![]()
ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકમાં ૧૩.૮૯ મતદારોની
ચકાસણી
૧,૩૩૩ બીએલઓ બારકોડેડ ફોર્મ લઇને ૨.૭૮ લાખથી વધુ ઘરોનો સર્વે કરશે ઃ ૨૦૦૨ની મતદાર યાદી આધારે મુલ્યાંકન
ગાંધીનગર : કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત અનુસાર ગુજરાત સહિત ૧૨
રાજ્યોમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે, એસઆઇઆર પ્રક્રિયા
હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત પ્રાથમિક તબક્કામાં બારકોડેડ ફોર્મનું
પ્રિંટીંગ તથા બીએલઓને તાલીમ આપવાની હતી. ત્યારે ગાંધીનગર જિલ્લાની પાંચેય
વિધાનસભા વિસ્તારમાં કુલ મળીને ૧,૩૩૩
જેટલા બીએલઓને તાલીમ આપ્યા બાદ આવતીકાલ તા.૪ નવે.થી તા.૪ ઓક્ટોબર એટલે કે, એક મહિના સુધી આ
બીએલઓ મારફતે ખાસ બારકોડેડ ફોર્મ સાથે વર્ષ ૨૦૦૨ની મતદારયાદીને આધારે જિલ્લાના
લગભગ ૨.૭૮ લાખ ઘરોએ જઇને મતદારોનો સર્વે કરાશે.
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ સ્પેશ્યલ ઇન્ટેન્સીવ
રિવીઝન-એસઆઇઆર પ્રાથમિકતબક્કામાં સર્વે માટેના ખાસ બારકોડેડ ફોર્મનું છાપકામ અને
બીએલઓને તાલીમવર્ગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાની પાંચેય
વિધાનસભા વિસ્તાર પ્રમાણે કુલ ૧,૩૩૩
જેટલા બીએલઓને માસ્ટર ટ્રેનર મારફતે તાલીમ આપવામાં આવી હતી ત્યારે એસઆઇઆરના બીજા
અને મહત્વના તબક્કા આવતીકાલ તા. ૪ નવે.થી ૪ ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ ઘરે
ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે.આ માટે જિલ્લાના પાંચેય મતદાર
નોંધણી અધિકારીએ ફોર્મ સહિતના તમામ દસ્તાવેજ સહિતની કિટ સાથે દરેક બીએલઓને સજ્જ
કરી દીધા છે. વર્ષ ૨૦૦૨ની મતદારયાદીને આધારે આવતીકાલેથી ગાંધીનગર જિલ્લાના ૧૩.૮૯
લાખ મતદારોની ચકાસણી થશે.આ માટે બીએઓ દ્વારા ઘરે ઘરે જઇને ચૂંટણી પંચ દ્વારા જાહેર
કરવામાં આવેલું દરેકના અલગ બારકોડ સાથેનું એન્યુમરેશન ફોર્મ ભરાવશે. એક ઘરમાં
જેટલા મતદારો હશે તે તમામનું આ ફોર્મ ભરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં એક બીએલઓ મારફતે ૧૨૦૦ જેટલા મતદારોના
વિસ્તારમાં આ કામગીરી કરવાની રહેશે એટલે એક અંદાજ પ્રમાણે, જિલ્લાના કુલ
૨.૭૮ લાખથી વધુ ઘરોમાં કુલ ૧૩૩૩ બીએલઓ મારફતે આ એસઆઇઆરની કામગીરી એક મહિના દરમ્યાન
કરશે અને ત્યાર બાદ આ તમામ ફોર્મ જે તે વિધાનસભા વિસ્તારના મતદાર નોંધણી અધિકારીને
જમા કરાશે.ત્યારબાદ તા.૯ ડિસેમ્બરના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
જેમાં તા.૮ જાન્યુઆરી સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે.આ સમગ્ર પ્રક્રિયાના
અંતે તા.૭ ફેબુ્રઆરીના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
પાસપોર્ટ,
પેન્શન પેમેન્ટ ઓર્ડર,
બોર્ડ-યુનિ.ના ટ્રાયલ સર્ટી. કાયમી નિવાસી પ્રમાણપત્ર સહિતના ૧૨ પુરાવા માન્ય
ગણાશે
સ્પેશિયલ
ઇન્ટેન્સિવ રિવિઝન જે મતદાર યાદીના વિશેષ
સઘન સુધારણા કાર્યક્રમ માટે છે,
તેમાં હાઉસ ઓફ સર્વે દરમિયાન વર્ષ ૨૦૦૨ની મતદાર યાદી પ્રમાણે નામ-સરનામા ન હોય
તો નવા નામ ઉમેરવા માટે મતદારો ચૂંટણી પંચે માન્ય રાખેલા ૧૨ જેટલા પુરાવા આપી
શકશે.જેમાં કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયના નિયમિત કર્મચારી/પેન્શનરને
જારી કરાયેલા કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન પેમેન્ટ ઓર્ડર, જુલાઇ-૧૯૮૭ પહેલાં સરકાર/સ્થાનિક સત્તાવાળાઓ/બેંકો/પોસ્ટ
ઓફિસ/એલઆઈસી/પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ
કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ,સક્ષમ
સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર,પાસપોર્ટ ,માન્ય
બોર્ડ/યુનિવસટીઓ દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર ,સક્ષમ રાજ્ય
સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ કાયમી નિવાસી પ્રમાણપત્ર ,ફોરેસ્ટ રાઈટ
સટફિકેટ, સક્ષમ
સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ અથવા અન્ય કોઈપણ જાતિ પ્રમાણપત્ર,નેશનલ રજિસ્ટર ઓફ
સિટિઝન્સ,રાજ્ય/સ્થાનિક
સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ ફેમિલી રજિસ્ટર,સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ જમીન/મકાન ફાળવણી
પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.










