gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોટાથી છ આરોપીઓને ઝડપી લીધા ૨૬ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત | ramol police nabbed kidnapping and…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
કોટાથી છ આરોપીઓને ઝડપી લીધા ૨૬ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત | ramol police nabbed kidnapping and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, ગુરૂવાર

શહેરના વસ્ત્રાલમાં બિલ્ડરનું અપહરણ કરીને તેને તેની પાસેથી ૨૬ લાખની રોકડ અને ૨૫ લાખ ઉપરાંતના દાગીનાની લૂંટ કરવાના કેસમાં રામોલ પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે  રાજસ્થાન કોટાથી છ આરોપીઓેને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કેસમા ભોગ બનનાર બિલ્ડરનો ભાણેજ આ કેસનો માસ્ટર માઇન્ડ હતો. તેણે જ મુખ્ય આરોપીને તેના મામાનું અપહરણ કરીને નાણાં પડાવવાની ટીપ આપી હતી. ત્યારે આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના વટવા વિઝોંલમાં આવેલી ધનપાલેશ્વર સોસાયટીમાં રહેતા અજયસિહ રાજપુત ગત ૯મી સપ્ટેમ્બરે વસ્ત્રાલમાંથી પસાર થતા હતા. ત્યારે એક ઇનોવા કારમાં આવેલા પાંચ લોકોએ તેમને નીચે પાડીને બળજબરીથી કારમાં બેસાડી દીધા હતા. આ કારમાં સંગ્રામસિંહ સિકરવાર અને શિવમ નામના વ્યક્તિને અજયસિંહ ઓળખતો હતો. તેમણે અજયસિંહને કહ્યું હતું કે તુજે જીંદા રહેના હે તો એક કરોડ રૂપિયા દેના પડેગા. બાદમાં અજયસિંહને તેની પત્નીને ફોન કરીને ઘરે રહેલી રોકડ અને તમામ દાગીના મંગાવવાનું કહ્યું હતું. જેથી અજયસિંહે ઘરેથી ૨૬ લાખ રોકડ, ૨૫ લાખના દાગીના  નાના ચિલોડા સર્કલ પાસે મંગાવ્યા હતા અને દાગીના લીધા બાદ તેમને નર્મદા કેનાલ પાસે ઉતારીને પાંચેય જણા ફરાર થઇ ગયા હતા. આ અંગે રામોલ પોલીસને જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર વી ડી મોરી અને તેમના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ઇનોવા કારને ભાડે લીધી હતી અને કારનું લોકેશન રાજસ્થાન કોટાનું હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી આ અંગે ડીસીપી ઝોન-૫ જીતેન્દ્ર અગ્રવાલે  કોટા પોલીસની મદદ લઇને રામોલ પોલીસની એક ટીમને પણ કોટા મોકલી હતી. જ્યાં  સંગ્રામસિંહ સિકરવાર (રહે. સાકાર ટેનામેન્ટ, વસ્ત્રાલ), શિવમસિંહ તોમર (રહે. જલપરી સોસાયટી, વસ્ત્રાલ), અમન ભદોરિયા (રહે. વિરાટનગર, બાપુનગર),  સુરજ ચૌહાણ (રહે. આગ્રા, ઉત્તરપ્રદેશ), અફરોઝખાન શાહીદખાન (રહે. મથુરા, ઉત્તરપ્રદેશ) તેમજ ઋષી સેંગરને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ખંડણીનો તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે  ઋષી સેંગર બિલ્ડર અજયસિંહનો ભાણેજ થાય છે. ઋષી જાણતો હતો કે તેના મામા જમીન લે-વેંચનું અને બિલ્ડર તરીકે કામ કરતા હોવાથી તેમની પાસે લાખોની રોકડ હોય છે. જેથી તેણે  સંગ્રામસિંહને જાણ કરી હતી અને તેણે અપહરણ કરીને ખંડણી વસુલવાનું કાવતરૂ ઘડયું હતું. આ તેણે ઉત્તરપ્રદેશથી સુરજ ચૌૈહાણ અને અફરોઝખાનને બોલાવ્યા હતા અને અપહરણ કરવા માટે કાર ભાડે લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો | ahmedabad rural police cracked house break…

૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો | ahmedabad rural police cracked house break...

Jolly LLB 3 ફિલ્મ સામે વાંધો, ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર 16 સપ્ટેમ્બરે થશે સુનાવણી | Gujarat H…

Jolly LLB 3 ફિલ્મ સામે વાંધો, ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર 16 સપ્ટેમ્બરે થશે સુનાવણી | Gujarat H...

કોર્પોરેશન ડૉ. દેવેશ પટેલના કામોની ફાઇલ તેમના રાઇટહેન્ડ પાસેથી કબ્જે કરે તેવી વિપક્ષની માંગ | Opposi…

કોર્પોરેશન ડૉ. દેવેશ પટેલના કામોની ફાઇલ તેમના રાઇટહેન્ડ પાસેથી કબ્જે કરે તેવી વિપક્ષની માંગ | Opposi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના 5917 વિદ્યાર્થીઓને દર મહિને 35.50 લાખ ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો લાભ | 5917 students benefit fr…

ભાવનગરના 5917 વિદ્યાર્થીઓને દર મહિને 35.50 લાખ ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો લાભ | 5917 students benefit fr…

6 months ago
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના દિવાલ ધસી પડવાની ઘટનામાં ઘાયલ વ્યક્તિનું સારવારમાં મૃત્યુ નિપજતાં પરિ…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના દિવાલ ધસી પડવાની ઘટનામાં ઘાયલ વ્યક્તિનું સારવારમાં મૃત્યુ નિપજતાં પરિ…

7 months ago
જયપુરના મેયર સુરતની સ્વચ્છતા અને પ્રોજેક્ટથી પ્રભાવિત, પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટ જયપુરમાં અમલ કરાશ…

જયપુરના મેયર સુરતની સ્વચ્છતા અને પ્રોજેક્ટથી પ્રભાવિત, પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટ જયપુરમાં અમલ કરાશ…

8 months ago
ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસ…

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News