gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધી મહિલા કૉલેજ- ભાવનગરમાં બંધારણ દિવસની ઉજવણી

G METRO NEWS by G METRO NEWS
November 26, 2026
in GUJARAT
0 0
0
ગાંધી મહિલા કૉલેજ- ભાવનગરમાં બંધારણ દિવસની ઉજવણી
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા. ૨૬ નવેમ્બર:
શ્રી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત ‘શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કૉલેજ, ભાવનગર ‘ ના સભાખંડમાં આજે બંધારણ દિવસની ઉજવણી ખૂબ અસરકારક રીતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બંધારણના આમુખનું સામૂહિક વાચન, બંધારણીય મૂલ્યો અંગે માર્ગદર્શન અને બંધારણ વિષયક પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. અશોક પુરોહિત દ્વારા કોલેજના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થિનીઓને ભારતીય બંધારણના આમુખનું સામૂહિક વાચન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ભારતીય બંધારણના ઘડતરનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, બંધારણ નિર્માણની પ્રક્રિયા, બંધારણનું મહત્વ તથા બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત મૂલ્યો વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા બંધારણીય મૂલ્યોને જીવનમાં આત્મસાત્ કરી જવાબદાર નાગરિક તરીકે લોકશાહીને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન રાજ્યશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થિનીઓએ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તથા બંધારણના વિવિધ પાસાઓ પર પોતાના વિચારો અને અભિવ્યક્તિઓ અસરકારક રીતે રજૂ કરી હતી. વિદ્યાર્થિનીઓના આ વક્તવ્યો દ્વારા બંધારણ અંગેની સમજ, જાગૃતિ અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હતી.

કાર્યક્રમમાં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. હિતેશભાઈ વાળાએ ભારતીય બંધારણ આધારિત રસપ્રદ પ્રશ્નોતરી રજૂ કરી હતી. પ્રશ્નોતરીમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રશ્નોના જવાબો આપીને બંધારણ અંગેની પોતાની જાણકારી રજૂ કરી હતી.

કૉલેજના આચાર્યશ્રી ડો.બલભદ્રસિંહ ચુડાસમાએ પ્રેરક પ્રવચન દ્વારા લોકશાહી વ્યવસ્થાની ગરિમા જાળવવા, બંધારણીય મૂલ્યોનું જતન કરવા તથા લોકશાહી પ્રત્યે નાગરિકોની જવાબદારી નિભાવવા સૌને આહવાન કર્યું હતું.

બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા ભારતીય બંધારણ વિષય પર ઑનલાઇન ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,

સમગ્ર કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ ડૉ.વીરમભાઇ વાળા, પ્રા.ગિરિરાજભાઈ ભોજક,પ્રા.વિષ્ણુભાઇ બાગુલ, ડૉ.પારુલબેન પ્રબતાણી, ડૉ.મૃણાલબેન ભટ્ટ, ડૉ.ભરતભાઇ ભમ્મર તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી, વિવિધ પ્રકલ્પોમાં સક્રિય ભાગીદારી નોંધાવી બંધારણ દિવસની ઉજવણીને ઉત્સાહપૂર્ણ અને જ્ઞાનવર્ધક બનાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળમાં ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો બંધારણ દિવસ, ડીઆરએમએ બંધારણીય મૂલ્યો પ્રત્ય…
GUJARAT

ભાવનગર મંડળમાં ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો બંધારણ દિવસ, ડીઆરએમએ બંધારણીય મૂલ્યો પ્રત્ય…

November 26, 2026
કવિ દુલા ભાયા કાગની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગરમાં ‘કાગ વંદના’નું આયોજન
GUJARAT

કવિ દુલા ભાયા કાગની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગરમાં ‘કાગ વંદના’નું આયોજન

November 26, 2026
Colour-blocked Sarees to Suited Drapes: Madhuri Dixit Proves to be the Most Stylish Host on Indian T…
GUJARAT

Colour-blocked Sarees to Suited Drapes: Madhuri Dixit Proves to be the Most Stylish Host on Indian T…

November 26, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગાંધી પરિવાર મારા માટે ભગવાન’, RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી

‘ગાંધી પરિવાર મારા માટે ભગવાન’, RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી

1 year ago
સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

10 months ago
ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …

7 months ago
સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News