gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરાખંડ માથે તોળાતું સંકટ: કાટમાળે ભાગીરથી નદીનો પ્રવાહ રોકીને બનાવેલું જળાશય ગમે ત્યારે ફાટશે | U…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
ઉત્તરાખંડ માથે તોળાતું સંકટ: કાટમાળે ભાગીરથી નદીનો પ્રવાહ રોકીને બનાવેલું જળાશય ગમે ત્યારે ફાટશે | U…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Harsil Landslide Creates 3 km Reservoir on Bhagirathi : ઉત્તરાખંડના ધરાલી ગામમાં ખીર ગંગા નદીએ વેરેલા વિનાશની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં તો કુદરતે ફરી ઉત્તરાખંડને બાનમાં લઈ લીધું છે. વાત છે હર્ષિલ વિસ્તારની, જ્યાં અવિરત વરસેલા વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભાગીરથી નદીનો સ્વાભાવિક પ્રવાહ અચાનક બદલાઈ ગયો છે. ગઈકાલ સુધી ચંચળતાથી વહેતી આ નદી આજે એક વિશાળ જળાશયમાં પરિવર્તિત થઈ ગઈ છે, જે લગભગ 3 કિમી લાંબું છે. આ ભૂગોળીય બદલાવે સમગ્ર વિસ્તારમાં ભય અને અશાંતિનું વાતાવરણ સર્જી દીધું છે.

કાટમાળના જથ્થાએ નદીના માર્ગમાં અવરોધ પાડ્યો 

જે ખીર ગંગા નદીએ ગાંડીતૂર બનીને ધરાલીને ધ્વસ્ત કરી દીધું એ ખીર ગંગા આગળ જતાં ભાગીરથી નદીમાં ભળી જાય છે. ખીર ગંગામાં થઈને આગળ વધેલા અને આસપાસના પહાડોમાંથી પણ આવી પડેલા કાટમાળના વિશાળ જથ્થાએ ભાગીરથી નદીના વહેણને અધવચ્ચે જ રોકી દીધો છે. નદીના મધ્યમાં બનેલા કુદરતી અવરોધે પાણીની દિશા બદલાવી દીધી છે, પરિણામે એક વિશાળ સરોવર રચાયું છે, જે લંબાઈમાં 3 કિમી જેટલું છે.

કાટમાળે કુદરતી ડેમ રચ્યો

કાટમાળના વિપુલ જથ્થાએ નદીના વહેણને અવરોધી નાખ્યો છે. જેને લીધે કુદરતી ડેમ બની ગયો છે. ડેમની પાછળ સતત પાણી ભેગું થઈ રહ્યું છે અને જળાશય વધુ ને વધુ મોટું થઈ રહ્યું છે.

આ પણ વાંચો : ઉત્તરકાશીના ધરાલીમાં નદીએ બદલો લીધો? કુદરત સાથે છેડછાડની માનવીય ભૂલનું આકરું પરિણામ!

આર્મી કેમ્પ અને હાઈવે ડૂબી ગયા

આ જગ્યાએ ભારતીય સેનાનો કેમ્પ હતો, હેલિપેડ પણ હતું. હવે એ બધું સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે. આ નવું બનેલું સરોવર એટલું વિશાળ છે કે એમાં ધરાલી–હર્ષિલ હાઇવે પણ ગરકાવ થઈ ગયો છે, જેને લીધે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. પહેલાથી જ ભૂસ્ખલન અને પૂર સામે લડી રહેલા સૈનિકો તથા રાહતદળો માટે આ નવી પરિસ્થિતિ વધુ પડકારજનક બની રહી છે.

માથે તોળાતું પૂરનું જોખમ

પાણીનું દબાણ હદપાર વધી જાય તો ડેમ તૂટે અને એમ થાય તો જળાશયમાં સંગ્રહાયેલું પાણી ધસમસતું આગળ વધીને ખતરનાક રૂપ ધારણ કરી શકે એમ છે. આવી દુર્ઘટના જાન-માલની ભારે ખાનાખરાબી સર્જી શકે છે.

રાહત અને બચાવ કાર્ય જારી છે 

હર્ષિલની પરિસ્થિતિ નાજુક છે, તેથી ભારતીય સેનાએ હેલિકોપ્ટર અને બચાવ ટુકડીઓ તૈનાત કરી છે. પાણીમાં ગરકાવ થયેલા માર્ગો અને વધતા જળસ્તરને કારણે રાહત કામગીરી અત્યંત કઠિન બની છે. સ્થાનિક વહીવટીતંત્ર અને સૈનિક દળો મળીને સંકટને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી કોઈ મોટી આપત્તિ ટાળી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…
INDIA

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…

April 2, 2026
હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…
INDIA

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…

April 2, 2026
Next Post
જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડામાં પાંચ મહિલા સહિત 26 જુગારીઓ ઝડપાયા | 26 gamblers including five…

જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડામાં પાંચ મહિલા સહિત 26 જુગારીઓ ઝડપાયા | 26 gamblers including five...

વધુ એક પ્લેન ક્રેશ: પૂણેમાં લેન્ડિંગ દરમિયાન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | pu…

વધુ એક પ્લેન ક્રેશ: પૂણેમાં લેન્ડિંગ દરમિયાન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | pu...

ભરૂચના આછોદ ગામ પાસે ટેન્કરની અડફેટે બાઈક સવાર બે મિત્રો પૈકી એકનું મોત : ટેન્કર ચાલકની અટકાયત | you…

ભરૂચના આછોદ ગામ પાસે ટેન્કરની અડફેટે બાઈક સવાર બે મિત્રો પૈકી એકનું મોત : ટેન્કર ચાલકની અટકાયત | you...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સુશાંત સિંહ રાજપૂતની મોતનો જવાબદાર….’ CBI એ 4 વર્ષ 4 મહિને ક્લૉઝર રિપોર્ટ દાખલ કર્યો

‘સુશાંત સિંહ રાજપૂતની મોતનો જવાબદાર….’ CBI એ 4 વર્ષ 4 મહિને ક્લૉઝર રિપોર્ટ દાખલ કર્યો

1 year ago
ગુજરાતી કલા અને નાટ્યજગતને મોટી ખોટ, રંગભૂમિના કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે નિધન | Raju Barot …

ગુજરાતી કલા અને નાટ્યજગતને મોટી ખોટ, રંગભૂમિના કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે નિધન | Raju Barot …

2 months ago
સંજય ભંડારીએ ભાગેડું જાહેર કરવાની ઇડીની અરજીનો વિરોધ કર્યો | sanjiv bhandari arms dealer

સંજય ભંડારીએ ભાગેડું જાહેર કરવાની ઇડીની અરજીનો વિરોધ કર્યો | sanjiv bhandari arms dealer

12 months ago
ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C…

ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News