gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in INDIA
0 0
0
ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Dehradun Communal Tension: ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના સહસપુર (વિકાસનગર) વિસ્તારમાં ખેતરોમાં સિંચાઈના પાણીની વહેંચણી જેવા સામાન્ય મુદ્દે બે પાડોશીઓ વચ્ચે શરૂ થયેલો વિવાદ શનિવારે સાંજે અત્યંત હિંસક અને લોહિયાળ બન્યો હતો. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે તેના પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સાંપ્રદાયિક તણાવ વ્યાપી ગયો છે અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે ચાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. 

ખેતરમાં પાણી વાળવા મુદ્દે બે પાડોશીઓ વચ્ચે વિવાદ 

પોલીસ ફરિયાદ અનુસાર, આ ઘટના શનિવારે સાંજે આશરે 6 વાગ્યે બની હતી. મૃતક વિનોદ કુમાર અને તેમના પરિવારને તેમના પાડોશી ઇમ્તિયાઝ સાથે ખેતરમાં પાણીના સપ્લાય અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. શનિવારે સાંજે આ વિવાદ ઉગ્ર બન્યો હતો.

હથોડા અને લાકડીઓથી ફટકારીને એકની હત્યાનો આરોપ

વિનોદ કુમારના ભાઈ અને આ મામલાના મુખ્ય ફરિયાદી અશોક કુમારે પોલીસને જણાવ્યું કે, ઇમ્તિયાઝ અને તેના સાથીદારો લાકડીઓ, લાકડાના પાટિયા અને હથોડા જેવા જીવલેણ હથિયારો સાથે સજ્જ થઈને તેમના ઘરે ધસી આવ્યા હતા અને આખા પરિવાર પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

મુખ્ય આરોપીઓ અને ભીડની સંડોવણી

સહસપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ હુમલો પૂર્વ આયોજિત અને ઈરાદા સાથે કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે મુખ્ય 12 આરોપીઓ સહિત મોટી ભીડ સામે ગુનો નોંધ્યો છે:

નામજોગ આરોપીઓ: 

રઝાક, ઇમ્તિયાઝ, અમન, યુનુસ, શાહબાઝ, શરાફત અલી, માસૂમ, આદિલ, શામૂન, સલમાન, જાવેદ અને ઇન્તઝાર.

અન્ય અજ્ઞાત લોકો: 

આ 12 મુખ્ય આરોપીઓ ઉપરાંત આશરે 30 થી 35 અન્ય અજ્ઞાત વ્યક્તિઓની ભીડ પણ આ હિંસક હુમલામાં સામેલ હતી.

આ હુમલામાં વિનોદ કુમારનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે ફરિયાદ કરનાર અશોક કુમાર અને પરિવારના અન્ય 3 સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હુમલાખોરો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અત્યંત કડક કલમો હેઠળ FIR નોંધી લેવામાં આવી છે, જેમાં નીચે મુજબની કલમોનો સમાવેશ થાય છે:

– હત્યા 

– હત્યાનો પ્રયાસ 

– રમખાણો કરવા

આરોપીઓના એન્કાઉન્ટર અને બુલડોઝર કાર્યવાહીની માંગ

યુવકના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા જ લોકો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિસ્તારમાં વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું હતું અને પ્રદર્શનકારીઓ દ્વારા ઉગ્ર નારેબાજી કરવામાં આવી હતી. આક્રોશિત ભીડે વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે આરોપીઓનું તુરંત એન્કાઉન્ટર કરવામાં આવે અને તેમના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવીને તેને ધ્વસ્ત કરવામાં આવે.

પોલીસનો કાફલો તૈનાત

પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે તંત્રએ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સહસપુરના સર્કલ ઓફિસર (CO) અનુજ કુમારે સ્થિતિ અંગે માહિતી આપી છે કે, વિસ્તારમાં સાંપ્રદાયિક રીતે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હોવાના અહેવાલો છે. અમારી પાસે એવા વીડિયો પણ આવ્યા છે જેમાં ઉશ્કેરણીજનક ભાષણો કરવામાં આવ્યા છે, અમે તેની પણ તપાસ કરીશું. જો કે, અત્યારે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. સ્થિતિને કાબૂમાં રાખવા માટે 4 પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, 2 સર્કલ ઓફિસર અને એસપી ક્રાઈમને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric...

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India ...

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા

‘અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા

1 year ago
વડોદરા એસ.ટી. વિભાગની ગેરકાયદે પેસેન્જર હેરાફેરી સામે કાર્યવાહી | Vadodara ST Department takes actio…

વડોદરા એસ.ટી. વિભાગની ગેરકાયદે પેસેન્જર હેરાફેરી સામે કાર્યવાહી | Vadodara ST Department takes actio…

6 months ago
અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્ય…

અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્ય…

8 months ago
બિહાર ચૂંટણી વચ્ચે લાલુ-તેજસ્વી અને રાબડી દેવી સામે કલમ 420 હેઠળ આરોપો ઘડાયા | lalu yadav tejashwi y…

બિહાર ચૂંટણી વચ્ચે લાલુ-તેજસ્વી અને રાબડી દેવી સામે કલમ 420 હેઠળ આરોપો ઘડાયા | lalu yadav tejashwi y…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News