gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખાનગી-સરકારી તમામ સ્કૂલો ફ્રીમાં સેનેટરી પેડ્સ પુરા પાડે : સુપ્રીમ | All private and government scho…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in INDIA
0 0
0
ખાનગી-સરકારી તમામ સ્કૂલો ફ્રીમાં સેનેટરી પેડ્સ પુરા પાડે : સુપ્રીમ | All private and government scho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુપ્રીમે માસિક ધર્મમાં સ્વાસ્થ્યની કાળજીને બંધારણીય અધિકાર ગણાવ્યો

– તમામ સ્કૂલોમાં ટોઇલેટ, હેન્ડ વોશ, પાણીની સુવિધા હોવી જોઇએ, વધારાના ઇનરવેર, યુનિફોર્મ, ડિસ્પોઝેબલ પેડ્સ રાખવા આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દેશની તમામ સ્કૂલોને આદેશ આપ્યો છે અને કહ્યું છે કે સ્કૂલમાં અભ્યાસ કરનારી તમામ વિદ્યાર્થિનીને માસિક ધર્મ સમયે ફ્રીમાં સેનેટરી પેડ્સ આપવામાં આવે. આ સાથે જ સુપ્રીમે કહ્યું હતું કે માસિક ધર્મ સમયે સ્વાસ્થ્યની કાળજી રાખવી તે બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળના જીવન જીવવાના અધિકારોનો હિસ્સો છે. તમામ સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓ, વિદ્યાર્થીઓ માટે ટોઇલેટની યોગ્ય વ્યવસ્થા હોવી જોઇએ સાથે જ ત્યાં ચોખ્ખાઇ પણ જાળવવામાં આવે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેબી પારડીવાલા, ન્યાયાધીશ આર મહાદેવનની બેંચે દેશની તમામ સ્કૂલો માટે મહત્વના આદેશ જારી કર્યા છે. સુપ્રીમે કહ્યું છે કે તમામ સ્કૂલોમાં ટોઇલેટની સુવિધા હોવી જોઇએ, એટલુ જ નહીં આ ટોઇલેટમાં પાણી, હાથ ધોવાની (હેન્ડ વોશ), સાબુ વગેરેની સુવિધા પણ પુરી પાડવામાં આવે. વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ બન્નેની ટોઇલેટ સુવિધા અલગ અલગ હોવી જોઇએ તેની પણ ખાતરી રાખવામાં આવે.   

સરકારી હોય કે ખાનગી, શહેરી હોય કે ગ્રામીણ તમામ સ્કૂલોએ એએસટીએમ ડી-૬૯૫૪ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થિનીઓને મફતમાં સેનેટરી પેડ્સ પુરા પાડવાના રહેશે. આ ફ્રી સેનેટરી પેડ્સ વિદ્યાર્થિનીઓ સરળતાથી લઇ શકે તે રીતે તેની વ્યવસ્થા કરવાની રહેશે. જેના માટે સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન કે તેના જેવી વ્યવસ્થા કરવાની રહેશે. માસિકધર્મમાં વિદ્યાર્થિનીને તાત્કાલીક સહાય મળી રહે તે માટે વધારાના ઇનરવેર, યુનિફોર્મ, ડિસ્પોઝેબલ પેડ્સ અને અન્ય જરૂરી સામાન રાખવામાં આવે. 

તમામ સ્કૂલોમાં સેનેટરી પેડ્સ વેસ્ટના નિકાલ માટે પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવે. જે માટે સ્કૂલમાં એક સેનેટરી પેડ્સ વેસ્ટબિન રાખવામાં આવે, જેને રેગ્યુલર સાફ રાખવામાં આવે. જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે તેમની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખવામાં આવે અને તે પ્રમાણે ટોઇલેટમાં બાંધકામ કરવામાં આવે. ટોઇલેટમાં વિદ્યાર્થીઓની પ્રાઇવેસી જળવાઇ રહે તેની ખાસ કાળજી રાખવામાં આવે. ચુકાદો આપતી વખતે ન્યાયાધીશ પારડીવાલાએ કહ્યું હતું કે શિક્ષણનો અધિકાર એક મલ્ટીપ્લાયર રાઇટ છે, સંસ્થાગત અને સામાજિક અડચણો જેવી કે ટોઇલેટનો અભાવ, માસિક ધર્મને લઇને મૌન રહેવું, સંસાધનોનો અભાવ વિદ્યાર્થિનીઓના શિક્ષણ પર અસર પાડે છે, આ અડચણો દૂર કરવા રાજ્યોની જવાબદારી છે.   

