gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો | …

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદની શાળાઓ અને નીચલી અદાલતોને છેલ્લા એક વર્ષથી બોમ્બ બ્લાસ્ટ અને અન્ય ધમકીભર્યા ઈ-મેઈલ મોકલી ફાળકો ફેલાવનાર મુખ્ય સૂત્રધારને અમદાવાદ સાયબર ક્રાઈમ અને શહેર ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી મૂળ બાંગ્લાદેશના ઢાકાનો રહેવાસી છે, જેનું નામ માઈકલ બિશ્વાસ છે પરંતુ તે ભારતમાં સૌરભ બિશ્વાસના નામે ગેરકાયદેસર રીતે રહેતો હતો. આરોપી VPN અને પ્રોક્સી IP એડ્રેસનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. પોલીસે આ મામલે સાયબર ટેરરિઝમની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીની બહેન પણ સંડોવાયેલી

તપાસમાં ખુલાસો થયો છે કે માત્ર 12 પાસ હોવા છતાં આરોપી સોશિયલ મીડિયા અને યુટ્યુબ દ્વારા સાયબર ક્રાઈમની ટેકનિકો શીખ્યો હતો. તે જૂના અને ડેડ ઈ-મેઈલ આઈડી હેક કરી તેના પાસવર્ડ બદલીને અન્ય દેશોના સંગઠનોને વેચતો હતો. પોલીસ એક્સપર્ટે ગ્રાહક બનીને આરોપીનો સંપર્ક કર્યો અને USDTમાં નાણાં ચૂકવીને તેને ટ્રેપમાં ફસાવ્યો હતો. આરોપીએ અત્યાર સુધીમાં 250થી વધુ આઈડી વેચ્યા હોવાનું કબૂલ્યું છે, જેમાં ખાલિસ્તાની મોડ્યુલ અને ચેન્નાઈ મોડ્યુલના લખાણો પણ સામે આવ્યા છે. આ રેકેટમાં તેની બહેન પણ સંડોવાયેલી હોવાની પ્રાથમિક વિગતો મળી છે. અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ તેણે ધમકીઓ આપી હોવાથી હવે કેન્દ્રીય એજન્સીઓ અને અન્ય રાજ્યોની પોલીસ પણ તેની પૂછપરછ કરવા અમદાવાદ આવશે.

કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCPએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી શાળાઓ, એરપોર્ટ અને કોર્ટ સંકુલમાં બોમ્બની ધમકી આપતા અલગ-અલગ ઈમેઈલ આઈડીથી મેસેજ મળતા હતા. આ તપાસમાં અમારી ટીમે બાંગ્લાદેશના ઢાકાના મૂળ વતની માઈકલ વિશ્વાસ.જે ભારતમાં સૌરભ વિશ્વાસ તરીકે રહેતો હતો. તેને પશ્ચિમ બંગાળની સરહદ પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા પાંચ-છ વર્ષથી ભારતમાં રહેતો હતો અને તેની સાથે તેની બહેનની સંડોવણી પણ જણાઈ રહી છે. અમે તેને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેથી આ આખા નેટવર્કની ઊંડી તપાસ કરી શકાય.

12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો 2 - image

વણવપરાયેલી ઈમેઈલ આઈડી હેક કરતા

‘આ આરોપીની કામ કરવાની પદ્ધતિ એવી હતી કે તેઓ જૂના કે વપરાશમાં ન હોય તેવા ઈમેઈલ આઈડી હેક કરતા અને તેના રિકવરી આઈડી તથા પાસવર્ડ બદલી નાખતા હતા. ત્યારબાદ આ તૈયાર કરેલા આઈડી તેઓ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સને USDT એટલે કે ક્રિપ્ટોકરન્સીના બદલામાં વેચતા હતા. આ આઈડીનો ઉપયોગ કરીને અમદાવાદની શાળાઓ, એરપોર્ટ અને જિલ્લા કોર્ટ ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને બંગાળ જેવા રાજ્યોમાં ધમકીભર્યા મેઈલ મોકલવામાં આવતા હતા. તેઓ પોતાની ઓળખ છુપાવવા માટે VPN અને પ્રોક્સી આઈપીનો ઉપયોગ કરતા હતા, જેના કારણે તેમને ટ્રેક કરવા ખૂબ જ મુશ્કેલ હતા.’

આ પણ વાંચો: Explainer: અમેરિકા માટે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ, જાણો મધ્ય-પૂર્વ યુદ્ધ 100 દિવસ ચાલે તેવી શક્યતાનું કારણ

‘અમારી સાયબર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ કેસ ઉકેલવા માટે પોતે ગ્રાહક બનીને તેમની સાથે USDTમાં ટ્રાન્ઝેક્શન કર્યું અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા રિકવરી આઈડી મેચ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીમાં અમને 250થી વધુ ઈમેઈલ આઈડીની વિગતો મળી છે, જેમાંથી 50થી 60 આઈડીનો ઉપયોગ ધમકી આપવા માટે થયો હોવાનું જણાય છે. અમે આ મામલે IT એક્ટની કલમ 66F હેઠળ સાયબર ટેરરિઝમનો ગુનો દાખલ કર્યો છે. આ એક વ્યવસ્થિત સંગઠિત ગુનાખોરી છે અને અમે તેના મુખ્ય હેન્ડલર્સ સુધી પહોંચવા માટે અન્ય દેશોની એજન્સીઓ સાથે પણ સંપર્કમાં છીએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન | Kw…

કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન | Kw...

વડતાલધામમાં સેવા, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ: RSS વડા મોહન ભાગવતે લક્ષ્મીનારાયણ દેવના આશીર્વ…

વડતાલધામમાં સેવા, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ: RSS વડા મોહન ભાગવતે લક્ષ્મીનારાયણ દેવના આશીર્વ...

Explainer: ઈરાન-અમેરિકા યુદ્ધની જ્યોતિષીય આગાહી, જાણો ક્યાં સુધી ચાલશે યુદ્ધ અને શું છે તેની પાછળના …

Explainer: ઈરાન-અમેરિકા યુદ્ધની જ્યોતિષીય આગાહી, જાણો ક્યાં સુધી ચાલશે યુદ્ધ અને શું છે તેની પાછળના ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇંધણ અછતની અફવા વચ્ચે છોટા ઉદેપુરમાં હંગામો: સંખેડાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે યુવકો બ…

ઇંધણ અછતની અફવા વચ્ચે છોટા ઉદેપુરમાં હંગામો: સંખેડાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે યુવકો બ…

4 months ago
આજથી એક લાખથી વધુ આંગણવાડી-આશા વર્કર 3 દિવસ હડતાળે, 27 બેઠક છતાં પ્રશ્નો ન ઉકેલાયા | Gujarat Anganwa…

આજથી એક લાખથી વધુ આંગણવાડી-આશા વર્કર 3 દિવસ હડતાળે, 27 બેઠક છતાં પ્રશ્નો ન ઉકેલાયા | Gujarat Anganwa…

4 months ago
સાયલા- સુદામડા રોડ પર અકસ્માતમાં યુવાનું મોત | Youth dies in accident on Sayla Sudamada road

સાયલા- સુદામડા રોડ પર અકસ્માતમાં યુવાનું મોત | Youth dies in accident on Sayla Sudamada road

7 months ago
મારામારી પ્રકરણમાં સામે પક્ષે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી | Opposite party files complaint aga…

મારામારી પ્રકરણમાં સામે પક્ષે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી | Opposite party files complaint aga…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News