
– માત્ર એક જ એરલાઇન્સ સામે અરજી કેમ : સુપ્રીમનો સવાલ
– ડીજીસીએ અને સરકાર સમક્ષ રજુઆત કરો, કોઇ કાર્યવાહી ના થાય પછી અમે દખલ દઇશું : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી થઇ હતી જેમાં એર ઇન્ડિયાની સુરક્ષા અને દેખરેખના સ્ટાન્ડર્ડની તપાસ માટે કમિટીની રચના કરવાની માગણી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ પીઆઇએલ ફગાવી દીધી હતી સાથે જ કહ્યું હતું કે માત્ર એર ઇન્ડિયાને જ ધ્યાનમાં રાખીને અરજી કેમ કરાઇ?
અમદાવાદ વિમાન અકસ્માત બાદ આ જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બગ્ચીની બેંચે સુનાવણી કરી હતી સાથે જ સવાલ કર્યો હતો કે માત્ર એર ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને જ આ અરજી કેમ કરવામાં આવી? અન્ય એરલાઇન્સનું શું? અન્ય એરલાઇન્સોની સુરક્ષાને લઇને કોઇ જ સમસ્યા નથી? બાદમાં સુપ્રીમની બેંચે આ પીઆઇએલ ફગાવી દીધી હતી.










