![]()
અમદાવાદ, સોમવાર
સાયબર ગઠિયા લોકો સાથે છેતરપીંડી કરવા માટે અવનવી યુક્તિઓ અપનાવી રહ્યા છે, નિકોલમાં આરોપીએ બેકાર યુવકને નોકરી રાખીને અડવાન્સ પગારના રૃા. ૧૦ હજાર આપવાની લાલચ આપી હતી અને બેકારના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવીને ગઠિયાએ અનેક લોકો સાથે ક્રિપ્ટો કરન્સી સહીતની ઠગાઇ કરીને યુવકના ખાતામાં રૃા. ૨૦.૩૦ લાખ જમા કરીને ઉપાડી લઇને અનેક લોકો સાથે ઠગાઇ કરી હતી. નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રિપ્ટો કરન્સી તથા સાઇબર ફ્રોડ કરીને બેકાર યુવકના ખાતામાં જમા કરાવીને અનેક લોકો સાથે ઠગાઇ કરી ઃ નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
નિકોલ પોલીસે નિકોલમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે નિકોલમાં રહેતા યુવકની દિવાળી બાદ નોકરી છૂટી ગઇ હતી જેથી નોકરી માટે આરોપી પાસે ગયો હતો આરોપીએ પોતાનું બેન્ક એકાઉન્ટ બંધ થઇ ગયું હોવાથી યુવકના નામે એકાઉન્ટ ખોલવડાવી ભાડે લીધુ હતુ અને નોકરી રાખીને એડવાન્સ પગારના રૃા. ૧૦ હજાર આપવાની લાલચ આપી હતી અને બેકારના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવીને ગઠિયાએ અનેક લોકો સાથે ક્રિપ્ટો કરન્સી સહીતની ઠગાઇ કરીને યુવકના ખાતામાં રૃા. ૨૦.૩૦ લાખ જમા કરીને ઉપાડી લઇને અનેક લોકો સાથે ઠગાઇ આચરી હતી.










