gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો | 8th pay commissi…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in Business
0 0
0
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો | 8th pay commissi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

8th Pay Commision: કેન્દ્ર સરકારના 33 લાખથી વધુ કર્મચારીઓ અને 66 લાખથી વધુ પેન્શનર્સ આઠમા પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જે 2027ની શરૂઆતમાં લાગુ થવાની શક્યતા છે. આઠમું પગાર પંચ લાગુ થયા બાદ સરકારી કર્મચારીઓને પગાર બમણો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ કોટક ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટીઝ દ્વારા તાજેતરમાં જાહેર રિપોર્ટમાં બેઝિક પે આશરે 13 ટકા આસપાસ વધવાનો અંદાજ અપાયો છે. જે કર્મચારીઓની અપેક્ષા પર પાણી ફેરવી શકે છે.

રિપોર્ટ અનુસાર, આઠમા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 1.8 રહી શકે છે. જેનાથી બેઝિક પે આશરે 13 ટકા સુધી વધી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વાસ્તવિક વધારો સંપૂર્ણપણે કમિશન તરફથી ભલામણ કરવામાં આવેલા ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર હોય છે. જેની મદદથી કર્મચારીઓના બેઝિક પેની ગણતરી કરવામાં આવે છે.

સાતમા પગાર પંચમાં આટલો વધારો થયો

એમ્બિટ કેપિટલના એક રિપોર્ટ અનુસાર, સાતમા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ સેક્ટર નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી કર્મચારીઓનું માસિક બેઝિક પે 7000થી વધી રૂ. 18000 થયુ હતું. જે આઠમા પગાર પંચમાં વધી 2.86 થવાનો અંદાજ વિવિધ નિષ્ણાતો દ્વારા અપાઈ રહ્યો હતો. આ ફિટમેન્ટ ફેક્ટરમાં બેઝિક પગાર 186 ટકા વધવાનો અંદાજ હતો. જો કે, વર્તમાન રિપોર્ટમાં બેઝિક પગાર 13 ટકા આસપાસ વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે, ફિટમેન્ટ ફેક્ટરમાં વધારા મુદ્દે અંતિમ નિર્ણય નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટન્ટેટિવ મશીનરી (એનસી-જેસીએમ)નો રહેશે.

આ પણ વાંચોઃ ઉલ્લુ, ALT બાલાજી અને બિગ શોટ્સ સહિત 25 એપ પર પ્રતિબંધ, અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારનું આકરું વલણ

15 ભલામણો મોકલવામાં આવી

નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)એ આઠમા પગાર પંચ માટે મુખ્યત્વે 15 ભલામણો મોકલવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર, સંરક્ષણ, કેન્દ્રશાસિત પ્રદેશો, ગ્રામીણ ડાક સેવકો સહિત તમામ કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા  છે. કાઉન્સિલે આધુનિક જીવનશૈલીના આધારે લઘુત્તમ પગારના ધોરણો નક્કી કરવા પણ ભલામણ કરી છે. અન્ય મુખ્ય માંગણીઓમાં ઓવરલેપિંગ પગાર સ્તરોને મર્જ કરવા, મોડિફાઇડ એશ્યોર્ડ કરિયર પ્રોગ્રેસન (MACP) યોજનામાં વિસંગતતા દૂર કરવી, DA/DRને મૂળ પગાર સાથે મર્જ કરવા, જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા અને CGHS તબીબી લાભોમાં સુધારો વગેરે સમાવિષ્ટ છે. કાઉન્સિલે અનુસ્નાતક સ્તર સુધી શિક્ષણ ભથ્થાં લંબાવવા, જરૂરિયાત-આધારિત એડવાન્સિસ પુનઃસ્થાપિત કરવા અને રેલ્વે અને સંરક્ષણ નાગરિક કર્મચારીઓ માટે જોખમ ભથ્થાં પૂરા પાડવાની પણ માંગ કરી હતી.

જોકે 8મી CPC કર્મચારીઓની આવકમાં નોંધપાત્ર વધારો કરવાનું વચન આપે છે, કોટકે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર નાણાકીય અસરોને ધ્યાનમાં રાખીને સાવધાનીપૂર્વક આગળ વધે તેવી શક્યતા છે. હાલમાં, સમયરેખા અને અવકાશ બદલાઈ રહ્યો છે, પરંતુ રોડમેપ સૂચવે છે કે પગારમાં મોટો સુધારો થવાની અપેક્ષા છે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
Business

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

April 2, 2026
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…
Business

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

April 2, 2026
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
Next Post
શશી થરૂરની મેંગો પાર્ટીમાં ભાજપ નેતાઓની ‘કતાર’! કોંગ્રેસમાંથી કોણ-કોણ આવ્યું? | bjp leaders attend s…

શશી થરૂરની મેંગો પાર્ટીમાં ભાજપ નેતાઓની 'કતાર'! કોંગ્રેસમાંથી કોણ-કોણ આવ્યું? | bjp leaders attend s...

જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું | Mega demolit…

જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું | Mega demolit...

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio…

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ: 12 મુખ્ય આરોપીમાંથી એક ઝડપાયો | mahisagar 123 crore nal se j…

મહિસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ: 12 મુખ્ય આરોપીમાંથી એક ઝડપાયો | mahisagar 123 crore nal se j…

7 months ago
જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં પોલીસના વરલી મટકાના જુગાર અંગે 5 સ્થળે દરોડા : 5 શખ્સો ઝડપાયા |…

જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં પોલીસના વરલી મટકાના જુગાર અંગે 5 સ્થળે દરોડા : 5 શખ્સો ઝડપાયા |…

2 days ago
જેતલપુરના જ્વેલર્સ શોરૃમમાંથી 3 મહિલા 10 લાખની 8 બંગડી ઉઠાવી ગઇ | 3 women stole 8 bangles worth Rs 1…

જેતલપુરના જ્વેલર્સ શોરૃમમાંથી 3 મહિલા 10 લાખની 8 બંગડી ઉઠાવી ગઇ | 3 women stole 8 bangles worth Rs 1…

6 months ago
નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ : નગરજનો, મનપા પરેશાન | Stray animals in Nadiad city: Townspeople …

નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ : નગરજનો, મનપા પરેશાન | Stray animals in Nadiad city: Townspeople …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News