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એક સંવેદનશીલ ટિપ્પણી કરતા નોંધ્યું કે માસિક ધર્મને કારણે સ્કૂલે ન જઇ શકનારી તમામ વિદ્યાર્થિનીઓ કે જેમને શરીર અશુદ્ધ હોવાનું કહીને શિક્ષણથી વંચિત રાખવામાં આવી તેમને કહેવા માગીએ છીએ કે બેટિયો આ તમારી ભુલ નથી. સ્કૂલોમાં માસિક ધર્મ સ્વચ્છતા સુવિધા આપવી તે કોઇ નીતિ કે સુવિધાનો મામલો નહીં પણ બંધારણીય અધિકાર છે. મધ્ય પ્રદેશ મહિલા કોંગ્રેસના નેતા જયા ઠાકુર દ્વારા સુપ્રીમ કોર્ટમાં માસિક ધર્મને લઇને વિદ્યાર્થિનીઓને મદદરૂપ થવા માટે જાહેર હિતની અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ દેશવ્યાપી આદેશ જારી કર્યા છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…
INDIA

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

June 24, 2026
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…
INDIA

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

June 24, 2026
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…
INDIA

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

June 24, 2026
Next Post
મની લોેન્ડરિંગ તપાસ હેઠળ આરકોમનાં પૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ | rcom ex president punit garg arr…

મની લોેન્ડરિંગ તપાસ હેઠળ આરકોમનાં પૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ | rcom ex president punit garg arr...

સાનુકૂળ સ્ટોકને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં કઠોળની આયાત નીચી રહેશે | Pulses imports will re…

સાનુકૂળ સ્ટોકને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં કઠોળની આયાત નીચી રહેશે | Pulses imports will re...

વૈશ્વિક બજારો પાછળ તેજીને બ્રેક : સેન્સેક્સ 297 પોઈન્ટ તૂટીને 82270 | Sensex falls 297 points to 82 …

વૈશ્વિક બજારો પાછળ તેજીને બ્રેક : સેન્સેક્સ 297 પોઈન્ટ તૂટીને 82270 | Sensex falls 297 points to 82 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો અને ટ્રકોવાળાને મોટી મુશ્કેલી : વડોદરા-છોટાઉદેપુર જિલ્લામાં ડીઝલની કારમી એછત સર્જાઈ | Severe …

ખેડૂતો અને ટ્રકોવાળાને મોટી મુશ્કેલી : વડોદરા-છોટાઉદેપુર જિલ્લામાં ડીઝલની કારમી એછત સર્જાઈ | Severe …

1 month ago
તાપમાનો પારો 0.4 ડિગ્રી જેટલો નીચે જતા ઠંડીમાં વધારો

તાપમાનો પારો 0.4 ડિગ્રી જેટલો નીચે જતા ઠંડીમાં વધારો

7 months ago
ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર | 72 rescue centers to save in…

ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર | 72 rescue centers to save in…

5 months ago
UAE બાદ હવે આ દેશના પ્રમુખ બનશે ભારતના મહેમાન, ટ્રમ્પનું વધશે ટેન્શન; ટેરિફ અંગે ખૂલીને કર્યો હતો વિ…

UAE બાદ હવે આ દેશના પ્રમુખ બનશે ભારતના મહેમાન, ટ્રમ્પનું વધશે ટેન્શન; ટેરિફ અંગે ખૂલીને કર્યો હતો વિ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News