gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા | Commercial LPG cylinder becom…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in INDIA
0 0
0
કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા | Commercial LPG cylinder becom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પહેલી મેથી રોજિંદા જીવનને અસર કરતા મહત્ત્વ ફેરફારો

– એટીએમમાંથી નાણા ઉપાડવાનું મોંઘું થયું : નિર્ધારિત મફત ટ્રાન્ઝેકશનો પૂર્ણ થયા પછી પ્રત્યેક ટ્રાન્ઝેકશન દીઠ રૂ. 23 ચાર્જ

– ઉ.પ્રદેશ, આંધ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત 11 રાજ્યની  તમામ ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને એક સાથે મર્જ કરી એક મોટી બેંક બનાવાશે

નવી દિલ્હી : વિમાન ઇંધણ (એટીએફ)ના ભાવમાં ગુરૂવારે ૪.૪ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો એક મહિનાની અંદર બીજો મોટો ઘટાડો છે. 

આ ઉપરાંત હોટેલો અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કને ધ્યાનમાં રાખીને ૧૪.૫૦ રૂપિયા ઘટાડવામાં આવ્યો છે. 

સરકારી ઇંધણ વિક્રેતાઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એવિએશન ટર્બાઇન ફયુઅલ (એટીએફ) એટલે કે વિમાન ઇંધણનો ભાવ ૩૯૫૪.૩૮  રૂપિયા પ્રતિ કિલોલીટર એટલે કે ૪.૪ ટકા ઘટીને ૮૫,૪૮૬.૮૦ રૂપિયા પ્રતિ કિલોલિટર થઇ ગયો છે.

ઓઇલ કંપનીઓએ ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૪.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીના ભાવ ઘટીને ૧૭૪૭.૫૦ રૂપિયા થઇ ગયો છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવમાં છેલ્લા કેટલાક સપ્તાહોમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક વેપાર યુદ્ધને કારણે ઓઇલની માંગમાં ઘટાડો થવાનું જોખમ ઉભુ થયુ છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૬૧ ડોલરની નીચે પહોંચી ગયો છે જે છેલ્લા ત્રણ વર્ષની નિમ્ન સપાટી છે.

બેંક ગ્રાહકો માટે એટીએમમાંથી નાણા ઉપાડવા આજથી મોંઘું થઇ ગયું છે. હવે બેંક મહિનાના નિર્ધારિત નાણા ઉપાડવાના મફત વ્યવહારો પૂર્ણ થયા પછી પ્રત્યેક ઉપાડ પર ૨૩ રૂપિયા ચાર્જ વસુલ કરશે. અત્યાર સુધી આ ચાર્જ ૨૧ રૂપિયા હતો. 

ગ્રાહક દર મહિને પોતાની બેંકના એટીએમમાંથી પાંચ મફત ટ્રાન્ઝેકશન કરી શકે છે. આ ટ્રાન્ઝેકશનમાં નાણાકીય અને બિન નાણાકીય બંને ટ્રાન્ઝેકશનનો સમાવેશ થાય છે. 

મેટ્રો શહેરોમાં ગ્રાહક દર મહિને અન્ય બેંકના એટીએમમાંથી નાણાકીય અને બિન નાણાકીય સહિત કુલ ત્રણ મફત ટ્રાન્ઝેકશન કરી શકે છે. નોન મેટ્રો શહેરોમાં ગ્રાહક દર મહિને અન્ય બેંકના એટીએમમાંથી નાણાકીય અને બિન નાણાકીય સહિત કુલ પાંચ મફત ટ્રાન્ઝેકશન કરી શકે છે. 

એક મેથી  રેલવે ટિકિંગ બુકિંગના નિયમોમાં ફેરફાર થયો છે. હવે વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચ માટે જ માન્ય રહેશે. વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં યાત્રા કરી શકાશે નહીં. આ ઉપરાંત એડવાન્સ રિઝર્વેશન પિરિયડ ૧૨૦ દિવસથી ઘટાડી ૬૦ દિવસ કરવામાં આવ્યું છે.એક મેથી ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત ૧૧ રાજ્યની  તમામ ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને એક સાથે જોડી એક મોટી બેંક બનાવવામાં આવશે. આનાથી બેકિંગ સેવાઓ વધુ સારી થશે અને ગ્રાહકોને અગાઉ કરતા વધારે સુવિધા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ | r…
INDIA

લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ | r…

February 10, 2026
’18 વધારે કે ઝીરો..’, લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ | Parliament Bud…
INDIA

’18 વધારે કે ઝીરો..’, લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ | Parliament Bud…

February 10, 2026
CBSEનો મોટો નિર્ણય: હવે શિક્ષકો પેનથી નહીં પણ કોમ્પ્યુટર પર પેપર ચેક કરશે, જાણો શું છે OSM સિસ્ટમ? |…
INDIA

CBSEનો મોટો નિર્ણય: હવે શિક્ષકો પેનથી નહીં પણ કોમ્પ્યુટર પર પેપર ચેક કરશે, જાણો શું છે OSM સિસ્ટમ? |…

February 10, 2026
Next Post
સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.2000નો કડાકો

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.2000નો કડાકો

અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in …

અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in ...

જીએસટીની અધધ રૂ.2.37 લાખ કરોડની આવક | GST revenue of Rs 2 37 lakh crore

જીએસટીની અધધ રૂ.2.37 લાખ કરોડની આવક | GST revenue of Rs 2 37 lakh crore

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના PM માર્ક કાર્ની અને PM મોદીની ટેલિફોનિક વાતચીત, G7 સંમેલન માટે ભારતને આમંત્રણ

કેનેડાના PM માર્ક કાર્ની અને PM મોદીની ટેલિફોનિક વાતચીત, G7 સંમેલન માટે ભારતને આમંત્રણ

8 months ago
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ…

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ…

2 months ago
સેન્સેક્સ 411 પોઈન્ટ ઉછળી 84363 | Sensex rises 411 points to 84363

સેન્સેક્સ 411 પોઈન્ટ ઉછળી 84363 | Sensex rises 411 points to 84363

4 months ago
સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત

સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News