gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in INDIA
0 0
0
કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નૌગામ પોલીસ સ્ટેશનના પરિસરમાં મોડી રાતે થયેલો વિસ્ફોટ આતંકી હુમલો હોવાનો કેન્દ્ર સરકારનો ઈનકાર

– વ્હાઈટ કોલર ટેરર મોડયુલ કેસમાં ફરિદાબાદથી જપ્ત એમોનિયમ નાઈટ્રેટ સહિતના વિસ્ફોટકોનું સેમ્પલ લેવા જતાં બ્લાસ્ટ, 32 ઘાયલ

– વિસ્ફોટના કારણે ક્યાંક માથું, ક્યાંક હાથ પડેલા હતા, અવાજ 15 કિ.મી. દૂર સુધી સંભળાયો 

– વિસ્ફોટમાં માર્યા ગયેલાના પરિવારોને રૂ. 10 લાખ, ઈજાગ્રસ્તોને 1 લાખ સહાયની જાહેરાત

નવી દિલ્હી : દિલ્હીમાં વિસ્ફોટની ઘટના હજુ તાજી જ છે ત્યાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલા નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે મોડી રાતે ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં પોલીસ કર્મચારી સહિત નવ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૩૨ ઘાયલ થયા છે. દિલ્હી વિસ્ફોટની જેમ જ નૌગામમાં થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે પોલીસ સ્ટેશનની આજુબાજુ અનેક ઈમારતોને નુકસાન થયું હતું તથા વાહનો સળગી ગયા હતા. વિસ્ફોટનો અવાજ ૧૫ કિ.મી. દૂર સુધી સંભળાયો હતો, જેને પગલે આ આતંકી હુમલો હોવાની અટકળો થવા લાગી હતી. જોકે, પોલીસે શનિવારે સવારે સ્પષ્ટ કર્યું કે, આ એમોનિયમ નાઈટ્રેટથી અકસ્માતે થયેલો વિસ્ફોટ હતો.

શ્રીનગરના નૌગામ પોલીસ મથકમાં માર્યા ગયેલા પોલીસ જવાનોના મૃતદેહને શ્રીનગર સ્થિત પોલીસ નિયંત્રણ રૂમમાં લઈ જવાયા હતા. ૨૪થી વધુ પોલીસ કર્મચારી અને ત્રણ નાગરિક સહિત ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સુરક્ષા અધિકારીઓએ શનિવારે તકેદારીના ભાગરૂપે પ્રોટોકોલ લાગુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

શ્રીનગરના નૌગામ પોલીસ મથકમાં થયેલા વિસ્ફોટ અંગે શનિવારે ડીજીપી નલિન પ્રભાત અને ગૃહ બાબતોના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ શ્રીનગર અને નવી દિલ્હી ખાતે એક સમાન નિવેદન વાંચી સંભળાવ્યું હતું. તેમણે આ વિસ્ફોટ આતંકી હુમલો હોવાનો ઈનકાર કર્યો હતો. બંને અધિકારીઓએ પત્રકારોના કોઈ પ્રશ્નોના જવાબ આપ્યા નહોતા. તેમણે જણાવ્યું કે, આ વિસ્ફોટ અકસ્માતે થયો હતો. વ્હાઈટ કોલર ટેરર આતંકી મોડયુલના કેસમાં હરિયાણાના ફરિદાબાદમાંથી જપ્ત કરવામાં આવેલા એમોનિયમ નાઈટ્રેટ સહિતની વિસ્ફોટક સામગ્રીઓને નૌગામ પોલીસ મથકના પરિસરમાં ખુલ્લામાં રખાઈ હતી. 

