gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની ‘પ્રેમી યુગલ’ ઝડપાયું | Pakistani ‘loving couple’ caught near R…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની ‘પ્રેમી યુગલ’ ઝડપાયું | Pakistani ‘loving couple’ caught near R…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– પંછી નદિયા પવન કે ઝોકે, કોઈ સરહદ ના ઈન્હે રોકે..

– ઘુસણખોરી કરનાર પાકિસ્તાનના થરપારકરનું પ્રેમી યુગલ ઊંમર 15-16 વર્ષ કહે છેઃ સાચી વય જાણવા આજે તબીબી પરીક્ષણ

– પાકિસ્તાનમાં ખેતીકામ સાથે સંકળાયેલા ભીલ પરિવારના પ્રેમી યુગલના સંબંધીઓ વર્ષોથી કચ્છમાં આવીને વસેલાં છે

– ચંપલ પહેર્યા વગર જ બે દિવસમાં ડુંગર મારફતે કચ્છમાં ઘુસણખોરી કરી

ભુજ: વર્ષ- ૧૯૯૯માં કચ્છના સરહદી વિસ્તારમાં રેફ્યુજી ફિલ્મનું નિર્માણ કરાયું હતું જેમાં અભિનેતા પોતાની પ્રેમિકાને મળવા માટે પાકિસ્તાનથી સરહદ ઓળંગીને અવારનવાર કચ્છ આવી પહોંચતો હોય છે. રેફ્યુજી ફિલ્મનું ‘પંછી નદિયા પવન કે ઝોકે, કોઈ સરહદ ના ઈન્હે રોકે..’ ગીત જાણીતું બન્યું હતું. પ્રેમ કોઈપણ પ્રકારની સરહદ પણ ઓળંગાવી શકે છે તેવી ઘટના આજે વધુ એક વખત કચ્છમાંથી બહાર આવી છે. પાકિસ્તાનમાં રહેતું પ્રેમી યુગલ ભારત- પાકિસ્તાનની સરહદને ઓળંગી દોઢ દિવસ ડુંગર પરથી પસાર થઈને વાગડ પંથકના મુખ્ય મથક રાપર ગામ નજીક રતનપરમાં આવી પહોંચ્યું હતું. જો કે, સ્થાનિક જાગૃત લોકોએ બુધવારે સવારે ભાષા શંકાસ્પદ જણાતાં પોલીસને જાણ કરી હતી. ખડીર પોલીસે પ્રેમીયુગલની પૂછપરછ અને તબીબી તપાસણી હાથ ધરી છે.

રતનપર ગામના જંગલ વિસ્તારમાં આવેલા સાંગવારી માતાજીના મંદિર પાસે આવેલા તળાવ પાસે શંકાસ્પદ લાગતા આ યુગલની જાણ લાકડા કાપવાનું કામ કરતા શ્રમજીવીઓને થતાં તેમણે રતનપર ગામના સરપંચને કરી હતી. સરપંચે આ અંગે ખડીર પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ, એસઓજી સહિત સુરક્ષા એજન્સીઓ સ્થળ પર આવીને તપાસ કરતા માલુમ પડયું હતું કે, આ શંકાસ્પદ પ્રેમી યુગલ મુળ પાકિસ્તાનનું છે. પુછપરછ દરમિયાન પ્રેમી યુગલે પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના શિવ મંદિર પાસે રહેતા હોવાનું કબુલ્યું હતું. પ્રેમીનું નામ તોતો ઉર્ફે તારા તેમજ પ્રેમિકા મીના ઉર્ફે પુજા બહાર આવ્યું છે. 

ખડીર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. વી.એ. ઝા એ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના થરપારકરનું રહેવાસી પ્રેમી યુગલ રાતોરાત સરહદ ઓળંગીને આવ્યું છે. હાલમાં બંનેની પુછપરછ ચાલી રહી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ પુછપરછ  કરવામાં આવી રહી છે. પુરપરછ બાદ બંનેને જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલી અપાશે.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં પ્રેમી યુગલ પોતાની ઊંમર ૧૬ અને ૧૫ વર્ષની હોવાનું કહે છે. જો કે, પોલીસને બંનેની ઊંમર શંકાસ્પદ લાગતી હોવાથી ખરી ઉંમર જાણવા માટે આવતીકાલે બંનેનું તબીબી પરીક્ષણ કરાવશે. આ પ્રેમી યુગલ ભીલ પરિવારના સભ્યો છે અને તેમનો પરિવાર પાકિસ્તાનમાં ખેતી કામ સાથે સંકળાયેલાં છે. તેઓના કબ્જામાંથી કોઈ જ દસ્તાવેજો, પૈસા, ઓળખપત્ર કે અન્ય શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી. પાકિસ્તાનથી નાસીને પ્રેમી યુગલ ડુંગર ઉપર ચડી વાગડના રતનપર વિસ્તારમાં પહોંચ્યા હતા. અંદાજે દોઢેક દિવસ પૂર્વે તેઓ પાકિસ્તાનમાંથી નાસ્યા હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બન્નેએ ચંપલ પણ પહેર્યા ન હોતા. ડુંગર વિસ્તારમાં પાણી મળી રહેતા તેઓ આસાનીથી ભારતમાં પ્રવેશી શક્યા હતા. જો કે, સરહદી વિસ્તારમાં કોઈ સુરક્ષા એજન્સી કે પોલીસ તંત્ર દ્વારા શંકાસ્પદ હોવા અંગે કોઈ પૂછપરછ કરાઈ નહોતી તેમજ બન્ને કઈ રીતે રહેણાંક વિસ્તાર સુધી પહોંચી શક્યા તે મુદ્દો પોલીસ અને સુરક્ષા એજન્સીઓની તપાસ હેઠળ છે.

