gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતીય અવકાશ સંસ્થાનો સ્પેસ પ્રોગ્રામમાં નવો અધ્યાય

– જીસેટ-૭આર કોમ્યુનિકેશન સેટેલાઈટથી હિન્દ મહાસાગરમાં ભારતીય નેવીનું કોમ્યુનિકેશન મજબૂત બનશે

– ઈસરોના વૈજ્ઞાાનિકોની મહેનતથી સ્પેસ સેક્ટર ઈનોવેશનનું પ્રતીક, રાષ્ટ્રીય વિકાસને ગતિ મળશે : પીએમ મોદી

શ્રીહરિકોટા: ભારતીય અવકાશ સંસ્થા ઈસરોએ રવિવારે આપણી જમીન પરથી નેવી માટે સ્વદેશી ‘બાહુબલી’ રોકેટથી સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઈટ છોડીને ઈતિહાસ રચ્યો છે. આ સેટેલાઈટ ભારતીય નેવીનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ્ડ સેટેલાઈટ છે તેનાથી નેવીની અવકાશ આધારિત કમ્યુનિકેશન અને સમુદ્રી વિસ્તારોમાં નિરીક્ષણની ક્ષમતા વધુ મજબૂત થઈ જશે. આ વર્ષે ઈસરોની આ ત્રીજી સફળતા છે.

– ખરાબ હવામાન છતાં ‘બાહુબલી’ એલવીએમ-૩ રોકેટની મદદથી ૪૪૧૦ કિલોનો જીસેટ-૭આર સેટેલાઈટ ૫૦ મિનિટમાં જીટીઓમાં સ્થાપિત કરાયો

ઈસરોએ રવિવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી એલવીએમ૩-એમ૫ રોકેટની મદદથી સીએમએસ-૦૩ (જીસેટ-૭આર) સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. ઈસરોને રવિવારે હવામાને સાથ આપ્યો નહોતો. વાદળછાયા વાતાવરણ, તિવ્ર ગતિએ ફૂંકાતા પવન અને વરસાદની આશંકા વચ્ચે ઈસરોની ટીમે બાહુબલી રોકેટની મદદથી ભારતીય નેવીના કોમ્યુનિકેશન રોકેટને માત્ર ૫૦ મિનિટમાં જીયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં પહોંચાડી દીધો હતો. આ પહેલાં ભારત ભારે સેટેલાઈટના લોન્ચિંગ માટે ફ્રાન્સ સ્થિત કૌરોઉ લોન્ચ બેઝથી સેટેલાઈટ લોન્ચ કરતી હતી.

ભારતીય નેવીનો આ મલ્ટી-બેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઈટ સૌથી ભારે છે, જેનું વજન ૪,૪૧૦ કિલો છે. આ સેટેલાઈટ ભારતીય નેવી માટે સમુદ્રી વિસ્તારમાં સંચાર અને નિરીક્ષણ સુવિધા મજબૂત કરશે. આ સેટેલાઈટ ૨૦૧૩માં લોન્ચ કરાયેલા જીસેટ-૭નું સ્થાન લેશે. 

ઈસરોના ચેરમેન વી. નારાયણને કહ્યું કે, પહેલા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે સેટેલાઈટ લોન્ચ કરવાનો હતો, પરંતુ સવારથી વાતાવરણ સાનુકૂળ નહોતું. તિવ્ર ગતિએ ફૂંકાતા પવને રોકેટનું ઉડ્ડયન મુશ્કેલ બનાવી દીધું હતું.  તેમણે ઉમેર્યું કે, ઈસરોના વૈજ્ઞાાનિકોએ રડાર અને હવામાનના મોનિટરિંગથી કલાકો સુધી રાહ જોઈ. અંતે એક નાની વિન્ડોનો લાભ ઉઠાવીને સેટેલાઈટને લોન્ચ કરાયો હતો. એલવીએમ૩નું આ સતત પાંચમું સફળ મિશન છે, જે ઈસરોની ટેકનિકલ ક્ષમતા દર્શાવે છે. એલવીએમના પ્રયોગાત્મક મિશન સહિત બધા જ આઠ લોન્ચિંગ સફળ થયા છે, જે તેનો ૧૦૦ ટકાનો સક્સેસ રેટ દર્શાવે છે.

તેમણે ઉમેર્યુ ંહતું કે, ખરાબ હવામાન છતાં અમારી ટીમે ખૂબ જ ધીર જ રાખી. વૈજ્ઞાાનિકોની મહેનત અને એલવીએમ-૩ની વિશ્વસનીયતાએ આ સેટેલાઈટનું સફલ લોન્ચિંગ શક્ય બનાવ્યું. આ સફળતા આખા દેશને દર્શાવે છે કે પડકારો આપણને રોકી નહીં શકે. નેવીની ક્ષમતા હવે નવી ઊંચાઈ પર પહોંચશે. આ મિશન ભારતને વૈશ્વિક સ્પેસ લીડર બનાવશે અને યુવાનોને પ્રેરિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ઈસરો તથા તેના વૈજ્ઞાાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, ઈસરોની આ સફળતાથી અમે ગર્વ અનુભવીએ છીએ. સીએમએસ-૦૩ના લોન્ચિંગ પર અભિનંદન. આપણા વૈજ્ઞાાનિકોની મહેનતથી સ્પેસ સેક્ટર ઈનોવેશનનું પ્રતીક બની ગયું છે. તે રાષ્ટ્રીય વિકાસને ગતિ આપશે.