તેમણે ઉમેર્યું કે, પોલીસ કર્મચારીઓ આ વિસ્ફોટક સામગ્રીના સેમ્પલ લઈ રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં ફોરેન્સિક સાયન્સ પ્રયોગશાળાના ત્રણ લોકો, એક નાયબ જિલ્લા મહેસૂલ અધિકારી સહિત મહેસૂલ વિભાગના બે લોકો, બે પોલીસ ફોટોગ્રાફર, રાજ્ય તપાસ એજન્સીનો એક કર્મચારી અને એક દરજીનો સમાવેશ થાય છે. એમોનિયમ નાઈટ્રેટ સહિતના રસાયણોની અસ્થિર પ્રકૃતિના કારણે વિસ્ફોટ થયો હતો. આ સામગ્રી ધરપકડ કરાયેલા ડો. મુઝમ્મિલ ગનઈના ભાડાંના મકાનમાંથી જપ્ત કરાયેલા ૩૬૦ કિલો વિસ્ફોટકનો ભાગ હતી. 

નૌગામ પોલીસ સ્ટેશનના પરિસરમાં થયેલા વિસ્ફોટ પછી ઘટના સ્થળે પહોંચેલા તારિક અહેમદે કહ્યું કે, અમે જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો. આ વિસ્ફોટ રાતે ૧૧.૨૨ કલાકે થયો હતો. અમે ગભરાઈ ગયા. અમે લોકોને બહાર આવતા અને રોતા જોયા, ત્યારે ખ્યાલ આવ્યો કે પોલીસ સ્ટેશનમાં કંઈક થયું છે. અમે ત્યાં પહોંચ્યા તો જોયું ત્યાં ધૂમાડો જ ધૂમાડો હતો, લાશો પડી હતી, કપાયેલા હાથ, માથા પડયા હતા. અન્ય એક સ્થાનિક નાગરિકે કહ્યું કે, તેનું ઘર નૌગામ પોલીસ સ્ટેશનથી લગભગ ૧૫ કિ.મી. દૂર છે. વિસ્ફોટનો અવાજ છેક તેના ઘર સુધી સંભળાયો હતો. અવાજની સાથે આગની ઊંચી જ્વાળા અને ધૂમાડા જોવા મળ્યા હતા.

ડીજીપી નલીને કહ્યું કે, ઓક્ટોબરના મધ્યમમાં નૌગામના બનપોરામાં દિવાલો પર પોલીસ અને સુરક્ષા દળોને ધમકી આપતા પોસ્ટરો લગાવાયા હતા, જેની તપાસમાં જમ્મુ-કાશ્મીર પોલીસ સોમવારે ફરિદાબાદ પહોંચી હતી અને એમોનિયમ નાઈટ્રેટ સહિત ૨૯૦૦ કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. આ કેસની એફઆઈઆર નૌગામ પોલીસ મથકમાં જ લખાયેલી હોવાથી ફરિદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકોને અહીં લાવવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીર સરકારે શનિવારે નૌગામ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા પ્રત્યેકના પરિવારજનોને રૂ. ૧૦ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૧ લાખની સહાય કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક્સ પર પોસ્ટમાં કહ્યું કે, મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી આ સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના નિર્દેશો પર સ્વાસ્થ્ય મંત્રી સકિના ઈતૂએ પીડિતોના પરિવારજનોની તેમના ઘર પર અને ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
કંપનીના ડાયરેક્ટરને ધમકી ૧૫ લાખ આપવા પડશે, નહીંતર એન.જી.ટી.ના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે | threat…

કંપનીના ડાયરેક્ટરને ધમકી ૧૫ લાખ આપવા પડશે, નહીંતર એન.જી.ટી.ના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે | threat...

શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે | The first sports complex will b…

શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે | The first sports complex will b...

માંજલપુરમાં રોડ ક્રોસ કરતા યુવકને બાઇકચાલક ૧૦ ફૂટ ઢસડી જતા મોત | A young man was dragged 10 feet by …

માંજલપુરમાં રોડ ક્રોસ કરતા યુવકને બાઇકચાલક ૧૦ ફૂટ ઢસડી જતા મોત | A young man was dragged 10 feet by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત | Gujarat RERA …

ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત | Gujarat RERA …

6 months ago
અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતાં, વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવા…

અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતાં, વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવા…

12 months ago
સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા | My father in law was looking down on…

સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા | My father in law was looking down on…

10 months ago
પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News