
Bihar Election 2025 : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા સોમવારે જણાવ્યું હતું કે તેમણે અલગથી એક અપમાન મંત્રાલયની રચના કરવી જોઇએ જેથી વિપક્ષ પર વારંવાર અપમાનનો આરોપ લગાવવામાં તેમનો સમય વેડફાય નહીં. તેમણે બિહારનાં સહરસા અને લખીસરાયમાં ચૂંટણી સભાઓને સંબોધતા મહિલાઓને અપીલ કરી હતી કે તે રાજ્ય સરકાર પાસે 10 હજાર રૂપિયા લઇ લે પણ વોટ કોઇ પણ સંજોગોમાં એનડીએને ન આપે કારણકે આ સરકારની નિયત સાફ નથી અને દસ હજાર રૂપિયા રાજકીય લાંચ છે.
પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે બિહારમાં કોઇ ડબલ એન્જિનવાળી સરકાર નથી પણ સિંગલ એન્જિનવાળી સરકાર છે અને તે વડાપ્રધાન મોદી ચલાવી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ગૃહપ્રધાન હંમેશા ભૂતકાળની વાતો કરે છે.










