gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરકાશીમાં 60 લોકો હજુ લાપતા, ગંગોત્રીમાં 400 પ્રવાસીઓ ફસાયા | 60 people still missing in Uttarkas…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
ઉત્તરકાશીમાં 60 લોકો હજુ લાપતા, ગંગોત્રીમાં 400 પ્રવાસીઓ ફસાયા | 60 people still missing in Uttarkas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગંગોત્રી ધામના પ્રવાસે આવેલા 500 શ્રદ્ધાળુઓ સંપર્ક વિહિન

– ઉત્તરકાશીમાં 225 સૈનિકો, એનડીઆરએફની 69 કર્મીઓની ટીમ, એરફોર્સના બે હેલિકોપ્ટર બચાવ અભિયાનમાં જોડાયા

– ધરાલીમાં ભારે વિનાશના પગલે રૂ. 400 કરોડ સુધીના નુકસાનની આશંકા : ગંગોત્રી મંદિર સમિતિ

નવી દિલ્હી : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં અચાનક આવેલા પૂર પછી ગુરુવારે ત્રીજા દિવસે પણ બચાવ અને રાહત અભિયાન ચાલુ છે. ભારતીય એરફોર્સના ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સની મદદથી વિવિધ સ્થળે ફસાયેલા ૨૭૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આર્મીએ કહ્યું કે, એક જુનિયર અધિકારી સહિત તેના નવ જવાન સાથે ૬૦થી વધુ નાગરિકો લાપતા છે. જોકે, સ્થાનિક લોકોનો દાવો છે કે લાપતા લોકોનો આંકડો ઘણો વધુ હોઈ શકે છે. સૂત્રો મુજબ ગંગોત્રી ધામના પ્રવાસે આવેલા ૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. તેમાં મુંબઈ અને કર્ણાટકના અંદાજે ૬૪ શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે.

ઉત્તરકાશીના ધરાલી ગામમાં અત્યાધુનિક સાધનોની મદદથી ગુરુવારે પર્વતના કાટમાળમાં દટાયેલા લોકોની શોધ હાથ ધરવામાં આવી છે. સેનાએ જણાવ્યું કે, એન્જિનિયરો, મેડિકલ ટીમ અને બચાવ નિષ્ણાતો સહિત ૨૨૫ સૈનિકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે હાજર છે. એરફોર્સના હેલિકોપ્ટર્સ પણ બચાવ અને રાહત કાર્યમાં કામે લાગ્યા હતા. તેમણે આર્મીના નિરાશ્રિત કેમ્પો અને આજુબાજુના ગામોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. એનડીઆરએફની ૬૯ કર્મચારીઓની ટીમ, બે કેડેવર શ્વાન્સ પણ બચાવ અભિયાનમાં જોડાયા છે. ગંગોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે કહ્યું કે, ધરાલીમાં કુદરતી આપત્તિના કારણે અંદાજે રૂ. ૩૦૦થી રૂ. ૪૦૦ કરોડના નુકસાનની આશંકા છે.

એનડીઆરએફના ડીઆઈજી ગંભીરસિંહ ચૌહાણે કહ્યું કે, આ ખૂબ જ મોટી દુર્ઘટના હતી અને ધરાલી ગામમાં વ્યાપક સ્તરે નુકસાન થયું છે. ઉત્તરકાશીને જોડતા રસ્તાઓને ભારે નુકસાન થયું છે. જોકે, અમારી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં લાગી છે. અત્યાર સુધીમાં ૨૭૪ લોકોને હર્ષિલમાં લવાયા છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, કર્ણાટક, તેલંગણા અને પંજાબના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. 

આ દુર્ઘટનામાં એક કમનીસબ ઘટનામાં પૂણેના ૨૪ મિત્રોનું એક ગ્રૂપ લાપતા છે. આ ગ્રૂપ પૂણેની એક સ્કૂલની ૧૯૯૦ની બેચના મિત્રો હતા, જેઓ મહારાષ્ટ્રના ૭૫ પ્રવાસીઓનો ભાગ હતા. ૨૪ મિત્રો ૩૫ વર્ષ પછી ચારધામના પ્રવાસ માટે એકત્ર થયા હતા. તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. મહારાષ્ટ્રના ૧૪૯ પ્રવાસીઓમાંથી ૬૧ સુરક્ષિત છે અને હનુમાન આશ્રમમાં રોકાયેલા છે. જોકે, ૭૫ના ફોન હજુ પણ બંધ છે અને નેટવર્ક કવરેજની બહાર છે.

આર્મીએ જણાવ્યું કે, ગંગોભીમાં ફસાયેલા લગભગ ૧૮૦થી ૨૦૦ પ્રવાસીઓને સેના અને આઈટીબીપી દ્વારા ભોજન, આશ્રય અને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી છે. આગામી ૨૪થી ૪૮ કલાકમાં ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને સૈનિકો અને મેડિકલ ટીમોને હર્ષિલ સુધી પહોંચાડવામાં આવશે. આ સિવાય પ્રવાસીઓને નેલોંગ હેલીપેડથી સલામત સ્થળે ખસેડાશે. લગભગ ૩૦૦ તીર્થયાત્રી અને ૧૦૦થી વધુ વેપારીઓ હાલ ગંગોત્રીમાં છે. 

એસડીઆરએફના મહાનિરીક્ષક અરૂણ મોહન જોશીએ કહ્યું કે, ધરાલીમાં ૫૦થી ૬૦ ફૂટ ઊંચો કાટમાળનો ઢગ ખડકાયો છે અને દુર્ઘટનામાં સેંકડો લોકો આ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બુધવારથી જ ઉત્તરકાશીમાં ધામા નાંખ્યા છે અને તેઓ બચાવ અને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
ઈજનેર વિભાગની કાર્ય પધ્ધતિનુ વિકેન્દ્રીકરણ, એડીશનલ સિટી ઈજનેર સહીત ૬૦થી વધુ નવી જગ્યા ખોલાશે | Decen…

ઈજનેર વિભાગની કાર્ય પધ્ધતિનુ વિકેન્દ્રીકરણ, એડીશનલ સિટી ઈજનેર સહીત ૬૦થી વધુ નવી જગ્યા ખોલાશે | Decen...

વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે | Additional 25 percen…

વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે | Additional 25 percen...

કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનસુખ વસાવાની ચેતવણી – સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ, ચૈતરે કહ્યું – અમને ફેર નથી પડતો | P…

મનસુખ વસાવાની ચેતવણી – સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ, ચૈતરે કહ્યું – અમને ફેર નથી પડતો | P…

5 months ago
પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…

પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…

3 months ago
પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

6 months ago
VIDEO: ‘પશુ પણ નથી ખાતા…’, જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ માવઠાથી નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્…

VIDEO: ‘પશુ પણ નથી ખાતા…’, જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ માવઠાથી નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News