે. આ પ્રદર્શનોમાં બહારથી હજારો વેપારીઓ અને પ્રવાસીઓ આવતા હતા, પરંતુ ઇન્ડિગો એરલાઇન્સની સમસ્યાને કારણે હજારો લોકોની ફ્લાઇટ્સ રદ થઈ, જેનાથી અપેક્ષિત સંખ્યામાં લોકો પહોંચી શક્યા નથી.

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને રોકાણકારોને ફટકો

દિલ્હી સ્થિત એક ટ્રાવેલ્સના ડિરેક્ટરના મતે, આ સમય દિલ્હીમાં પ્રવાસન માટેનો હોય છે, જે જાન્યુઆરીના મધ્ય સુધી ચાલે છે, પરંતુ ઇન્ડિગો સંકટને કારણે ક્રિસમસ અને ન્યૂ યરની બુકિંગ પર પણ અસર થવા લાગી છે. પર્યટકોના હોટેલ, પ્રવાસન સ્થળો પર ફરવા માટેના વાહનો, ટૂરિસ્ટ ગાઇડ્સ અને રેસ્ટોરન્ટ્સના બુકિંગ રદ થયા છે. આ ઉપરાંત, ડેસ્ટિનેશન વેડિંગ જેવા આયોજનોને પણ ભારે નુકસાન થયું છે, જ્યાં મહેમાનો જ નહીં પણ કેટલાક કિસ્સાઓમાં વર-વધૂના પરિવારજનો પણ પહોંચી શક્યા નથી.

ઇન્ડિગોના શેર્સમાં કડાકો 

જ્યાં એક તરફ યાત્રીઓને મુશ્કેલી પડી રહી છે, ત્યાં બીજી તરફ ઇન્ડિગોની પેરન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના શેરના રોકાણકારોને પણ મોટો ફટકો પડ્યો છે. સમસ્યા શરુ થયા બાદથી કંપનીના શેરમાં 12 ટકાથી વધુનો ઘટાડો થયો છે, જેના કારણે કંપનીની માર્કેટ કેપિટલ પણ આશરે ₹40,000 કરોડ જેટલી ઘટી ગઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…
INDIA

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…

April 2, 2026
હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…
INDIA

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…

April 2, 2026
Next Post
‘5000ની ટિકિટ 40000ની કેવી રીતે, જવાબદાર કોણ?’ ઇન્ડિગો સંકટ અંગે કેન્દ્રને દિલ્હી હાઇકોર્ટની ફિટકાર …

'5000ની ટિકિટ 40000ની કેવી રીતે, જવાબદાર કોણ?' ઇન્ડિગો સંકટ અંગે કેન્દ્રને દિલ્હી હાઇકોર્ટની ફિટકાર ...

છેલ્લા 3 વર્ષમાં ભારતમાંથી 37.79 લાખ ટન માંસની નિકાસ, વિશ્વમાં ત્રીજા ક્રમે, સરકારે સંસદમાં આપી માહિ…

છેલ્લા 3 વર્ષમાં ભારતમાંથી 37.79 લાખ ટન માંસની નિકાસ, વિશ્વમાં ત્રીજા ક્રમે, સરકારે સંસદમાં આપી માહિ...

ભાવનગર ત્રિપલ મર્ડર કેસ: ACF શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટની ના પાડી કોર્ટમાં રડી પડ્યો, પોલીસ એન્કાઉન્ટ…

ભાવનગર ત્રિપલ મર્ડર કેસ: ACF શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટની ના પાડી કોર્ટમાં રડી પડ્યો, પોલીસ એન્કાઉન્ટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બેવડું વલણ નહીં ચલાવીએ..’, ગુજરાતની કંપની પર બૅન મુદ્દે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી | Centre…

‘બેવડું વલણ નહીં ચલાવીએ..’, ગુજરાતની કંપની પર બૅન મુદ્દે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી | Centre…

9 months ago
નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમ 91 ટકા ભરાયો, નદી કાંઠાના ગામોને રાહત | Sardar Sarovar Dam 91% Ful…

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમ 91 ટકા ભરાયો, નદી કાંઠાના ગામોને રાહત | Sardar Sarovar Dam 91% Ful…

7 months ago
VIDEO: કેરળમાં અકસ્માત જોઈ પ્રિયંકા ગાંધીએ અચાનક કાફલો અટકાવ્યો, ઈજાગ્રસ્તોની કરી મદદ | kerala road …

VIDEO: કેરળમાં અકસ્માત જોઈ પ્રિયંકા ગાંધીએ અચાનક કાફલો અટકાવ્યો, ઈજાગ્રસ્તોની કરી મદદ | kerala road …

11 months ago
‘એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા…’, ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વ…

‘એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા…’, ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News