gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ | Bureaucracy in both courts and government: CJI

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in INDIA
0 0
0
કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ | Bureaucracy in both courts and government: CJI
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખુરશીનો નશો માથા પર ચઢી જાય તો ન્યાય નહીં પાપ જ થશે : જસ્ટિસ ગવઈ

– નિવૃત્તિ પછી સરકારી પદ કે ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવે તે ઘટનાઓ ન્યાયાધીશની નૈતિકતા માટે અનેક સવાલો ઊભા કરે છે

– અરજદારોના ઘરઆંગણા સુધી ન્યાય પહોંચાડવા માટે ન્યાયતંત્રનું વિકેન્દ્રીકરણ કરવું અત્યંત જરૂરી : મુખ્ય ન્યાયાધીશ

અમરાવતી : મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ન્યાયતંત્ર અને વહીવટી તંત્રના પદો પર બેઠેલા લોકોને ચેતવણી આપતા હોય તેમ એક સમારંભમાં કહ્યું હતું કે, ખુરશી માથા પર ચઢી જાય તો ન્યાય કે સેવા નહીં પરંતુ પાપ જ થશે. સાથે તેમણે અરજદારોના ઘર સુધી ન્યાય પહોંચાડવા માટે ન્યાયતંત્રના વિકેન્દ્રીકરણ પર ભાર મૂક્યો હતો. વધુમાં સીજેઆઈ ગવઈએ ન્યાયાધીશો અને વકીલોને પણ તેમના વર્તન માટે સંભળાવી દીધું હતું. તેમણે સરકાર અને કોર્ટોમાં રેડ ટેપિઝમ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

મહારાષ્ટ્રના અમરાવતીમાં ન્યાયાલયની નવી બનેલી ભવ્ય ઈમારતનું ઉદ્ધાટન કરતા મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ ન્યાયતંત્ર, વહીવટી અધિકારીઓ અને વકીલ સમુદાયને મહત્વપૂર્ણ સંદેશો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, આ ખુરશી જનતાની સેવા માટે છે, ઘમંડ કે અહંકાર માટે નહીં. ખુરશી જો માથે ચઢી જાય તો તે સેવા નહીં પરંતુ પાપ બની જાય છે. જે લોકોના માથામાં સત્તાનો મદ ચઢી ગયો હોય તે ન્યાય કરી શકે નહીં. મુખ્ય ન્યાયાધીશે વહીવટી અધિકારીઓ જ નહીં પરંતુ ન્યાયાધીશો અને વકીલોને પણ ખરું-ખોટું સંભળાવ્યું હતું. તેમણે કહ્યું કે, ન્યાયાધીશોએ વકીલોને સન્માન આપવું જોઈએ. આ કોર્ટ વકીલ અને ન્યાયાધીશો બંનેની છે.

બીજીબાજુ જુનિયર વકીલોને ચેતવણી આપતા સૂરમાં તેમણે કહ્યું કે, ૨૫ વર્ષના વકીલ જજની ખુરશી પર બેસી જાય છે અને ૭૦ વર્ષના સિનિયર વકીલ આવે છે તો તેમના સન્માનમાં ઊભા પણ થતા નથી. તેમણે થોડીક તો શરમ કરવી જોઈએ. સિનિયરનું સન્માન કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે, તમને જિલ્લા અધિકારી, પોલીસ સુપરીન્ટેડેન્ટ કે ન્યાયાધીશની કોઈપણ ખુરશી મળે તેને માત્ર જનસેવાનું માધ્યમ બનાવવી જોઈએ. આ ખુરશી જો માથામાં ઘૂસી જશે તો ન્યાય ખતમ થઈ જશે, સેવા ખતમ થઈ જશે અને માત્ર અહંકાર જ બાકી રહી જશે.

મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, અરજદારોને તેમના ઘરઆંગણે ન્યાય અપાવવા માટે ન્યાયતંત્રનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ. જ્યુડિશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટિના પ્રમુખ તરીકે તેમણે નવા તાલુકા અને જિલ્લા સ્તરીય કોર્ટોની સ્થાપનાનું એક મોડેલ તૈયાર કર્યું હતું. તેમની આ દરખાસ્ત પર કામ થઈ રહ્યું છે, પરંતુ કોર્ટો અને સરકારમાં રેડ ટેપિઝમ એટલે કે લાલફિતાશાહી એક સમાન છે. વહીવટી તંત્રમાં સુધારા માટે રેડ ટેપિઝમ દૂર થવી જોઈએ.

