![]()
રોયલ્ટીપાસ વગર અને ઓવરલોડેડ
નારદીપુર તથા ધણપ ખાતે તપાસ કરીને રાજસ્થાનના ચાર સહિત સાત ટ્રકને પકડયાઃ૧૫.૮૨ લાખના દંડની વસુલાત
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા ખનિજ ચોરી સામે સખત
કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં રાજસ્થાનના નાથદ્વારા તથા ઉદયપુર ખાતેથી આવી
રહેલા બિનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ વિના પથ્થર ભરેલા વાહનોને પકડી તેમના વિરૃધ્ધ
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ સાત જેટલા વાહનો સાથે ૩.૨૦ કરોનો મુદ્દામાલ
જપ્ત કરવામાં આવ્યો છે.
જિલ્લાના નારદીપુર-ધમાસાણા માર્ગ પર સ્થિત ભારત પેટ્રોલીયમ
પંપ નજીકથી ત્રણ ડમ્પરો અને ધણપ પાસેથી રાજસ્થાનમાંથી આવી રહેલા ચાર ટ્રેલરો મળી
કુલ સાત વાહનોને રોકવામાં આવ્યા હતા. આ તમામ વાહનોમાં રોયલ્ટી પાસ વગર તેમજ ઓવરલોડ
ખનિજ વહન થતું હોવાનું બહાર આવ્યું હતુંતંત્ર દ્વારા પકડાયેલા આ વાહનોમાંથી અંદાજે
રૃપિયા ૩.૨૦ કરોડના ખનિજ સાથે સંબંધિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભૂસ્તર
વિભાગે ખનિજ ચોરી રોકવા માટે ખાસ ચેકિંગ ડ્રાઈવના ભાગરૃપે આ કાર્યવાહી હાથ ધરી
હતી.
કલેક્ટરના નેતૃત્વ અને મદદનીશ ભુસ્તરશાી પ્રણવ સિંહના
માર્ગદર્શન હેઠળ તપાસ કરનાર ટીમે સ્થાનિક અને રાજ્યો પારથી આવતાં વાહનો પર નજર
રાખી હતી.પકડી પાડવામાં આવેલા વાહનમાલિકો સામે ગુજરાત મિનરલ્સ નિયમો મુજબ
કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. જેમાંથી ૫ વાહનો વિરુદ્ધ કુલ રૃપિયા ૧૫.૮૨ લાખની
દંડકીય વસુલાત પણ કરી લેવાઈ છે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખનિજ ચોરી સામે આગામી
દિવસોમાં પણ આવા કડક પગલાં ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે.










