gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરેઠમાં બે કલાકમાં સાડા ચાર અને બોરસદમાં અઢી ઇંચ વરસાદ | Four and a half inches of rain in two hour…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
ઉમરેઠમાં બે કલાકમાં સાડા ચાર અને બોરસદમાં અઢી ઇંચ વરસાદ | Four and a half inches of rain in two hour…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદ જિલ્લામાં બીજા દિવસે વરસાદ, બોરસદના મકાનમાં વીજળી પડી 

ઉમરેઠની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા, અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ ખેતરો બેટમાં ફેરવાતા ડાંગર, કેળ અને તમાકુના ધરૂવડિયાને નુકસાનનો ભય

આણંદ: આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. ઉમરેઠમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ અને બોરસદમાં અઢી ઇંચ વરસાદ પડતા ઠેરઠર જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ હતી. ઉમરેઠ શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાતા ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભય છે. જયારે જિલ્લાના આણંદમાં દોઢ,ખંભાતમાં એક ઇંચ અને અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ પડયો હતો. 

આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ઉમરેઠમાં સવારે ૮થી ૧૦ વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ પડયો હતો. ઉમરેઠથી ડાકોર, ઉમરેઠથી આણંદ અને ઉમરેઠથી સારસા જવાના રોડ પર પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. શહેરની વિવિધ વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા.સોસાયટીઓમાં પાણી ભરાતા વીજ પુરવઠો ઠપ થયો હતો. 

બોરસદમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો અને શહેરની ટાવર વિસ્તારના સોખડીયા ખડકીના મકાનમાં વિજળી પડી હતી. મકાનના ધાબાની પેરાફીટ ઉપરથી સિમેન્ટ અને ઇંટો ઊખડી ગઈ હતી. પેરાફીટ ઉપર તિરાડ પણ પડી ગઈ હતી. વીજ ઉપકરણોને નુકસાન થયું હતું. શહેરના વિવિધ વિસ્તારો અને મહી નદીના કાંઠાના ૨૦થી વધુ ગામોમાં પાણી ભરાઇ ગયા હતા. વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. મોટાભાગના રસ્તા પર એક ફૂટથી વધુ પાણી ભરાઇ જવાથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. 

તાલુકાના ગામનો ખેતરોમાં બેટમાં ફેરવાયા હતા. જેના કારણે ડાંગર, બાજરી,કેળ, તમાકુના ધરૂવડિયા,શાકભાજીના નુકસાન થવાની દહેશત છે. 

 જયારે આણંદ જિલ્લામાં સરેરાશ ૨૯ ઇંચ વરસાદ પડયો છે. જયારે બોરસદમાં ૩૯, આણંદમાં ૩૯, ઇંચ સિઝનનો વરસાદ નોંધાયો છે.  

– બોરસદના વિવિધ વિસ્તારોના મકાનોમાં પાણી ભરાતા મુશ્કેલી 

ભારે વરસાદથી બોરસદમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે આણંદ ચોકડી વિસ્તારની અન્નપૂર્ણા સોસાયટી, ડી.કે નગર, કૃષ્ણનગર, ધરતીનગર વિભાગ એક- બે, સહિતની સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસી જતા મહિલાઓને પાણી ઉલેચવાની ફરજ પડી હતી. બોરસદના વન તળાવ વિસ્તાર ટાઉનહોલ વિસ્તાર ભોપા ફળી. તથા વાંસકુવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. 

– બોરસદ, આંકલાવ તાલુકાના 30 ગામોમાં પૂર જેવી સ્થિતિ 

ભારે વરસાદના કારણે કઠોલ, ગાંજણા કંકા પુરા, રાસ, ઝરોલા, બિલપાડ, નવાખલ સહિત ૩૦થી વધુ ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ખેતરો બેટમાં ફેરવાયા હતા અને રોડ પર પાણી ભરાતા જીવનજીવનને અસર થઇ હતી.

ખેડા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ 

નડિયાદ શહેરમાં ત્રણ ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા 

શહેરના રબારીવાડ, વીકેવીરોડ,ત્રણ ગરનાળા સહિત નિચાણાવાળા વિસ્તારો જળબંબાકાર 

નડિયાદ: નડિયાદ સહિત ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. નડિયાદમાં વધુ ૩ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીનવને અસર થઇ હતી. જિલ્લામાં સિઝનનો ૮૧૪.૪ મિ.મી. વરસાદ નોંધાયો છે. 

