gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કંઇક બોલતા બોલતા અચાનક તેણે થપ્પડ મારી…’ દિલ્હી CM પર હુમલાની પ્રત્યક્ષદર્શીઓએ આંખોદેખી વર્ણવી | …

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in INDIA
0 0
0
‘કંઇક બોલતા બોલતા અચાનક તેણે થપ્પડ મારી…’ દિલ્હી CM પર હુમલાની પ્રત્યક્ષદર્શીઓએ આંખોદેખી વર્ણવી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi CM Rekha Gupta slapped : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બુધવારે (20 ઓગસ્ટ) સવારે પોતાની કેમ્પ ઓફિસમાં લોકદરબાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખસે તેમના પર હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિએ પહેલા સીએમને કેટલાક કાગળો આપ્યા અને પછી અચાનક તેમને થપ્પડ મારી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ત્યાં હાજર રહેલા અન્ય લોકોના નિવેદનો પણ સામે આવ્યા છે.

રેખાજી સંપૂર્ણપણે આઘાતમાં હતા

ત્યાં હાજર લોકોએ આ ઘટનાને ખૂબ જ ચોંકાવનારી ગણાવી. લોકદરબારમાં ભાગ લેવા આવેલ અંજલીએ કહ્યું, ‘આ તદ્દન ખોટું છે. લોકદરબાર દરેક નાગરિકનો અધિકાર છે. જો કોઈ વ્યક્તિ સીએમને થપ્પડ મારી શકે, તો આ બહુ મોટી વાત છે. હું ત્યાં હતી, તે વ્યક્તિ કંઈક બોલી રહ્યો હતો અને અચાનક તેણે થપ્પડ મારી દીધી. પોલીસે તેને તરત જ પકડી લીધો. સીએમ લોકોની વાત સાંભળી રહ્યા હતા. અચાનક પાછળથી અવાજ આવ્યો અને અમે જોયું ત્યાં સુધીમાં તો પોલીસ હુમલાખોરને લઈ ગઈ હતી. રેખાજી સંપૂર્ણપણે આઘાતમાં હતા.’

અન્ય એક પ્રત્યક્ષદર્શી સુરેશ ખંડેલવાલએ કહ્યું, ‘હું અહીં પહોંચ્યો અને તરત જ મુખ્યમંત્રી બહાર આવ્યા. તેમણે લોકો સાથે મળવાનું શરૂ કર્યું. આરોપી તકની રાહ જોઈ રહ્યો હતો અને તક મળતા જ તેણે સીએમ પર હુમલો કરી દીધો. આ લગભગ સવારે 8:05 – 8:10 વાગ્યે બન્યું. પોલીસ તેને લઈ ગઈ…’

ઉત્તમ નગરથી પોતાની ફરિયાદ લઈને આવેલા શૈલેન્દ્ર કુમારએ જણાવ્યું, ‘હું સીવરની સમસ્યાને લઈને આવ્યો હતો. જેવો હું ગેટ પર પહોંચ્યો, ત્યાં હંગામો મચી ગયો કારણ કે કોઈએ સીએમને થપ્પડ મારી દીધી હતી. આ બહુ ખોટું છે.’

લોકદરબારમાં શું થયું?

સિવિલ લાઇન્સમાં સીએમના નિવાસસ્થાને દર અઠવાડિયે થતા લોકદરબારમાં સેંકડો લોકો પોતાની ફરિયાદો લઈને આવે છે. આ દરમિયાન, આરોપીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને કેટલાક કાગળો આપ્યા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, તે કંઈક બોલી રહ્યો હતો અને ત્યારબાદ અચાનક તેણે સીએમ પર હુમલો કરી દીધો. દિલ્હી ભાજપે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે હુમલાખોરે રેખા ગુપ્તાને થપ્પડ મારી અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો.

આ પણ વાંચો: દિલ્હી CMને લાફો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો, પોલીસે આરોપી રાજકોટનો હોવાનો કર્યો ખુલાસો

આરોપી પોલીસ કસ્ટડીમાં

દિલ્હી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હુમલાખોરને કસ્ટડીમાં લઈ લીધો. દિલ્હી સીએમઓ અનુસાર, આજે લોકદરબાર દરમિયાન એક વ્યક્તિએ સીએમ રેખા ગુપ્તા પર હુમલો કર્યો. આરોપીને દિલ્હી પોલીસે પકડી લીધો છે અને તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે 41 વર્ષનો આરોપી રાજકોટનો રહેવાસી છે અને તેનું નામ રાજેશભાઈ ખિમજી છે. 

'કંઇક બોલતા બોલતા અચાનક તેણે થપ્પડ મારી...' દિલ્હી CM પર હુમલાની પ્રત્યક્ષદર્શીઓએ આંખોદેખી વર્ણવી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
વિદ્યાસહાયક ભરતી 2024: ચાલુ નોકરીએ વધારાની લાયકાત મેળવનાર માટે રૂબરૂ સુનાવણીનું આયોજન | Vidyasahayak…

વિદ્યાસહાયક ભરતી 2024: ચાલુ નોકરીએ વધારાની લાયકાત મેળવનાર માટે રૂબરૂ સુનાવણીનું આયોજન | Vidyasahayak...

દિલ્હી CMને લાફો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો, પોલીસે આરોપી રાજકોટનો હોવાનો કર્યો ખુલાસો | delhi cm rekha…

દિલ્હી CMને લાફો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો, પોલીસે આરોપી રાજકોટનો હોવાનો કર્યો ખુલાસો | delhi cm rekha...

આવી રીતે ભણશે ગુજરાત ? સુરત પાલિકા સંચાલિત હિન્દી માધ્યમની શાળામાં પુસ્તક મળ્યા નથીનો કકળાટ | There …

આવી રીતે ભણશે ગુજરાત ? સુરત પાલિકા સંચાલિત હિન્દી માધ્યમની શાળામાં પુસ્તક મળ્યા નથીનો કકળાટ | There ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડી-અમદાવાદ હાઇવે પર લોહિયાળ અકસ્માત: બેના મોત, અજાણ્યો વાહનચાલક ફરાર | limbdi ahmedabad highway …

લીંબડી-અમદાવાદ હાઇવે પર લોહિયાળ અકસ્માત: બેના મોત, અજાણ્યો વાહનચાલક ફરાર | limbdi ahmedabad highway …

6 months ago
ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…

ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…

2 months ago
‘નામ બડે ઔર દર્શન છોટે’: સ્ટોક માર્કેટમાં બુલ રન વચ્ચે નબળું પ્રદર્શન | ‘Naam bade aur darshan chote…

‘નામ બડે ઔર દર્શન છોટે’: સ્ટોક માર્કેટમાં બુલ રન વચ્ચે નબળું પ્રદર્શન | ‘Naam bade aur darshan chote…

4 months ago
બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ | india…

બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ | india…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News