પાકિસ્તાનના થરપારકર પ્રાંતનું  પ્રેમી યુગલ ભારતીય સરહદમાં કેવી રીતે ઘુસી આવ્યું તે અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. પોલીસ અને બીએસએફ દ્વારા યુગલનો કબ્જો લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલું પાકિસ્તાની પ્રેમી જોડું પોતે સગીર હોવાનું રટણ કરે છે.

કચ્છની જમીન તેમજ દરિયા સીમામાંથી અવારનવાર પાક ઘુસણખોરો તેમજ માછીમારો પકડાવાની ઘટનાઓ બનતી રહી છે ત્યારે કચ્છના સરહદી વાગડ વિસ્તારમાંથી પ્રેમી યુગલ પકડાયાની ઘટનાએ ચર્ચા જગાવી છે. વાગડના ખડીર દ્વિપ સમુહના રતનપરની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રણ વિસ્તાર છે ત્યાંંથી પાક પ્રેમી યુગલ મળી આવ્યાની ઘટના ચર્ચાસ્પદ બની છે. એવી પણ વિગતો છે કે, આ પ્રેમી યુગલના વડવાઓ ભારત- પાકિસ્તાનના યુધ્ધ દરમિયાન અહિં વાગડ કે કચ્છના અન્ય વિસ્તારમાં આવીને વસ્યા છે. આથી, પ્રેમ સંબંધ જળવાઈ રહે તે માટે ઘુસણખોરી કરીને રાપર વિસ્તારમાં આવવા માંગતા હતા કે પાકિસ્તાન-કચ્છના આ સરહદી વિસ્તારના જાણકાર હોઈ શકે તેથી આ માર્ગ પસંદ કરીને ઘૂસણખોરી કરી હતી. હાલમાં તો પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વધુ વિગતો જાહેર કરવાના બદલે પ્રેમી યુગલની ઊંમર ચકાસવા તેમજ ઊંડાણભરી પૂછપરછ કરવામાં વ્યસ્ત બન્યાં છે.

– પાકિસ્તાનથી કચ્છના રાપરનો અંદાજે ૧૫૦ કિ.મી. રણ અને ડુંગરાળ પ્રદેશ બે દિવસમાં ચાલીને આવ્યાં!

જાણકારો કહે છે કે, પાકિસ્તાનના થરપારકરથી રણ વિસ્તાર શરૂ થાય છે. અંદાજે ૧૦૦ કિલોમીટરનો રણ વિસ્તાર ચાલીને પસાર કરી શકાય છે. રણ વિસ્તાર પસાર કર્યા પછી અંદાજે ૫૦ કિલોમીટર જેટલો ડુંગરાળ અને જમીન પ્રદેશ આવે છે. આ પ્રેમી યુગલ અંદાજે ૧૫૦ કિલોમીટર ચાલીને બે દિવસમાં કચ્છના થરપારકરથી રાપર પહોંચ્યું હોવાનું હાલમાં કહી રહ્યું છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના નગરપારકર, થરપારકર સહિતના વિસ્તારો કચ્છ જમીન સરહદને સ્પર્શે છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાનની રણ અને ડુંગરાળ સરહદ વળોટીને અનેક લોકો અવરજવર કરતાં હતાં. રોટી-બેટીનો વ્યવહાર અને વેપાર હોવાથી રાપર અને થરપારકર વિસ્તારના હિન્દુ પરિવારો વચ્ચે વહેવારો હતાં. જો કે, હાલમાં ભારત – પાકિસ્તાન સરહદે તનાવની સ્થિતિ વચ્ચે આ પ્રેમી યુગલ કઈ રીતે ભારતમાં ઘુસી શક્યું તે તપાસનો સૌથી મોટો મુદ્દો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
કપડવંજમાં ટાઉન હોલથી રત્નાકર સુધીનો રોડ 3 વર્ષથી બિસ્માર | The road from Town Hall to Ratnakar in Ka…

કપડવંજમાં ટાઉન હોલથી રત્નાકર સુધીનો રોડ 3 વર્ષથી બિસ્માર | The road from Town Hall to Ratnakar in Ka...

આણંદની 21 પેઢીઓમાંથી ઘીના 34 નમૂના લેવાયા | 34 samples of ghee were taken from 21 farms in Anand

આણંદની 21 પેઢીઓમાંથી ઘીના 34 નમૂના લેવાયા | 34 samples of ghee were taken from 21 farms in Anand

શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં 3 દિવસના પાણી કાપથી લોકો ત્રાહિમામ | People suffer due to 3 …

શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં 3 દિવસના પાણી કાપથી લોકો ત્રાહિમામ | People suffer due to 3 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો હત્યાના ગુનાનો કેદી પુંધરા ગામમાંથી પકડાયો | Murder convict who escaped …

પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો હત્યાના ગુનાનો કેદી પુંધરા ગામમાંથી પકડાયો | Murder convict who escaped …

8 months ago
ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I…

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I…

1 year ago
સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે પાકિસ્તાન, ભારતની ચેતવણી, ડિરેક્ટર જનરલની હોટલાઈન પર વાતચીત | India…

સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે પાકિસ્તાન, ભારતની ચેતવણી, ડિરેક્ટર જનરલની હોટલાઈન પર વાતચીત | India…

1 year ago
ખોખરામાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર | A nielo emon fefin chinnap

ખોખરામાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર | A nielo emon fefin chinnap

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News