gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરજણના ભાજપ MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે ગુનો નોંધાયો, ટ્રક ડ્રાઈવરને ઊંધો લટકાવી અધમૂઓ કર્યો હતો…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
કરજણના ભાજપ MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે ગુનો નોંધાયો, ટ્રક ડ્રાઈવરને ઊંધો લટકાવી અધમૂઓ કર્યો હતો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લાના કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને તેના સાગરીતોની દાદાગીરી સામે આવી છે. રેતીના ડમ્પરના આદિવાસી ડ્રાઇવરોને ઢોર માર મારવાના આ બનાવને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ મુદ્દો ગરમાતા અને આંદોલનની ચીમકી અપાતા, છેક ગાંધીનગર સુધી આ મામલાની ગંભીર નોંધ લેવાઇ છે. આખરે ચાર દિવસના ભારે હોબાળા બાદ વલણ પોલીસે ધારાસભ્યના પુત્ર સહિત 5 હુમલાખોરો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઓફિસે બોલાવી લોખંડની પાઇપથી હુમલો કર્યો

કરજણના નારેશ્વર, લીલોડ સહિતના વિસ્તારોમાં રેતીની લીઝ ચલાવતા ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ સામે ડમ્પર ડ્રાઇવર નટવર વસાવાએ ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું કે, ’15મી મેના રોજ હું અને ગીરીશ વસાવા બે ડમ્પરમાં જંબુસર રેતી ખાલી કરીને પરત આવ્યા ત્યારે અમને ઋષિ પટેલે તેમની બકાપુરની ઓફિસે બોલાવ્યા હતા. અમે બંને ત્યા ગયા ત્યારે બીજા પણ પાંચ-છ ડ્રાઇવર હાજર હતા. ઋષિએ મને ડમ્પરનો ફોટો બતાવી આ કોની ગાડી છે. તેમ પૂછતાં મેં આ ગાડીનો ડ્રાઇવર હું છું તેમ કહ્યું હતું. ત્યારબાદ ગીરીશભાઇએ પણ તેની ગાડીનો ફોટો ઓળખ્યો હતો.’

દોરડા વડે ઊંધો લટકાવી જાતિસૂચક અપમાન કર્યું

પીડિત નટવરભાઇએ જણાવ્યું કે ‘મેં ફોટો ઓળખતાં જ ઋષિએ મારા મોંઢે લોખંડની પાઇપ ફટકારી હતી. ત્યારબાદ તેના સાગરીતો જયદત બાપુ, શાહિલ પટેલ, જાવેદ પઠાણ અને વિજય મને દોરડા વડે ઊંધો લટકાવી પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હતો. તેણે મારી જાતિનું અપમાન થાય તેવા ઉચ્ચારણ પણ કર્યા હતા. હું બેભાન જેવો થઇ જતાં મને નીચે ફેંકી દીધો હતો અને હુમલાખોરો ચાલ્યા ગયા હતા. આવી જ રીતે હુમલાખોરોએ ગીરીશને પણ માર મારતાં અમે  બંનેએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.’

અધમૂવી હાલતમાં બાઇક પર હોડી સુધી મુકી આવ્યા

ઈજાગ્રસ્ત ડ્રાઈવર નટવર વસાવાએ જણાવ્યું કે, ‘મને ઢોર માર મારતાં હું બેભાન જેવો થઇ ગયો હતો.ત્યારબાદ ઋષિ ની ઓફિસમાં કામ કરતા ધવલ માછી અને સુરેશ વસાવા મને બાઇક પર કહોણા ના હોડી ઘાટ સુધી લઇ ગયા હતા. ત્યાં મેં મારા પુત્ર તરંગને ફોન કરવાનું કહેતાં ધવલે ફોન કર્યો હતો. મેં તેને લઇ જવા માટે કહેતાં તે હોડી લઈ આવ્યો હતો અને મને લઇ ગયો હતો. ત્યારબાદ મેં ઉમલ્લા સરકારી દવાખાને અને ત્યાંથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.’

આદિવાસીઓનો રોષ જોઇ ગાંધીનગર સુધી નોંધ લેવાઇ,આંદોલન પહેલાં એક્શન

ઉલ્લેખનીય છેકે, છેલ્લા ચાર દિવસથી આ બનાવ અંગે ધારાસભ્યના પુત્ર સામે પોલીસ કેસ કરવા માટે માગણી થઇ રહી છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દો ખૂબ જ ગરમાયો છે અને આદિવાસી સમાજે પોલીસ સ્ટેશનને ઘેરાવ કરી ભારે વિરોધ પણ કર્યો હતો. તેમણે ફરી આંદોલનનો કાર્યક્રમ જાહેર કરતાં  ગાંધીનગર સુધી તેની અસર પડી હતી અને ગુનો નોંધવાની ફરજ પડી છે.

બીજી તરફ પોલીસ ફરિયાદમાં વિલંબ થવાને કારણે અક્ષયનો પુત્ર વિદેશ ભાગી ગયો હોવાની વાતો જોરશોરથી વહેતી થઇ છે. જો કે આ વાતને સત્તાવાર સમર્થન મળતું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક…

અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક...

પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન | pa…

પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન | pa...

અમદાવાદ: દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત, 3 હોસ્પિટલો બદલી પણ જીવ ન બચ્યો | A…

અમદાવાદ: દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત, 3 હોસ્પિટલો બદલી પણ જીવ ન બચ્યો | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપને સિંહાસન, કોંગ્રેસને શવાસન, આપને આશ્વાસન

ભાજપને સિંહાસન, કોંગ્રેસને શવાસન, આપને આશ્વાસન

2 months ago
વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી મંજૂરી | Tejas Fighter…

વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી મંજૂરી | Tejas Fighter…

10 months ago
સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha…

સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha…

10 months ago
જામનગરમાં SIRની કામગીરી દરમિયાન મહિલા BLOની તબિયત લથડી, હોસ્પિટલમાં સારવાર હેઠળ | woman blo falls il…

જામનગરમાં SIRની કામગીરી દરમિયાન મહિલા BLOની તબિયત લથડી, હોસ્પિટલમાં સારવાર હેઠળ | woman blo falls il…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News