મુખ્ય ન્યાયાધીશ ગવઈ દરિયાપુરમાં તેઓ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નહીં પરંતુ જિલ્લાના રહેવાસી તરીકે આવ્યા છે. સીજેઆઈ ગવઈ તેમના પિતા આરએસ ગવઈની ૧૦મી પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તેમના પિતા કેરળ અને બિહારના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે દરિયાપુરની કોર્ટો સમાજના અંતિમ વ્યક્તિ સુધી ન્યાય પહોંચાડશે.

આ વર્ષે મે મહિનામાં મુખ્ય ન્યાયાધીશનું પદ મેળવનારા બીઆર ગવઈ નવેમ્બર ૨૦૨૫માં નિવૃત્ત થવાના છે ત્યારે તેમણે કહ્યું કે, તેઓ નિવૃત્તિ પછી કોઈપણ સરકારી પદ સ્વીકાર નહીં કરે. તેઓ કન્સલટેશન અને મિડિએશન કરશે. નિવૃત્તિ પછી તુરંત ન્યાયાધીશો સરકારી નિમણૂકો સ્વીકારે અથવા ચૂંટણી રાજકારણમાં પ્રવેશે તો તે મહત્વપૂર્ણ નૈતિક મુદ્દા ઊભા કરે છે. નિવૃત્તિ પછી તેમની પાસે ઘણો સમય હશે. તેથી તેઓ તેમના પૈતૃક ગામ દરાપુર, અમરાવતી અને નાગપુરમાં વધુ સમય પસાર કરવાનો પ્રયત્ન કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુંદરગઢ પાસે બ્રાહ્મણી નદીમાં ઝંપલાવી મહિલા હેલ્થ ઓફિસરે જીવન ટૂંકાવ્યું | Female health officer end…

સુંદરગઢ પાસે બ્રાહ્મણી નદીમાં ઝંપલાવી મહિલા હેલ્થ ઓફિસરે જીવન ટૂંકાવ્યું | Female health officer end...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 નીચે બંધ થતાં 79666 જોવાય | Sensex closes below 80666 in new week sees…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 નીચે બંધ થતાં 79666 જોવાય | Sensex closes below 80666 in new week sees...

કોલેજમાં લોકમેળાનું આયોજન થતાં એબીવીપી-વિદ્યાર્થીઓનો વિરોધ | ABVP students protest against organizin…

કોલેજમાં લોકમેળાનું આયોજન થતાં એબીવીપી-વિદ્યાર્થીઓનો વિરોધ | ABVP students protest against organizin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિંતાજનક: ગૃહિણીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું, દરરોજ 5 મહિલા જીવન ટૂંકાવે છે | rising housewife suicid…

ચિંતાજનક: ગૃહિણીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું, દરરોજ 5 મહિલા જીવન ટૂંકાવે છે | rising housewife suicid…

8 months ago
પાન્સ ગામે આવેલ સર્વે નં.૨ ની જમીન બાબતે સી.એમ.પોર્ટલ ફરિયાદ નો જવાબ આપવામાં વન વિભાગ નિષ્ફળ.

પાન્સ ગામે આવેલ સર્વે નં.૨ ની જમીન બાબતે સી.એમ.પોર્ટલ ફરિયાદ નો જવાબ આપવામાં વન વિભાગ નિષ્ફળ.

6 months ago
BREAKING : ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના 9 કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર અપાયું ન…

BREAKING : ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના 9 કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર અપાયું ન…

1 year ago
આયાત ડયુટી ઘટયા પછી 15 દિવસમાં ખાદ્ય તેલોના ભાવ 5 થી 6 ટકા ઘટશે | Edible oil prices will fall by 5 t…

આયાત ડયુટી ઘટયા પછી 15 દિવસમાં ખાદ્ય તેલોના ભાવ 5 થી 6 ટકા ઘટશે | Edible oil prices will fall by 5 t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News