
– વીજમાંગને પહોંચી વળવા જૂના વીજ પ્લાન્ટ ફરી ચાલુ કરવા પડશે
– એઆઇએ ઉર્જા વાપરવામાં પણ સ્માર્ટ બનવું પડશે, ઘણાં દેશમાં એઆઇ ઉર્જા નીતિનો હિસ્સો ગણાવા માંડયો
નવી દિલ્હી : દુનિયાભરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇ એજન્ટ્સ-દ્વારા કામ કરાવવાનો મોહ વધતો જાય છે તેની પાછળ વીજળી પણ મોટાં પ્રમાણમાં વપરાય છે. જેને કારણે સંજોગો એવા સર્જાયા છે કે વીજળીની ખપતના મામલે એઆઇની ગણતરી હવે એક દેશની જેમ કરવામાં આવે છે. હકીકત તો એ છે કે ઘણંાં દેશના વીજવપરાશ કરતાં એઆઇનો વીજ વપરાશ અનેકગણો વધી ચૂક્યો છે અને યુરોપ અને યુએસમાં તો એઆઇ દ્વારા વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા માટે વીજ કંપનીઓને જુના વીજ પ્લાન્ટ ફરી શરૂ કરવાની નોબત આવી છે.










