gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતના બામણવાના પીએચસીમાં આશાવર્કરોને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ મુદ્દે હેડ નર્સની બદલી | Head nurse…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
ખંભાતના બામણવાના પીએચસીમાં આશાવર્કરોને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ મુદ્દે હેડ નર્સની બદલી | Head nurse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 5 થી વધુ આશાવર્કરોની વિરોધ કરી રજૂઆત બાદ આણંદ જિલ્લા પંચાયતની કાર્યવાહી

– વડોદરા આરોગ્યની મિટિંગના બહાને લઈ જઈ બ્રેઈનવૉશ કરી ધર્મપરિવર્તન કરવા દબાણ કર્યું, વિરોધ બાદ હેડ નર્સે કામનું ભારણ વધારી હેરાન કર્યાઃ આશાવર્કરો

આણંદ : ખંભાતના બામણવા ગામના પીએચસીમાં ફરજ બજાવતી હેડ નર્સે વડોદરા ખાતે આરોગ્યની મિટિંગના બહાને લઈ જઈ પાંચથી વધુ આશાવર્કરોનું બ્રેઈનવૉશ કરી ધર્માંતરણ કરવાનું દબાણ કર્યું હતું. આ મુદ્દે આશાવર્કરોએ વિરોધ કરી આરોગ્ય વિભાગમાં રજૂઆત કરતાં હેડ નર્સની ત્વરિત બદલી કરી દેવાઈ છે. 

ખંભાતના બામણવા ગામના પીએચસીના સપનાબહેન સોલંકી સહિત પાંચ આશાવર્કરોએ જણાવ્યું છે કે, બામણવા પીએચસીના હેડ નર્સ તરીકે ફરજ બજાવતાં નમ્રતાબેન મેકવાન છેલ્લા છ મહિનાથી પોતાના ધર્મનો વ્યાપ વધારવા માટે પીએચસીના તાબામાં આવતી આશાવર્કર બહેનોને મિટિંગના નામે બોલાવીને ખ્રિસ્તી ધર્મની વાતો કરતી હતી. હિન્દુ દેવી દેવતા વિશે અયોગ્ય ટિપ્પણી કરતી હતી. પાંચથી વધુ આશાવર્કરને ખ્રિસ્તી ધર્મના પુસ્તકો વાંચવા આપી ધર્મ અંગિકાર કરવા દબાણ કરતી હતી. ગત શનિવારે વડોદરા ખાતે આરોગ્યની મિટિંગના બહાને ખ્રિસ્તી ધર્મના પાદરીઓની ધર્માંતરણની મિટિંગમાં લઈ જઈ કલાકો સુધી આશાવર્કર બહેનોનું બ્રેઈનવૉશ કરવાનો પ્રયાસ કરાયો હતો. ધર્માંતરણ મુદ્દે આસાવર્કરોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધ બાદ કામનું ભારણ વધારી, હાજરી મુદ્દે કનડગત કરી આશાવર્કરોને હેડ નર્સ હેરાન કરતી હતી. આ મુદ્દે આશાવર્કર બહેનોએ આણંદ જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. 

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગને રજૂઆત મળતા ગંભીરતાને ધ્યાનમાં લઈ ખંભાતના બામણવા ગામ પીએચસીના હેડ નર્સની તાત્કાલિક અસરથી ભાલેજ પીએચસીમાં બદલી કરી દેવાઈ છે.

ફરિયાદના આધારે હેડ નર્સ સામે તપાસ કરી પગલાં લેવાશે :નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી

આ અંગે નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પૂર્વીબેન નાયકે જણાવ્યું હતું કે, બામણવા ગામે પીએચસીમાં ફરજ બજાવતાં નમ્રતાબેન મેકવાન મિટિંગના નામે આશાવર્કરોને ખોટી રીતે હેરાન કરી રહ્યાં હોવાની ફરિયાદ મળી હતી. જેથી તેઓની તાત્કાલિક બદલી ભાલેજ પીએચસીમાં કરી દેવામાં આવી છે. આશાવર્કર બહેનોની ફરિયાદના આધારે તેમની સામે તપાસ કરીને પગલાં લેવામાં આવશે. 

માત્ર બદલી કરી ભાજપની જિલ્લા પંચાયતનો મામલો દબાવવાના પ્રયાસનો આક્ષેપ

બામણવાની આશા વર્કર બહેનોને ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર નમ્રતા મેકવાની તાત્કાલિક બદલી કરીને આંખો મામલો દબાવવાનો પ્રયાસ જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનો આશાવર્કરોએ આક્ષેપ કર્યો છે. ભાજપની જ જિલ્લા પંચાયતમાં થઈ રહેલી આવી પ્રવૃત્તિ સામે જિલ્લાના હિન્દુ સંગઠનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…
GUJARAT

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

March 27, 2026
ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…
GUJARAT

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

March 27, 2026
ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …
GUJARAT

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

March 27, 2026
Next Post
પત્ની અને બાળકોની હત્યા કરનાર હેવન પતિ 7 દિવસના રિમાન્ડ પર | Haven husband who killed wife and child…

પત્ની અને બાળકોની હત્યા કરનાર હેવન પતિ 7 દિવસના રિમાન્ડ પર | Haven husband who killed wife and child...

મહુવા રાજુલા નેશનલ હાઇવે પર કાર અને બાઈક અથડાતા દંપતી ખંડિત,પતિનું મોત | Couple injured in car and b…

મહુવા રાજુલા નેશનલ હાઇવે પર કાર અને બાઈક અથડાતા દંપતી ખંડિત,પતિનું મોત | Couple injured in car and b...

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ?

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના યુનિયન સામે આક્રમક પગલા ભરનારા ડેપ્યુટી કમિશ્નરને ડેપ્યુટેશન પરથી પરત લેવાની માંગણી સા…

સુરત પાલિકાના યુનિયન સામે આક્રમક પગલા ભરનારા ડેપ્યુટી કમિશ્નરને ડેપ્યુટેશન પરથી પરત લેવાની માંગણી સા…

2 months ago
તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ, આજથી બે-ત્રણ દિવસ તારાજીની શક્યતા

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ, આજથી બે-ત્રણ દિવસ તારાજીની શક્યતા

4 months ago
2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

4 months ago
દિલ્હીના બ્લાસ્ટ બાદ હોટલના ચેકિંગમાં ગંભીર બેદરકારી સામે આવી,વિદેશી મહિલા 3 દિવસ રોકાઇને જતી રહી | …

દિલ્હીના બ્લાસ્ટ બાદ હોટલના ચેકિંગમાં ગંભીર બેદરકારી સામે આવી,વિદેશી મહિલા 3 દિવસ રોકાઇને જતી રહી | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News