વર્ષ ૨૦૨૫માં ઈસરોની આ ત્રીજી મોટી સફળતા છે. ચંદ્રયાન-૩ પછી આ લોન્ચિંગ ભારતની સ્પેસ મહત્વાકાંક્ષાઓને મજબૂત કરે છે. એલવીએમ૩ને બાહુબલી કહે છે, કારણ કે તે ભારી પેલોડ સરળતાથી હેન્ડલ કરે છે. નિસાર અને ગગનયાન જેવા આગામી મિશન માટે આ સફળતા મહત્વપૂર્ણ છે.

– જીસેટ-7આર સેટેલાઈટ ભારતીય નેવીનું નવું હથિયાર

શ્રીહરિકોટા: ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ જણાવ્યું કે, જીસેટ-૭આર ભારતના સમુદ્રી હિતોની સુરક્ષામાં ક્રાંતિ લાવશે. જીસેટ-૭આર સેટેલાઈટ ભારતીય નેવીનું નવું હથિયાર બનશે. આ સેટેલાઈટ સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઈન અને બનાવાયો છે. આ સેટેલાઈટ હિન્દ મહાસાગરના ૭૦ ટકા ભાગ અને ભારતની જમીન પર મજબૂત સિગ્નલ આપશે. નેવીના જહાજ, ફાઈટર વિમાન, સબમરીન અને ઓપરેશન સેન્ટર્સ વચ્ચે અવાજ, ડેટા અને વીડિયો કોમ્યુનિકેશન શક્ય બનશે. આ સેટેલાઈટમાં અનેક બેન્ડ્સવાળા ટ્રાન્સપોન્ડર્સ છે, જે હાઈ-સ્પીડ બેન્ડવિડ્થ આપશે, જે કનેક્શનને સુરક્ષિત અને બ્રેક વિનાના બનાવશે. આ સેટેલાઈટ ૧૦૦ ટકા દેશી પાર્ટ્સથી બનાવાયો છે, જે દર્શાવે છે કે ભારત હવે સ્પેસ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર છે. નેવીને હવે વિદેશી સેટેલાઈટ્સની ઓછી જકૂર પડશે. તેનાથી સમુદ્રમાં દુશ્મનોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને તુરંત જવાબ આપવો સરળ થશે. આ સેટેલાઈટ આગામી ૧૫ વર્ષ સુધી ભારતીય નેવીને કમ્યુનિકેશન સેવા પૂરી પાડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…
INDIA

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…

February 5, 2026
કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…
INDIA

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

February 5, 2026
વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…
INDIA

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

February 5, 2026
Next Post
ખેતરમાં ગયેલી મહિલાની પાડોશી ખેત માલિકે છેડતી કરતા ફરિયાદ | Woman who went to the farm complains of …

ખેતરમાં ગયેલી મહિલાની પાડોશી ખેત માલિકે છેડતી કરતા ફરિયાદ | Woman who went to the farm complains of ...

દાણીલીમડામાં બીઆરટીએસની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Emon sarafo a mano mwirin an a tori ewe …

દાણીલીમડામાં બીઆરટીએસની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Emon sarafo a mano mwirin an a tori ewe ...

દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch…

દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ‘શિંદે’સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી મ્હાત, ‘સ્ટ્રાઈક રેટ’ જોઈ વિરોધીઓ ચોંક્યા | Maha…

મહારાષ્ટ્રમાં ‘શિંદે’સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી મ્હાત, ‘સ્ટ્રાઈક રેટ’ જોઈ વિરોધીઓ ચોંક્યા | Maha…

2 months ago
સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમસાણ, રાજ્યસભા-લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત | Parliament winter s…

સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમસાણ, રાજ્યસભા-લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત | Parliament winter s…

2 months ago
રાજસ્થાને સરહદો પર હાઈ એલર્ટ જાહેર કર્યો, સલામતી દળોને કડક નજર રાખવા સૂચના અપાઈ | Rajasthan issues h…

રાજસ્થાને સરહદો પર હાઈ એલર્ટ જાહેર કર્યો, સલામતી દળોને કડક નજર રાખવા સૂચના અપાઈ | Rajasthan issues h…

10 months ago
છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન: ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો | Chhota …

છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન: ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો | Chhota …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News