![]()
– બગદાણા-કરમદીયા ગામ વચ્ચે અકસ્માત
– બગદાણા પોલીસ મથકમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો
ભાવનગર : મહુવા તાલુકાના બગદાણા-કરમદિયા ગામ વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આધેડનું મોત નિપડયું છે. બનાવ અંગે કાર ચાલક વિરૂદ્ધ બગદાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
તળાજા તાલુકાના પાવઠી ગામે રહેતા પોપટભાઈ સવજીભાઈ મકવાણાએ બગદાણા પોલીસ મથકમાં નિલેશ અરજણભાઈ છાંગા (રહે.રતનાલ, તા.અંજાર, જી.કચ્છ) વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. જેમાં તેમના ભાઈ જેહાભાઈ સવજીભાઈ મકવાણા તેમનું બાઈક લઈને જૂનાગઢ પરિક્રમામાં જતાં હતા ત્યારે બપોરના બે કલાકના અરસામાં બગદાણાથી કરમદીયા વચ્ચે પહોંચતા જીજે-૧૨-એફબી-૮૪૫૨ નંબરની કારના ચાલક નિલેશભાઈ માતલપર રોડ તરફથી આવી તેમના ભાઈની બાઈક સાથે અકસ્માત સર્જી ઈજા પહોંચાડી હતી. જેમને સારવાર માટે બગદાણા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ અંગે બગદાણા પોલીસે ગુનો નોંધ્યો છે.










