gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા પુલ હોનારત બાદ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા લોકો હોડીનો સહારો લેવા મજબૂર | resort to boats as…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
ગંભીરા પુલ હોનારત બાદ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા લોકો હોડીનો સહારો લેવા મજબૂર | resort to boats as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મધ્ય અને દક્ષિણ ગુજરાતને જોડતા પુલ દુર્ઘટનાને 14 દિવસ થયા 

– સરપંચ પાસે હોડીની પરવાનગી માંગી છતાં પણ પણ અપાઇ નહીં  મહિસાગર નદી પર ભરતી કે પૂર આવે તો હોનારતની સંભાવના 

આણંદ : મધ્ય અને દક્ષિણ ગુજરાતને જોડતા ગંભીરા પુલ હોનારતને આજે ૧૪ દિવસ થયા છે તેમ છતાં અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. જેના કારણે નોકરિયાત, અન્ય લોકો અવરજવર માટે હોડીનો સહારો લઇ રહ્યાં છે.મહિસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધે તો મોટી હોનારત થયાનો ભય સેવાઇ રહ્યો છે. બીજી તરફ હોડી માટે સરપંચનો પરવાનગી પણ લેવામાં આવી નથી. 

ગંભીરા મુજપુર પુલની તા. ૯ જુલાઇએ દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનાના ૧૪ દિવસ બાદ સરકાર દ્વારા ગંભીરાથી મુજપુર જવાના વૈકલ્પિક માર્ગની કોઇ પણ વ્યવસ્થા ઉભી કરી નથી.આ વિસ્તારમાંથી પાદરા, મુજપુર સહિતની જીઆઇડીસીમાં નોકરી કરવા જતા અસંખ્ય યુવાનોને હવે ઉમેટા થઇને નોકરી જવું પોસાય તેમ નથી. લોકોએ ટુંકો માર્ગ અપનાવ્યો છે. હવે ગંભીરા નદીથી સામે કાંઠે મુજપુર જવા માટે લોકોએ હોડીનો સહારો મેળવ્યો છે. 

તેવી જ રીતે સામે કાંઠે મુજપુરથી પણ ગંભીરા જવા માટેની હોડીની ફેરી ચાલુ થઇ છે. 

વહેલી સવારે ગંભીરા મહિસાગર નદીમાં પાંચથી વધુ હોડીઓ જોવા મળી રહી છે. જેમાં યુવકો સહિત લોકો બેસીને સામે કાંઠે મુજપુર જતા હોય છે અને ત્યાંથી રિક્ષાઓ અથવા અન્ય વાહનો પકડીને પાદરા તરફની જીઆઇડીસીમાં નોકરી કરવા જઇ રહ્યાં છે. તેવી રીતે સાંજના સમયે નોકરી છૂટવાના સમયે મુજપુરથી ગંભીર જવા માટેની પણ હોડીની સહારો લેવાની નોબત આવી છે. હાલ એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે વ્યકિત દિઠ રૂ. ૨૦ ભાડું વસૂલ કરવામાં આવે છે. 

ગંભીરા ગામના સરપંચે જણાવ્યુ કે, સામે કાંઠે હોડી લઇને જવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ પંચાયત દ્વારા કોઇ મોટી હોનારત સર્જાય નહીં તે માટે કોઇપણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી. તેમ છતાં નોકરીયાત સહિત લોકો ઉમેટા થઇને નોકરીએ જવામાં વધુ સમય અને ખર્ચ થઇ રહ્યો છે. જેના કારણે લોકો ન છૂટકે હોડીનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી સરકારે વલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ તેવી માગણી ઉઠી છે.  જોકે, મહિસાગર નદીમાં પુર અથવા દરિયામાં ભરતી આવે પાણી વધી જવાથી મુશ્કેલી સર્જાઇ શકે છે. પાણીનું વહેણ વધી જાય તો હોળી ઊંધી પડી જવાની પણ સંભાવના છે. 

હેવી ક્રેન દ્વારા પુલ પરથી ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી શરૂ થશે

ગંભીરા બ્રિજ ઉપર લટકેલી ટેન્કર નીચે ઉતારવા સેનાના હેલિકોપ્ટરની મદદ લેવાની યોજના નિષ્ફળ જતો હવે રાજ્ય સરકાર દ્વારા ટેન્કરને નીચે ઉતારવા માટે હેવી ક્રેનની મદદ લેવા માટેના આદેશો આપવામાં આવ્યા છે.જેથી વહીવટી તંત્ર દ્વારા ૨૦ ટન વજનની હેવી ટેન્કરને નીચે ઉતારવા માટેની ક્રેઇનની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને બાદ ચાર દિવસની અંદર ટેન્કર નીચે ઉતારવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…
GUJARAT

દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…

June 22, 2026
બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…
GUJARAT

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

June 22, 2026
અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ | Complaints about fights over parking in Atladara
GUJARAT

અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ | Complaints about fights over parking in Atladara

June 22, 2026
Next Post
ધોળકાના કાદીપુરથી ડડુસર સુધીનો માર્ગ તદ્દન બિસ્માર | road from Kadipur to Dadusar in Dholka is compl…

ધોળકાના કાદીપુરથી ડડુસર સુધીનો માર્ગ તદ્દન બિસ્માર | road from Kadipur to Dadusar in Dholka is compl...

નેતાઓની તારીખ નહીં મળવાના કારણે ઉદ્દઘાટનની રાહ જોતા બાપુનગર, લાલદરવાજા, કુબેરનગરના ગાર્ડન | Due to n…

નેતાઓની તારીખ નહીં મળવાના કારણે ઉદ્દઘાટનની રાહ જોતા બાપુનગર, લાલદરવાજા, કુબેરનગરના ગાર્ડન | Due to n...

કારિયાણી નજીક ટ્રાવેલ્સ અને બાઈક અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by a travel tr…

કારિયાણી નજીક ટ્રાવેલ્સ અને બાઈક અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by a travel tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચમારડી નજીક બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત | Youth dies after bike slips near Chamaradi

ચમારડી નજીક બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત | Youth dies after bike slips near Chamaradi

10 months ago
પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ | Credit card payment for oth…

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ | Credit card payment for oth…

7 months ago
સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો | milk price increase…

સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો | milk price increase…

11 months ago
ઇન્દ્રણજ ગામ પાસે વટામણ રોડ પર ટ્રકમાંથી 15.71 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 71 lakh seized…

ઇન્દ્રણજ ગામ પાસે વટામણ રોડ પર ટ્રકમાંથી 15.71 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 71 lakh seized…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News