gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

G METRO NEWS by G METRO NEWS
July 10, 2026
in GUJARAT
0 0
0
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જુનાગઢ તા.૧૦
મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી.
કેન્દ્રિય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવિયાએ સૌપ્રથમ ઉપસ્થિત તમામ સભ્યોને પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પ, MY Bharat પોર્ટલના ઉદ્દેશો, યુવાનો માટે ઉપલબ્ધ વિવિધ તકો તેમજ વિકસિત ભારત 2047ના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું .હાલમાં ચાલી રહેલા સઘન યુવા નોંધણી અભિયાન તથા વાર્ષિક કાર્યયોજનાના અસરકારક અમલીકરણ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લામાં યુવાનોની ભાગીદારી વધારવા, MY Bharat પોર્ટલ પર વધુમાં વધુ યુવાનોનું નોંધણીકરણ સુનિશ્ચિત કરવા, વિવિધ વિભાગો વચ્ચે સુમેળ વધારવા તથા સમયબદ્ધ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.મંત્રીશ્રીએ તમામ વિભાગો તથા સંબંધિત સંસ્થાઓને જિલ્લાના 15 થી 29 વર્ષના યુવાનોને MY Bharat પોર્ટલ સાથે જોડવા માટે વ્યાપક જાગૃતિ અને નોંધણી અભિયાન હાથ ધરવામાં આવે તે માટે જણાવ્યુ હતું.તેમણે વધુમા જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવી એ MY Bharatનું મુખ્ય ધ્યેય છે અને તે માટે તમામ વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો તથા સામાજિક સંસ્થાઓના સંકલિત પ્રયાસો જરૂરી છે.

બેઠક દરમિયાન જિલ્લા યુવા અધિકારી મયંક ભદૌરિયાએ જિલ્લામાં અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યો, MY Bharat પોર્ટલ પર નોંધણીની પ્રગતિ, આગામી પ્રવૃત્તિઓ તથા વાર્ષિક કાર્યયોજનાનું વિગતવાર પ્રસ્તુતીકરણ કર્યું હતું.

મંત્રીશ્રીએ જિલ્લાના તમામ મહાવિદ્યાલયો, યુનિવર્સિટીઓ, આઈટીઆઈ, પોલિટેકનિક સંસ્થાઓ, શાળાઓ, ગ્રામ પંચાયતો, યુવા મંડળો, એનએસએસ, એનસીસી, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા અન્ય વિભાગો મારફતે યુવાનોને MY Bharat સાથે જોડવા માટે વિશેષ અભિયાન ચલાવવાના નિર્દેશ આપ્યા હતા .તેમણે વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરીને કૌશલ્ય વિકાસ, સ્વયંસેવા, પર્યાવરણ સંરક્ષણ, રમતગમત, આરોગ્ય, નશામુક્તિ અભિયાન, ટીબી મુક્ત ભારત અભિયાન, આપદા વ્યવસ્થાપન તથા રાષ્ટ્ર નિર્માણ સંબંધિત કાર્યક્રમોના વ્યાપક અમલીકરણ પર ભાર મૂક્યોહતો.

બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું કે યુવાનોને વહીવટી, સામાજિક, તકનીકી તથા વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડવા માટે તમામ સંબંધિત વિભાગો સંયુક્ત રીતે કાર્ય કરશે, જેથી જિલ્લાના યુવાનોને વધુમાં વધુ તકો પ્રાપ્ત થાય અને વિકસિત ભારતના નિર્માણમાં તેમની અસરકારક ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે.

બેઠકમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષી, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ સહિત જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા સલાહકાર સમિતિના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, MY Bharatના સ્વયંસેવકો તથા અન્ય સંબંધિત હિતધારકોએ હાજરી આપી હતી અને MY Bharatની પ્રવૃત્તિઓના અસરકારક અમલીકરણ માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક કનસુમરા ગામ પાસે ચેક ડેમના પાળા પાસે પોલીસનો જુગાર અંગે દરોડો : એક આરોપી પકડાયો, ચાર ફરા…

જામનગર નજીક કનસુમરા ગામ પાસે ચેક ડેમના પાળા પાસે પોલીસનો જુગાર અંગે દરોડો : એક આરોપી પકડાયો, ચાર ફરા…

6 months ago
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી, વડાપ્રધાન મોદીએ કહ્યું – બંગાળમાં પણ સુશાસન લાવીશું …

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી, વડાપ્રધાન મોદીએ કહ્યું – બંગાળમાં પણ સુશાસન લાવીશું …

6 months ago
અચરજ પમાડતી ઘટના: પતિનો જીવ બચાવવા પત્નીએ લિવર દાન કર્યું, સર્જરી બાદ બંનેના મોત | a woman donated h…

અચરજ પમાડતી ઘટના: પતિનો જીવ બચાવવા પત્નીએ લિવર દાન કર્યું, સર્જરી બાદ બંનેના મોત | a woman donated h…

11 months ago
રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ | Cont…

રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ | Cont…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News