gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in Business
0 0
0
ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ચાંદીમાં તોફાની તેજી:વૈશ્વિક ચાંદી ઝડપી ઉછળી ઔંસના 80 ડોલર નજીક પહોંચી: હવે 100 ડોલર પર નજર

– સોનું ઉછળી રૂ.145000ની ટોચે: વૈશ્વિક તેજીનો રેલો ભારતના ઝવેરી બજારોમાં ફરી વળ્યો: આ વર્ષે ચાંદીમાં 170 ટકાની વૃદ્ધી: ઔદ્યોગિક માગ વધતાં સપ્લાય ડેફીસીટ વધી 

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી વેગથી આગળ વધી હતી તથા ભાવમાં સ્પ્રિંગ જેવો નવો ઉછાળો આવતાં બજારના ઝવેરીઓ તથા ખેલાડીઆ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં તોફાની તેજી આગળ વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે પણ તેજીનું તોફાન આગળ વધ્યું હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ઝડપી ઉછળી રૂ.અઢી લાખની સપાટી પાર કરી ઉંચામાં ભાવ રૂ.૨૫૨૦૦૦ બોલાઈ જતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ શુક્રવારે વધી રૂ.૨૩૩૦૦૦ રહ્યા પછી શનિવારે ભાવમાં વધુ ઝડપી રૂ.૧૯ હજારનો તોતીંગ ઉછાળો આવતાં ભાવ વધી રૂ.અઢી લાખની ઉપર ઝડપથી જતા રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ બજારમાં આજે ચાંદી પાછળ સોનાના ભાવ પણ ૧૦ ગ્રામદીઠ ઝડપી રૂ.૨૫૦૦ ઉછળતાં ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૫૦૦૦ બોલાઈ ગયા હતા. વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૪.૪૦થી ૭૪.૪૧ ડોલરથી ઉછળી ઉંચામાં ભાવ ૭૯ ડોલરની સપાટી વટાવી ૭૯.૨૭થી ૭૯.૨૮ ડોલર બોલાયાના  નિર્દેશો હતા. ચાંદીમાં એક તરફ સપ્લાય ડેફીસીટ તથા બીજી તરફ વિવિધ ઉદ્યોગોની માગ વધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, ચાંદીમાં વધતી બજારે સટ્ટોડિયાઓ પણ એક્ટીવ બન્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. વિશ્વ બજારમાં ચાંદી પાછળ આજે સોનાના ભાવ પણ ઔંસના ૪૫૧૩થી ૪૫૧૪ ડોલરવાળા ઉછળી છેલ્લે ૪૫૩૩થી ૪૫૩૪  ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૯.૮૫થી ૮૯.૮૬  વાળા વધી રૂ.૮૯.૯૩ થી ૮૯.૯૪ આસપાસ બોલાતાં થતાં ઝવેરી બજારમાં તેજીને પીઠબળ મળી ગયું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં કોપરના ભાવ વધુ ૪થી ૫ ટકા ઉછળતાં તેની ઈમ્પેકટ પણ ચાંદી બજારમાં પોઝીટીવ આવી હતી. ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઈટીએફમાં  ઈન્ફલો પણ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. આ વર્ષે ચાંદીના ભાવ આશરે ૧૬૦થી ૧૭૦ ટકા ઉછળ્યા છે. ચાંદીમાં ઈલેકટ્રીક વેહીકલ્સ, સોલાર, સેમી કંડકટર, ડેટા સેન્ટર્સ વિ.ની ઉદ્યોગો તરફથી માગ વધુ તથા સપ્લાય ઓછી રહેતાં આશરે ૧૫ કિલો ઔંસની સપ્લાય ડેફીસીટ જોવા મળી છે. 

હવે ટૂંકમાં શરૂ થનારા નવા વર્ષમાં વિશ્વ બજારમાં ચાંદીના ભાવ વધુ વધી ઔંસના ૧૦૦ ડોલર થઈ જવાની શક્યતા જોતાં ઘરઆંગણે આગળ ઉપર ચાંદીના ભાવ ૩ લાખ રૂપિયા થઈ જવાની શક્યતા બળવત્તર બની હોવાનું બજારના તજજ્ઞાોએ જણાવ્યું હતું.

વિશ્વવ્યાપી ધોરણે ચાંદીમાં છેલ્લા સતત પાંચ વર્ષથી સપ્લાય ડેફીસીટની સ્થિતિ જોવા મળી છે. ચીન દ્વારા ચાંદીની નિકાસ પર અંકુશોના સંકેતો તથા લંડન અને ન્યુયોર્ક બજારમાં ચાંદીના સ્ટોકમાં ઘટાડાના સંકેતોએ તેજીને નવા કારણો આપ્યા છે. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૭૪૦૪થી વધી રૂ.૧૩૯૪૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૭૯૫૬થી વધી રૂ.૧૩૯૯૫૦ બોલાતા થયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૩૮૦થી ૨૩૮૧ વાળા વધી ૨૪૫૮થી ૨૪૫૯ ડોલર બોલાયા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૮૩૬થી ૧૮૬૭ વાળા વધી ૧૯૪૧થી ૧૯૪૨ ડોલર રહ્યા હતા. જો કે ક્રૂડતેલના ભાવ આજે ઝડપી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ ૬૨.૨૯ વાળા નીચામાં ભાવ ૬૦.૫૬ થઈ ૬૦.૬૪ ડોલર રહ્યા હતા. યુક્રેનના પ્રમુખની અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે મળનારી મિટિંગ પર ક્રૂડતેલ બજારની નજર રહી હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭.૮૬ તથા ઉંચામાં ૯૮.૧૩ થઈ છેલ્લે ૯૮.૦૫ રહ્યાના નિર્દેશો હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ખીજડીયા નજીક બાઈક સ્લીપ થતાં અજાબના યુવાનનું મોત | A young man from Ajab died after his bike slipped…

ખીજડીયા નજીક બાઈક સ્લીપ થતાં અજાબના યુવાનનું મોત | A young man from Ajab died after his bike slipped...

SREI ગ્રુપના પ્રમોટરોએ પંજાબ નેશનલ બેંકને રૂ. 2434 કરોડનો ચૂનો લગાવ્યો | SREI Group promoters embezz…

SREI ગ્રુપના પ્રમોટરોએ પંજાબ નેશનલ બેંકને રૂ. 2434 કરોડનો ચૂનો લગાવ્યો | SREI Group promoters embezz...

જામનગરથી LDO ભરીને સલાયા બંદરે બોટ માટે વેચાણનું કૌભાંડ | Scam of selling boats to Salaya Port by fi…

જામનગરથી LDO ભરીને સલાયા બંદરે બોટ માટે વેચાણનું કૌભાંડ | Scam of selling boats to Salaya Port by fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote…

જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote…

12 months ago
ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, વલસાડ-છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી …

ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, વલસાડ-છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી …

11 months ago
અમદાવાદ: SG હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો રોડ 6 મહિના માટે રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ | Ahm…

અમદાવાદ: SG હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો રોડ 6 મહિના માટે રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ | Ahm…

11 months ago
મહેસાણામાં ગોઝારી ઘટના: પિતાની ચૂકથી વ્હાલસોયા દીકરાનું કરૂણ મોત, ટ્રક રિવર્સ લેતા કચડાયો | Mehsana …

મહેસાણામાં ગોઝારી ઘટના: પિતાની ચૂકથી વ્હાલસોયા દીકરાનું કરૂણ મોત, ટ્રક રિવર્સ લેતા કચડાયો | Mehsana …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News