gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી | Western Disturbance in Gu…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી | Western Disturbance in Gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Unseasonal Rains: ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરની અસરને કારણે મિશ્ર વાતાવરણનો અનુભવ થયો છે. રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યા છે તો બીજી તરફ સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 12 કલાક ગુજરાતનું હવામાન ડામાડોળ રહેશે એટલે કે શિયાળામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પણ માવઠું પડી શકે છે. 

કયા વિસ્તારોમાં કમોસમી વરસાદનું કમઠાણ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ હવામાનમાં પલટાના સંકેત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.

શુક્રવારથી વાતાવરણ સામાન્ય રહેશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 02/જાન્યુઆરી/2026 થી 05/જાન્યુઆરી/2026 દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં વરસાદી ઝાપટાં

સૌરાષ્ટ્રમાં ગઇકાલ (31 ડિસેમ્બર) સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ સુધી તો અમદાવાદમાં પણ 31 ડિસેમ્બરની રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. 

શિયાળામાં ચોમાસુ, ખેડૂતોમાં ચિંતામાં ગરકાવ

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા. માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટમાં પણ ગત બપોરે 3 વાગ્યા બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને 5વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો, જે મોડી સાંજ સુધીમાં અડધા ઇંચ જેવો નોંધાયો હતો. ધોરાજી પંથકમાં સાંજે 4 વાગ્યા બાદ ગાજવીજ અને પવન સાથે શરૂ થયેલા વરસાદથી રસ્તા ભીના થયા હતા. જમનાવડ રોડ, સ્ટેશન રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં બપોર પછી અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. બીજી તરફ દિવાળી બાદ માવઠાએ ખરીફ પાકનો સોંથ વાળ્યો હતો, હવે રવિ પાક પર જોખમ આવતા કિસાનોમાં ચિંતા પ્રસરી છે. 

જામનગર શહેરમાં હળવા વરસાદી છાંટા વરસ્યા હતા. પરંતુ સમાણા, નારણપુર, દડિયા, લાલપુર, ખંભાળિયા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં લગભગ એકાદ ઈંચ વરસાદ વરસી ગયો હોવાનું ખેડૂતોનું અનુમાન છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા | Ahmedabad News New Year 20…

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા | Ahmedabad News New Year 20...

દવા બનાવતી કંપનીઓએ ગ્રાહકોના ખિસ્સામાંથી રૃ. ૧૦,૦૦૦ કરોડ ખંખેરી લીધા | NPPA to take action on compan…

દવા બનાવતી કંપનીઓએ ગ્રાહકોના ખિસ્સામાંથી રૃ. ૧૦,૦૦૦ કરોડ ખંખેરી લીધા | NPPA to take action on compan...

આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી, જાણો કેટલા ટકા ફાયદો? | Ahmedabad Munic…

આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી, જાણો કેટલા ટકા ફાયદો? | Ahmedabad Munic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતને અન્યાય : કેન્દ્રએ ‘કંજૂસી’ બતાવતા વરસાદ અને પૂર રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો | gujarat floo…

ગુજરાતને અન્યાય : કેન્દ્રએ ‘કંજૂસી’ બતાવતા વરસાદ અને પૂર રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો | gujarat floo…

7 months ago
હું જ્યાં જ્યાં ગયો છું, ત્યાં ત્યાં ભારતીયો એ તિબેટ પ્રત્યે કરૂણા દર્શાવી છે : દલાઈ લામા | Wherever…

હું જ્યાં જ્યાં ગયો છું, ત્યાં ત્યાં ભારતીયો એ તિબેટ પ્રત્યે કરૂણા દર્શાવી છે : દલાઈ લામા | Wherever…

7 months ago
RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો, પ્રોફેસરે માગી માફી | meerut rss…

RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો, પ્રોફેસરે માગી માફી | meerut rss…

1 year ago
પિતાના મોતથી પૈસા કમાવવાનું તરકટ, બે દીકરા સહિત 6ની ધરપકડ, તમિલનાડુની હચમચાવતી ઘટના | TamilNadu Shoc…

પિતાના મોતથી પૈસા કમાવવાનું તરકટ, બે દીકરા સહિત 6ની ધરપકડ, તમિલનાડુની હચમચાવતી ઘટના | TamilNadu Shoc…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News