gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે | Manufacturing sector activity hits nine month low

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in Business
0 0
0
ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે | Manufacturing sector activity hits nine month low
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : તહેવારો બાદની માગ નબળી પડતા અને અમેરિકાના ટેરિફને કારણે નિકાસ ઓર્ડરો પર અસર પડવાને પરિણામે ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ નવેમ્બરમાં ઘટી ૫૬.૬૦ સાથે નવ મહિનાની નીચી સપાટીએ રહી હતી. ઓકટોબરમાં આ આંક ૫૯.૨૦ રહ્યો હતો. ઊંચા ટેરિફની અસર દેખાવાની શરૂ થયાનું આની પરથી કહી શકાય એમ છે. 

એચએસબીસી ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) પ્રમાણે નવેમ્બરમાં નવા નિકાસ ઓર્ડર ઘટી ૧૩ મહિનાની નીચી સપાટીએ રહ્યા છે. 

વર્તમાન વર્ષના માર્ચ બાદ નવેમ્બરમાં પહેલી જ વખત ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૭ની નીચે સરકી ગયો છે. જો કે ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. 

પીએમઆઈ તૈયાર કરવા હાથ ધરાયેલા સર્વેમાં માગની સ્થિતિ પણ અસ્પષ્ટ જણાઈ હતી. કેટલાક માલસામાન માટે માગમાં આકર્ષણ જળવાઈ રહ્યું છે જ્યારે કેટલીક શ્રેણીના માલસામાન માગ નબળી પડયાનું જણાયું હતું.

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએેસટી)માં કપાતને કારણે માગમાં જોવા મળેલી વૃદ્ધિ હવે અટકી પડી છે અને ટેરિફને કારણે માગ સામે ઊભા થયેલા પડકારોને ભરપાઈ કરવા જીએસટીની કપાત પૂરતી નહીં હોવાનું જણાય છે એમ રિપોર્ટમાં નોંધાયું હતું.

બિઝનેસ કોન્ફિડેન્સ પણ નોંધપાત્ર નીચે ગયો છે. ટેરિફની અસરની ચિંતાને કારણે બિઝનેસ કોન્ફિડેન્સ નબળો પડી સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ ગયો છે.

કર્મચારીઓની ભરતી પણ સાવચેતીપૂર્ણ રીતે થઈ રહ્યાના સંકેત મળે છે. ભરતીની માત્રા નવેમ્બરમાં ૨૧ મહિનાની નીચી સપાટીએ રહી હતી. જો કે માલસામાનની કિંમતોમાં નરમાઈ આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસ દર ૮.૨૦ ટકા સાથે દોઢ વર્ષની ટોચે રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં મજબૂત વિકાસ દરને જોતા સંપૂર્ણ વર્ષનો વિકાસ દર સાત ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે. 

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં બે લાખથી વધુ ખાનગી કંપનીઓ બંધ પડી ગઈ

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં બે લાખથી વધુ ખાનગી કંપનીઓ બંધ પડી ગઈ છે. કોર્પોરેટ બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન હર્ષ મલ્હોત્રા દ્વારા  લોકસભામાં પૂરી પડાયેલી લેખિત માહિતીમાં જણાવાયું હતું કે, નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ થી નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના ગાળામાં કુલ ૨,૦૪,૨૬૮ કંપનીઓ બંધ પડી ગઈ હતી.

અમાલ્ગમેશન, કન્વર્ઝન,  છૂટા પડવા અથવા સત્તાવાર રેકોર્ડસમાંથી દૂર થઈ જવાને કારણે કંપનીઓની સંખ્યા ઘટી છે. 

આ કંપનીઓના કર્મચારીઓના પુનર્વસન બાબતે સરકાર પાસે હાલમાં કોઈ દરખાસ્ત નહીં હોવાની પણ સ્પષ્ટતા કરાઈ હતી. લાંબા ગાળા સુધી બિનસક્રિય હોય તેવી કંપનીઓને રેકોર્ડસ પરથી દૂર કરવામાં આવે છે.  નિયનકારી ધોરણોના પાલન કરીને કંપનીઓ સ્વૈચ્છીક રીતે બંધ થઈ શકે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…
Business

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

February 11, 2026
વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું | Gold and Silver Rate…
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું | Gold and Silver Rate…

February 11, 2026
સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…
Business

સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

February 11, 2026
Next Post
ગાંજા, ચરસ, દારૂ માટે ગુજરાત ખુલ્લું મેદાન, હવાઈ અને ટ્રેન માર્ગે ‘No Toll Tax’ | gujarat open field…

ગાંજા, ચરસ, દારૂ માટે ગુજરાત ખુલ્લું મેદાન, હવાઈ અને ટ્રેન માર્ગે 'No Toll Tax' | gujarat open field...

ખાખી-સરકારની મહેરબાની! દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં | gujarat …

ખાખી-સરકારની મહેરબાની! દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં | gujarat ...

ગામડાં કરતાં શહેરોમાં BLOની ઊંઘ વધુ હરામ, સહકાર પણ ઓછું મળતું હોવાના દાવા | blo face more challenges…

ગામડાં કરતાં શહેરોમાં BLOની ઊંઘ વધુ હરામ, સહકાર પણ ઓછું મળતું હોવાના દાવા | blo face more challenges...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠાસરાના પ્રાંત અધિકારીએ બેઠક બોલાવી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા | Thasra provincial officer cal…

ઠાસરાના પ્રાંત અધિકારીએ બેઠક બોલાવી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા | Thasra provincial officer cal…

5 months ago
Explainer: અરવલ્લી પર્વતમાળા પર સંકટની હકીકત, સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધનું કારણ શું છે | Araval…

Explainer: અરવલ્લી પર્વતમાળા પર સંકટની હકીકત, સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધનું કારણ શું છે | Araval…

2 months ago
તારાપુરના 11 અને ખંભાતના બે ગામને સાવચેત રહેવા તાકીદ | 11 villages of Tarapur and two villages of Kh…

તારાપુરના 11 અને ખંભાતના બે ગામને સાવચેત રહેવા તાકીદ | 11 villages of Tarapur and two villages of Kh…

7 months ago
સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકે 13.53 લાખની લોન મંજૂર કરી | B…

સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકે 13.53 લાખની લોન મંજૂર કરી | B…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News