gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kheda BJP Internal Dispute : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે આવી છે. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીના ભત્રીજા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણ ડાભીના પુત્ર જીજ્ઞેશ ડાભીએ કોઈ અજ્ઞાત ઝેરી પદાર્થ ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રાજકીય વર્તુળોમાં દોડધામ મચી ગઈ હતી, અને જીજ્ઞેશને તાત્કાલિક સારવાર અર્થે કઠલાલની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. 

આ સમગ્ર હાઈપ્રોફાઈલ મામલામાં ભાજપના જ એક જૂના અને પ્રતિષ્ઠિત પરિવાર દ્વારા પોતાના જ પક્ષના વર્તમાન ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતા મામલો ગરમાયો છે. ભોગ બનનાર જીજ્ઞેશ ડાભીની પત્ની હાલ કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપના સક્રિય સભ્ય છે, જ્યારે તેના પિતા અને કાકા દાયકાઓથી ભાજપના સ્તંભ રહ્યા છે. આવા મજબૂત રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારે કપડવંજના વર્તમાન ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના PAને આત્મહત્યાના પ્રયાસ પાછળ સીધા જવાબદાર હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

કોણે વાઈરલ કરી ઓડિયો ક્લિપ?

ઘટના પાછળ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી એક કથિત ઓડિયો ક્લિપ હોવાનું સામે આવી રહ્યું છે. જીજ્ઞેશના પિતા પ્રવીણ ડાભીના જણાવ્યા અનુસાર, ‘કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના પીએ (PA) યશરાજે જીજ્ઞેશને કોઈ બાબતે ફોસલાવીને, વિશ્વાસમાં લઈને એક ઓડિઓ રેકોર્ડિંગ કર્યું હતું. ત્યારબાદ આ ઓડિઓને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યો હતો. આ વાઈરલ ઓડિઓ એટલો સંવેદનશીલ હતો કે તેનાથી ડાભી પરિવારની સામાજિક પ્રતિષ્ઠા જોખમાઈ હતી, અને પરિવાર તૂટી પડે તેવી સ્થિતિ સર્જાતા માનસિક તણાવમાં આવી જીજ્ઞેશ આ પગલું ભર્યુ હતું’

આ મામલે હોસ્પિટલની બહાર મીડિયા સમક્ષ  પિતા પ્રવીણ ડાભીએ આક્રોશપૂર્વક જણાવ્યું છે કે, ‘મારા દીકરાની હાલત અત્યારે હોસ્પિટલમાં અત્યંત ગંભીર છે. ધારાસભ્ય અને તેમના પીએ દ્વારા રમાયેલી આ ગંદી રમતનું પરિણામ મારો પરિવાર ભોગવી રહ્યો છે. જો મારા દીકરાને કશું પણ થશે અથવા તેની જિંદગી જોખમાશે, તો તેની તમામ કાયદાકીય અને નૈતિક જવાબદારી કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના પીએ યશરાજની રહેશે.’

MLA રાજેશ ઝાલાએ શું કહ્યું?

આ આક્ષેપો અંગે વર્તમાન ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે, ‘સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારની બાબત અને ઉમેદવારીને લઈને  આધાર પુરાવાની ચર્ચાએ જોર પકડતા આ ઓડિયો વાઈરલ કરાયો હતો, અને ઓડિઓ વાયરલ થયા બાદ તેમના ઘરના આંતરિક ક્લેશના કારણે જીગ્નેશે આ પગલું ભર્યું છે!’ 

કઠલાલ પોલીસની કઈ દિશામાં તપાસ?

કઠલાલ પીઆઈ સાથે થયેલી ટેલિફોનીક ચર્ચામાં જણાવવામાં આવ્યું હતું કે, ‘આ મામલાની ગંભીરતાને જોતાં ભોગ બનનારના નિવેદન બાદ વાઈરલ ઓડિયો ક્યાંથી અને કોના ઈશારે રેકોડિંગ કરીને વાઈરલ થયો કે કરવામાં આવ્યો? તે દિશામાં સાયબર સેલની મદદથી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે.’ 

હાલ તો, ભાજપના બે જૂથો વચ્ચેની આ આંતરિક લડાઈ હવે પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ સુધી પહોંચી ગઈ છે.

સળગતા સવાલો: 

1. શું રાજકીય વર્ચસ્વની લડાઈમાં કોઈની કૌટુંબિક શાંતિ છીનવી લેવી ન્યાયી છે?

2. પૂર્વ પ્રમુખના પુત્રના આત્મહત્યાના પ્રયાસ પાછળ કઈ ગુપ્ત રાજકીય ખીચડી રંધાઈ રહી છે?

3. ધારાસભ્યના પીએ (PA) દ્વારા કરાયેલું કથિત ઓડિયો રેકોર્ડિંગ કોના ઈશારે વાઈરલ થયું?

4. ભાજપના જ જુના અને નવા નેતાઓ વચ્ચેની આ લડાઈ પક્ષની છબીને કેટલું નુકસાન પહોંચાડશે?

5. શું કઠલાલ પોલીસ કોઈ પણ રાજકીય દબાણ વગર આ મામલાની નિષ્પક્ષ તપાસ કરશે?

6. સામાજિક બદનામીના ડરથી યુવાનો આત્મહત્યા તરફ વળે તે પ્રવૃત્તિ ક્યારે અટકશે?

7. પ્રવીણ ડાભીના ગંભીર આક્ષેપો પર કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા શું પગલાં ભરશે?

8. સોશિયલ મીડિયા પર ખાનગી ઓડિયો ક્લિપ્સ વાયરલ કરનારી ટોળકી પાછળ અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે?

9. શું સત્તાના જોરે પીએ (PA) સ્તરના કર્મચારીઓ નેતાઓ વચ્ચે સેટિંગ કે બ્લેકમેલિંગનું નેટવર્ક ચલાવે છે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

June 17, 2026
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…
GUJARAT

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

June 17, 2026
મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…
GUJARAT

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

June 17, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નશો કરવા રૂપિયા નહીં આપતા યુવાન પર પાઇપથી હુમલો | Young man attacked with pipe for refusing to pay f…

નશો કરવા રૂપિયા નહીં આપતા યુવાન પર પાઇપથી હુમલો | Young man attacked with pipe for refusing to pay f…

2 months ago
સૂર્ય પર ચુંબકીય તોફાનઃ GPS અને મોબાઈલ નેટવર્કને અસર થઈ શકે | Magnetic storm on the Sun: GPS and mob…

સૂર્ય પર ચુંબકીય તોફાનઃ GPS અને મોબાઈલ નેટવર્કને અસર થઈ શકે | Magnetic storm on the Sun: GPS and mob…

4 months ago
ઉતરસંડા વિસ્તારમાં સરકારી જમીન આશ્રમ સંચાલકોએ પચાવી પાડતા સ્થાનિકોમાં રોષ | Locals angry over govern…

ઉતરસંડા વિસ્તારમાં સરકારી જમીન આશ્રમ સંચાલકોએ પચાવી પાડતા સ્થાનિકોમાં રોષ | Locals angry over govern…

5 months ago
સાણંદમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ | Gang targeting senior citizens arrested in Sanand

સાણંદમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ | Gang targeting senior citizens arrested in Sanand

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News