gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કડી: હોમવર્ક ન લાવતા શિક્ષકે લાફા મારી સજા કરતા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી છલાંગ લગાવી | kadi s…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
કડી: હોમવર્ક ન લાવતા શિક્ષકે લાફા મારી સજા કરતા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી છલાંગ લગાવી | kadi s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kadi News:  કડીમાં આવેલી હોલી ફેમિલી સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માત્ર હોમવર્ક ન લાવવા જેવી બાબતે શિક્ષકો દ્વારા ધોરણ-6 ના વિદ્યાર્થીને માર મારી ક્લાસની બહાર કાઢી મૂકતા અપમાનિત થયેલા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતો જીગ્નેશભાઈનો પુત્ર સ્કૂલમાં હોમવર્ક લઈને ગયો ન હતો. બુધવારે (19 નવેમ્બરે) શિક્ષિકાએ તેને બીજા પિરિયડમાં ચાર લાફા મારીને સજા રૂપે કલાસરૂમની બહાર બેસાડી દીધો હતો. આ બાળકને ઠંડી લાગી રહી હોવાની ફરિયાદ કરવા છતાં પાંચમા પિરિયડ સુધી બધા શિક્ષકોએ ક્લાસરૂમમાં બેસવા દીધો ન હતો. 

આખરે બાળકને લાગી આવતા 10:50 વાગ્યે શાળા સંકુલના બીજામાળેથી કુદી ગયો હતો. શાળા સંચાલકને જાણ થતા તેઓ આ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. બાળકે જણાવ્યું હતું કે બીજા પિરિયડમાં ટીચરે મને ચાર લાફા માર્યા અને ક્લાસરૂમની બહાર કાઢી મુક્યો હતો. એક પિરિયડ બાદ હું ફરી ક્લાસમાં ગયો તો બીજા ટીચરે મને કરી એક લાફો મારીને કહ્યું કે અંદર કેમ આવ્યો, આ તારા બાપના બગીચો છે? હું ક્લાસ ટીચરને પૂછવા બીજા ક્લાસરૂમમાં ગયો તો ટીચરે ધક્કો મારી બહાર કાઢી મુક્યો હતો. 

પાંચમા પિરિયડ સુધી મને બહાર રાખતા મને ખોટું લાગ્યું અને હું ઉપરથી કુદી ગયો હતો. તેના પગે ઈજા થઈ હતી અને એક્સરે કરાવતા ખબર પડી કે પગમાં ફ્રેક્ચર થયું છે. આ શિક્ષકો સામે પગલાં લેવામાં આવે તેવી બાળકના પિતાએ માંગ કરી છે. બાળકના પિતાએ કડી પોલીસ સ્ટેશનમાં શાળાના શિક્ષકો આચાર્ય અને ટ્રસ્ટીઓ સામે અરજી કરી છે.

બાળક ઉપરથી પડી જતાં સારવાર માટે લઈ ગયો હતો : સંચાલક

હોલી કેમિલી સ્કૂલના શાળા સંચાલક બાબુ એસ. નાયરે જણાવ્યું કે બુધવારે સવારે એક શિક્ષકે આવીને કહ્યું કે એક બાળક ઉપરથી પડી ગયું છે. તેને હું દવાખાને સારવાર માટે લઈ ગયો હતો. આ બાળક તેની જાતે જ ઉપરથી કૂદી ગયો હતો. કોઈ શિક્ષક કે અન્ય બાળકે કોઈએ ધક્કો માર્યો નથી. બાળકને શિક્ષિકા દ્વારા ટોર્ચર કરવા અંગેના સવાલ પર આચાર્યએ કહ્યું કે શિક્ષિકાએ તેને સજારૂપે હોમવર્ક લખવા માટે બહાર બેસાડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન, ‘તણાવ ન હોવાનો’ તંત્રનો દાવો શંકાના ઘેરામાં! | valod female…

વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન, 'તણાવ ન હોવાનો' તંત્રનો દાવો શંકાના ઘેરામાં! | valod female...

રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની જાહેરાત, જાણો અરજી કરવાની તારીખ | Junagadh Girnar Competi…

રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની જાહેરાત, જાણો અરજી કરવાની તારીખ | Junagadh Girnar Competi...

SIRની કામગીરીને લઈને ગેનીબહેનનું મોટું નિવેદન, ‘કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે’ …

SIRની કામગીરીને લઈને ગેનીબહેનનું મોટું નિવેદન, 'કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે' ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકાર ફાસ્ટેગ વાહનચાલકો માટે લાવી ઓફર… હવે રૂ.3000ના પાસધારકોને મળશે આ સુવિધા | Fastag Ann…

કેન્દ્ર સરકાર ફાસ્ટેગ વાહનચાલકો માટે લાવી ઓફર… હવે રૂ.3000ના પાસધારકોને મળશે આ સુવિધા | Fastag Ann…

1 year ago
વડોદરા પાલિકાની વેરા વળતર યોજના : એડવાન્સ ભરનાર રહેણાક કરદાતા માટે 10% કોમર્શિયલ માટે 5% વળતર | VMC’…

વડોદરા પાલિકાની વેરા વળતર યોજના : એડવાન્સ ભરનાર રહેણાક કરદાતા માટે 10% કોમર્શિયલ માટે 5% વળતર | VMC’…

1 year ago
ભારતે કરી મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માગ, બેલ્જિયમ સરકારે જણાવ્યું ધરપકડનું કારણ | mehul choksi arr…

ભારતે કરી મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માગ, બેલ્જિયમ સરકારે જણાવ્યું ધરપકડનું કારણ | mehul choksi arr…

1 year ago
જામનગર શહેરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન વધુ એક ફરિયાદ નોંધાવાઈ | complaint registered dur…

જામનગર શહેરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન વધુ એક ફરિયાદ નોંધાવાઈ | complaint registered dur…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News