ખેડા જિલ્લામાં બે દિવસથી વરસાદ પડતા નદીઓ, તળાવો, ચેકડેમો છલકાવા લાગ્યા છે. નડિયાદમાં ૨૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રબારીવાડ,વીકેવી રોડ, શ્રેયસ ગરનાળા, માઈ મંદિર ગરનાળા અને ખોડિયાર ગરનાળા  સહિત  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોને મુશ્કેલી ઉભી થઇ હતી અને વિઝિબિલિટી ઘટી ગઇ હતી. તંત્ર દ્વારા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.  આજે સવારે ૬થી બપોરના ૨ વાગ્યા સુધીામાં ખેડા જિલ્લામાં સરેરાશ ૨૦.૩ મિ.મી. વરસાદ નોંધાયો છે અને નડિયાદ તાલુકામાં સૌથી વધુ ૭૬ મિ.મી. ,વસોમાં ૩૮ મિ.મી., ગળતેશ્વરમાં ૨૨ મિ.મી., મહુધામાં ૨૦ મિ.મી., મહેમદાવાદમાં ૧૩ મિ.મી., ઠાસરામાં ૧૦ મિ.મી., ખેડામાં ૯ મિ.મી., માતરમાં ૭ મિ.મી., કઠલાલમાં ૬ મિ.મી. અને કપડવંજમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો છે. આજના વરસાદ બાદ સમગ્ર જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૮૧૪.૪ મિ.મી. થયો છે. 

ખેડા જિલ્લામાં વરસાદના કારણે બંધ થયેલા રસ્તાઓ 

અતિવૃષ્ટિના કારણે ખેડા જિલ્લામાં કેટલાક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ઠાસરા-ગોપલા રોડ ઓવરટોપિંગને કારણે બંધ છે અને તેના વૈકલ્પિક રૂટ તરીકે લહેરાવી ગોપલા રોડનો ઉપયોગ કરી શકાય છે. તેવી જ રીતે, ઠાસરા-ચંદ્રાવલ રસુલપુર એકલવેલુ રોડ પણ ઓવરટોપિંગને લીધે બંધ કરાયો છે. આ રસ્તાના વાહનચાલકો રસુલપુરથી ઠાસરા થઈને ડાકોર-સેવાલીયા સ્ટેટ હાઈવે અથવા એકલવેલુથી ચંદ્રાવલ થઈને કપડવંજ સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકે છે. નડિયાદ-ઠાસરા રોડ પર ચકલાસી વાલોડા માઈ મંદિર રોડ અને ચકલાસી-ખેડા રોડ ઓવરફ્લો થતા પાણીના કારણે બંધ છે, જેના કારણે ૨૯/૦૮/૨૦૨૫થી વાહનવ્યવહાર અટકી ગયો છે. આ રસ્તા માટે ચકલાસી વાલોડાથી કઠલાલ રોડ વૈકલ્પિક માર્ગ તરીકે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ગળતેશ્વર-પોલરી મુવાડીથી વાઘારોલી રોડ પણ ઓવરટોપિંગને કારણે બંધ છે, અને તેના બદલે જરગાવથી પોલરી મુવાડીનો ઉપયોગ થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…
GUJARAT

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

May 17, 2026
દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…
GUJARAT

દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…

May 17, 2026
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …
GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …

May 17, 2026
Next Post
બચતોમાં મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો છેલ્લા 10 વર્ષમાં છ ગણો વધ્યો | Mutual funds’ share in savings has …

બચતોમાં મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો છેલ્લા 10 વર્ષમાં છ ગણો વધ્યો | Mutual funds' share in savings has ...

‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup…

'હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ...' સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup...

અમૂલ ડેરીની ચૂંટણીમાં ચાર બેઠકો બિનહરીફ 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે જંગ જામશે | Amul Dairy electi…

અમૂલ ડેરીની ચૂંટણીમાં ચાર બેઠકો બિનહરીફ 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે જંગ જામશે | Amul Dairy electi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જેલમાં મોન્ટુ નામદારની ‘મોજ’: મોબાઈલ, દારૂ-નોનવેજ મળતું હોવાની ગૃહવિભાગમાં ફરિયાદ | VVIP Trea…

વડોદરા જેલમાં મોન્ટુ નામદારની ‘મોજ’: મોબાઈલ, દારૂ-નોનવેજ મળતું હોવાની ગૃહવિભાગમાં ફરિયાદ | VVIP Trea…

4 weeks ago
સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

4 months ago
મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન હોળી અભિયાન , અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ | Green Hol…

મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન હોળી અભિયાન , અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ | Green Hol…

3 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News