![]()
વડોદરા,એ.ટી.એમ.માંથી રૃપિયા વિડ્રો કરવા ગયેલી વૃદ્ધાને વાતોમાં પરોવી કાર્ડ બદલી લઇ ગઠિયાએ ૪૦ હજાર વિડ્રો કરી લીધા હતા.
માણેજા ઓમકાર હાઇટ્સમાં રહેતા ૭૩ વર્ષના શોભાબેન પ્રકાશભાઇ ટાપરેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા બચત અને પેન્શનના પૈસા સ્ટેટ બેન્કમાં જમા થાય છે.ગત ૧૮ મી તારીખે સાંજે છ વાગ્યે હું પૈસા ઉપાડવા માટે માણેજા ક્રોસિંગ ચાર રસ્તા પાસે આવેલા આત્મીય કોમ્પલેક્સમાં ગઇ હતી. એ.ટી.એમ. ની બહાર ઊભેલા વ્યક્તિએ મદદ કરવાના બહાને અંદર આવી મારી પાસેથી કાર્ડ લઇ પીન નંબર જાણીને પૈસા ઉપાડવાની કોશિશ કરી હતી. તેણે બે થી ત્રણ વખત પ્રયત્ન કર્યો હતો. પરંતુ, રૃપિયા વિડ્રો થયા નહતા. ત્યારબાદ હું એ.ટી.એમ.માંથી બહાર નીકળી ગઇ હતી. ત્યારે મારા મોબાઇલ પર મેસેજ આવ્યો કે,તમારા એકાઉન્ટમાંથી ૪૦ હજાર વિડ્રો થઇ ગયા છે.










