gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું વિશેષ યોગદાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ હોમીયોપેથી દિવસે હોમીયોપેથી ચિકિત્સકો, સંશોધકો અને વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. આ કોન્ફરન્સનું આયોજન ભારત સરકારના આયુષ મંત્રાલય અને નેશનલ હોમીયોપેથી કાઉન્સીલના ઉપક્રમે ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે.

દેશભરના રાજ્યોના હોમીયોપેથી સાથે સંકળાયેલા તબીબો, છાત્રો અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓ-સંગઠનો આ કોન્ફરન્સમાં સહભાગી થવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રિવેન્ટીવ અને પ્રાયમરી હેલ્થકેરને મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જૂ ગણવાતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં હોલીસ્ટીક હેલ્થકેરનું વાતાવરણ ઉભું થયું છે. આના પરિણામે ટેડિશનલ મેડિસીન પ્રત્યેનું મહત્વ અને આકર્ષણ વધ્યાં છે.

મુખ્યમંત્રીએ આ અવસરે હોમીયોપેથીના પાયાની રચના કરનારા અને માનવસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા ડો.સેમ્યુઅલ હેનિમેનને ભાવાંજલી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે અધ્યયન, અધ્યાપન અને અનુસંધાનની થીમ સાથે આયોજીત આ સંમેલન હોમીયોપેથીના વ્યાપ વિસ્તરણમાં મહત્વપૂર્ણ બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે સસ્ટેનેબલ હોમીયોપેથી હેલ્થકેર એપ્રોચ ધરાવતી હોમીયોપેથી સહિતની ટ્રેડિશનલ ઉપચાર પદ્ધતિઓને પહેલાં ક્યારેય મહત્વ મળ્યું ન હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશમાં પ્રથમવાર અલાયદું આયુષ મંત્રાલય કાર્યરત કરાવીને આયુર્વેદ, યુનાની, નેચરોપેથી અને હોમીયોપેથીના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને પ્રચારને મહત્વ આપ્યું છે.

નેશનલ આયુષ મિશનના માધ્યમથી હોમીયોપેથીને દેશની સરકારી હોસ્પીટલોમાં અને વેલનેસ સેન્ટર્સમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં હોમીયોપેથીમાં ક્વોલિટી એજ્યુકેશન માટે હોમીયોપેથી સેન્ટ્રલ કાઉન્સીલ એક્ટમાં બદલાવ પણ વડાપ્રધાનના માર્ગદર્શનમાં થયો છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આયુષમંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં બદલાવો આવ્યાં છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણાથી WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો નવો માઇલસ્ટોન છે.

તેમણે ગુજરાતમાં આ અલ્ટરનેટીવ સારવાર પદ્ધતિને અપાઇ રહેલા મહત્વની વિગતો આપતાં કહ્યું કે દેશભરના રાજ્યોમાં ગુજરાત 48 હોમીયોપેથી કોલેજ સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર રાજ્યમાં સ્થાન પામ્યું છે.

મુખ્યમંત્રીએ હેલ્થકેર ફોર ઓલ ના વડાપ્રધાનના ધ્યેયને પાર પાડવામાં આ કોન્ફરન્સ યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે વડાપ્રધાન એ આપેલા નવ સંકલ્પોમાં પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, યોગ અને રમતને જીવનશૈલી બનાવવી જેવાં સ્વાસ્થ્ય સુખાકારી સાથે જોડાયેલા સંકલ્પો સાકાર કરવામાં યોગદાન માટે સૌને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં આહવાન કર્યું હતું.

કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે વિશ્વ હોમિયોપેથી દિવસની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નક્શા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચવા માટે તૈયાર છે.

આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦- ૧૧ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથી સંમેલનનું યજમાન બન્યું છે જે ગૌરવ સમાન છે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, આપણે સૌએ ભારતની હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ ઉપર ગર્વ અનુભવવો જોઈએ. કેન્દ્રીય હોમિયોપેથી અનુસંધાન પરિષદે ઔષધી વનસ્પતિઓને ઉગાડવા તરફ આગેકૂચ કરી છે. પરિષદે ૩૬૮ દવાઓ ઉપર ફાર્માકોગ્નોસી અઘ્યયન કર્યું છે,

૩૬૨ દવાઓ ઉપર ભૌતિક અને રાસાયણિક અઘ્યયન અને ૧૫૧ ઔષધિઓ ઉપર અઘ્યયન કર્યું છે. જેના ભાગરૂપે તમિલનાડુના ઉટીમાં કેન્દ્રીય અનુસંધાન સંસ્થામાં ૧૭ હજારથી વધુ હરબેરિયમ શીટ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ શીટનું ડિઝિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે આવનાર ભવિષ્યમાં વનસ્પતિ જ્ઞાનને વધુ સંરક્ષિત કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ‘રોગ મુક્ત ભારત અભિયાન’માં હોમીયોપેથી ઉપચારને સાથે રાખીને આવનારા સમયમાં કામગીરી કરવાની રહેશે. જેમાં હોમિયોપેથી ડૉક્ટર, વિધાર્થીઓ, ઉદ્યોગ જગત તેમજ દેશના ખેડૂતોને પણ આપણે સાથે રાખવા જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને અન્નદાતા કહીને એમનું સન્માન વધાર્યું છે.

ખેડૂતોની મદદ માટે હરહંમેશ વડાપ્રધાન તૈયાર રહે છે. આજે ઉદ્યોગજગત સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને હું અનુરોધ કરું છું કેવી રીતે આપણે ખેડૂતોને સાથે રાખીને ઔષધિય ખેતી થકી ઉપચાર માટે એમની મદદ લઈ શકીએ તે અંગે આપણે સૌએ તત્વ ચિંતન કરવું જોઈએ.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૧૦મા વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું વિશેષ યોગદાન રહ્યું છે. આજના સમયમાં એલોપથીની જેમ જ હોમિયોપેથીનું પણ મહત્વ વધતું જાય છે

હોમિયોપથીમાં દર્દી સાથે આત્મીયતા રાખીને તેમની દિનચર્યાના આધારે ઈલાજ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર માટે અનેકવિધ નિર્ણય કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આયુષ મંત્રાલયની રચના કરીને આરોગ્ય ક્ષેત્રમાં સારવારની નવી તકો ઉભી કરી છે.

હોમિયોપથી સેક્ટરમાં નવીન સંશોધન કરીને આપણે વધુ સારી અને સચોટ સારવાર આપી શકીએ તેમ, મંત્રીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે,દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ૪૮ હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે. હાલમાં ૪૩૬૦ અંડર ગ્રેજયુએટ અને ૩૨૨ પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠક સાથે રાજ્યમાં હોમિયોપેથી શિક્ષણ માટેનું ઉત્તમ માળખું ઉપલબ્ધ છે. હાલમાં અંદાજે ૧૫ લાખ જેટલા દર્દીઓ હોમીઓપેથી ચિકિત્સાનો લાભ લ‌ઈ રહ્યા છે જે ગૌરવ સમાન છે.

