gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…
1
VIEWS
Share on FacebookShare on Twitter

IndiGo Airline: ભારત હાલમાં હવાઈ મુસાફરીના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કેન્દ્રમાં દેશની સૌથી મોટી એરલાઇન IndiGo છે. છેલ્લા કેટલાક સમયમાં IndiGoએ 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે, જેના કારણે દેશભરના ઍરપોર્ટ્સ પર અફરાતફરીનો માહોલ છે અને સામાન્ય મુસાફરો તથા સેલેબ્સ પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડોમેસ્ટિક ઉડાનોનું સૌથી મોટું નેટવર્ક ધરાવતી IndiGoમાં આટલા મોટા સંકટ માટે કોઈ એક કારણ નહીં, પરંતુ ઘણા પરિબળો જવાબદાર છે.

સંકટ કેવી રીતે વધ્યું?

શરુઆતથી જ IndiGo ફ્લાઇટ્સ લેટ પડવાની સમસ્યાનો સામનો કરી રહી હતી. શરુઆતમાં એરલાઇને આ માટે નાની તકનીકી ખામીઓ, શિયાળા માટેનું નવું ફ્લાઇટ ટાઇમિંગ, ઍરપોર્ટ પરની ભીડ અને હવામાનને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ એરલાઇનને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે સરકારે ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન'(FDTL) નામના નવા નિયમો લાગુ કર્યા, જેનો હેતુ પાયલોટ્સને થાકથી બચાવવાનો હતો.

પહેલેથી જ સ્ટાફની અછત સાથે વધુ ઉડાન સંચાલન કરી રહેલી IndiGo માટે આ નિયમો મુશ્કેલીરૂપ બન્યા. આ નિયમોના કારણે મોટી સંખ્યામાં પાયલોટ્સ ફરજિયાત આરામ પર જતા રહ્યા, જેનાથી સ્ટાફની ભારે અછત સર્જાઈ અને અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી.

એરબસ 320ની ચેતવણી

એરબસ A320 એરક્રાફ્ટના કોમ્પ્યુટરને અતિશય રેડિયેશન અને ઓવરહિટિંગથી બચાવવા માટે તાત્કાલિક સોફ્ટવેર અપડેટ જરૂરીની ચેતવણી આપી હતી. જેના કારણે વિશ્વભરના 6000થી વધુ અને ભારતના આશરે 250 A320 વિમાનો પ્રભાવિત છે. જૂના મોડેલોને અપડેટ થવામાં 1થી 2 દિવસ લાગી શકે છે, જેનાથી પ્રવાસન અને વેપાર પર અસર પડશે. DGCAએ IndiGo અને Air India સહિત તમામ એરલાઇન્સને સેફ્ટી ગાઇડલાઇનનું પાલન કરીને સુરક્ષા માપદંડો પૂરા કર્યા વિના વિમાનને સેવામાં ન મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

સરકારના નિયમો ઉપરાંત, એરબસ 320ની ચેતવણી બાદ મોડી રાતની ઉડાનો પણ પ્રભાવિત થવા લાગી. રાતના 12 વાગ્યા પછી નવા નિયમો સખ્તાઈથી લાગુ થતા હોવાથી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો શરૂ થયો.

સરકારે આપી આંશિક રાહત

ભારતમાં સૌથી વધુ ઉડાન સંચાલન કરતી IndiGo માટે તેનું મોટું નેટવર્ક જ સંકટનું કારણ બની ગયું છે. જોકે, મુસાફરોની હાલાકી જોતા સરકારે નવા નિયમોમાં આંશિક રાહત આપી છે.

જોકે ડીજીસીએ(DGCA)એ શુક્રવારે નવો આદેશ જાહેર કરીને એક મહત્ત્વપૂર્ણ નિયમ પાછો ખેંચી લીધો. આ નિયમ મુજબ પાયલોટ્સના સાપ્તાહિક આરામને રજામાં બદલી શકાતો નહોતો. સરકાર દ્વારા આ નિયમ હટાવવાથી એરલાઇનને પાયલોટને રોટેટ કરવામાં સરળતા થશે, જેનાથી દબાણ ઓછું થવાની આશા છે.

આ પણ વાંચો: No Means No… : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ

પાઇલટ્સ યુનિયનનો અસંતોષ

નિયમ હટાવ્યા બાદ IndiGo સ્થિરતાની આશા રાખી રહી છે, પરંતુ પાઇલટ્સ યુનિયન નારાજ છે તેમનો આરોપ છે કે, IndiGo મેનેજમેન્ટે સમયસર નવા નિયમો અને સમસ્યાઓ માટે તૈયારી કરી નહોતી, જ્યારે તેમને આ અંગેની જાણકારી હતી. નવી ભરતી કરવાને બદલે એરલાઇને પહેલાથી જ ઓછા સ્ટાફને વધુ ઘટાડ્યો, જેનાથી સમસ્યા વધુ વકરી.

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે IndiGoએ સરકાર પર દબાણ લાવવા અને નિયમોમાં ઢીલ મેળવવા માટે આ સંકટને પ્રોત્સાહન આપ્યું છે. જોકે, પાઇલટ્સ યુનિયને તેને પાયલોટ અને હવાઈ મુસાફરોની સુરક્ષા સાથે જોડીને ગંભીર મુદ્દો ગણાવ્યો છે.

સ્થિરતાની આશા

કારણ ભલે ગમે તે હોય, ઍરપોર્ટ્સ પર સામાન્ય મુસાફરોને જ હાલાકી ભોગવવી પડી રહી છે. સરકારનું માનવું છે કે 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં સંપૂર્ણ સ્થિરતા લાવી શકાશે.

ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
INDIA

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …

February 12, 2026
Next Post
No Means No… : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઇમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ | shashi tharoor …

No Means No... : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઇમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ | shashi tharoor ...

દારૂ-ડ્રગ્સના વેચાણ સામે વિરોધ કરી NSUI દ્વારા ચક્કાજામ: કાર્યકરોની અટકાયત | NSUI protests against s…

દારૂ-ડ્રગ્સના વેચાણ સામે વિરોધ કરી NSUI દ્વારા ચક્કાજામ: કાર્યકરોની અટકાયત | NSUI protests against s...

હરણી એરપોર્ટ પર આજે પાંચમા દિવસે ઈન્ડિગોની છ ફ્લાઇટો રદ થતાં મુસાફરો અટવાયા | Passengers stranded at…

હરણી એરપોર્ટ પર આજે પાંચમા દિવસે ઈન્ડિગોની છ ફ્લાઇટો રદ થતાં મુસાફરો અટવાયા | Passengers stranded at...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ, માંડ માંડ 19 લોકોના જીવ બચાવાયા | Stairs collaps…

સુરતમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ, માંડ માંડ 19 લોકોના જીવ બચાવાયા | Stairs collaps…

3 months ago
સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ | Pollution in the air is the result of the pollution of …

સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ | Pollution in the air is the result of the pollution of …

4 months ago
ગોસળ ગામમાંથી રૃ.26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે શખ્સ ઝડપ્યો | Man arrested with 26 marijuana plants…

ગોસળ ગામમાંથી રૃ.26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે શખ્સ ઝડપ્યો | Man arrested with 26 marijuana plants…

1 month ago
એક્ઝીબીશનના નામે ૬.૧૦ કરોડના સોના દાગીના લઇ જ્વેલર્સ સાથે ઠગાઇ | three jwelers duped gold jwlery wor…

એક્ઝીબીશનના નામે ૬.૧૦ કરોડના સોના દાગીના લઇ જ્વેલર્સ સાથે ઠગાઇ | three jwelers duped gold jwlery wor…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News