મંત્રી પટેલ કહ્યું હતું કે, રાજ્યના સરકારી હોમિયોપેથી કોલેજમાં ચર્મરોગ, શ્વસનતંત્ર, સાંધા, સ્ત્રીરોગ વગેરે ૧૧ પ્રકારની સ્પેશિયાલિટી ઓપીડી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિદ્ધપુર ખાતેની સરકારી હોમિયોપેથી કોલેજ અને તેની હાલની 25 બેડની હોસ્પિટલને આગામી 100 બેડ સુધી વિસ્તારમાં આવશે. આયુષ અંતગર્ત આર્યુવેદ, હોમિયોપેથી વગેરેના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ સહયોગ કરવા કટિબદ્ધ તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, બે શતાબ્દી કરતા વધુ સમયથી હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ દ્વારા સચોટ ઇલાજ કરવામાં આવી રહ્યો છે. હોમિયોપેથીના જનકનો જન્‍મ જર્મનીમાં થયો છે પરંતુ આ ક્ષેત્રમાં સૌથી વધુ કામ ભારતમાં થઈ રહ્યું છે. આ પદ્ધતિમાં નવીન સંશોધન માટે રાષ્ટ્રીય કક્ષાએ અનેક કોલેજોમાં નવા નવા સંશોધન થઈ રહ્યા છે. કોટેચાએ ગુજરાતમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આયોજિત સંમેલનના સફળ આયોજન બદલ ગુજરાત સરકારનો આભાર માની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપથીના મહાનિર્દેશક ડૉ. સુભાષ કૌશિકે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) દ્વારા સંયુક્ત રીતે તા.૧૦-૧૧ એપ્રિલ, ૨૦૨૫ના જે સંમેલન યોજવામાં આવી રહ્યું છે તે હોમિયોપેથીના ક્ષેત્રમાં એક મજબૂત નીવ છે.
કાર્યક્રમના અંતે નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના ઇન ચાર્જ ચેરમેન ડૉ. પિનાકીન ત્રિવેદીએ આભાર વિધિ કરીને સંમેલનમાં સહયોગ બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોના હસ્તે હોમિયોપેથીની ૦૭ પુસ્તિકા, ૦૧ સોવિનિયર, હોમિયોપેથીને લગતું એક ઇ- પોર્ટલ તેમજ એક ડોક્યુમેન્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની પ્રતિમાને મહાનુભાવો દ્વારા આ પ્રસંગે પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાતના રાષ્ટ્રીય હોમિયોપેથી સંસ્થાના નિર્દેશક ડૉ.પ્રલય શર્મા, આયુષ મંત્રાલયના સંયુક્ત સચિવ મોનાલીસા દાસ, હોમિયોપેથીના સલાહકાર ડૉ. સંગીતા દુગ્ગલ અને આયુષ મંત્રાલય સાથે સંકળાયેલા ડોકટરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, પ્રધ્યાપકો, ફાર્માસિસ્ટ તેમજ વિવિધ હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

March 31, 2026
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
GUJARAT

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

March 31, 2026
અમિતનગર પાસે ફરીથી ખાનગી વાહનોનો ખડકલો ,પેસેન્જરો બેસાડવા બાબતે કાર ડ્રાઇવર પર હુમલો | assault on ca…
GUJARAT

અમિતનગર પાસે ફરીથી ખાનગી વાહનોનો ખડકલો ,પેસેન્જરો બેસાડવા બાબતે કાર ડ્રાઇવર પર હુમલો | assault on ca…

March 31, 2026
Next Post
સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha…

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha...

દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત…

દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત...

હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..

હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટણ: સમી-રાધનપુર હાઈવે પર ટ્રેક્ટરે અને બાઈક વચ્ચે ટક્કર, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | F…

પાટણ: સમી-રાધનપુર હાઈવે પર ટ્રેક્ટરે અને બાઈક વચ્ચે ટક્કર, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | F…

2 months ago
એક મહિનામાં સુરત સિવિલમાં ડેન્ગ્યુના 312 કેસ : બાળકી અને યુવાનનું મોત | 312 cases of dengue in Surat…

એક મહિનામાં સુરત સિવિલમાં ડેન્ગ્યુના 312 કેસ : બાળકી અને યુવાનનું મોત | 312 cases of dengue in Surat…

5 months ago
ભાવનગરમાં ઉત્તરાયણ પર્વે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ચાર હેલ્પલાઇન વાન ડૉક્ટર સ્ટાફ સાથે તૈનાત કરાશે.

ભાવનગરમાં ઉત્તરાયણ પર્વે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ચાર હેલ્પલાઇન વાન ડૉક્ટર સ્ટાફ સાથે તૈનાત કરાશે.

3 months ago
સુરસાગરમાં નંખાતો વધુ પડતો ખોરાક માછલી, કાચબાના મોતનું કારણ : તળાવોમાં ગંદકી નહીં કરવા સલાહ | Excess…

સુરસાગરમાં નંખાતો વધુ પડતો ખોરાક માછલી, કાચબાના મોતનું કારણ : તળાવોમાં ગંદકી નહીં કરવા સલાહ | Excess…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News