gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ‘ક્લાઈમેટ ચેન્જ’ની અસર: સવારે ઠંડી, બપોરે ગરમી! વાયરલ શરદી, ઉધરસ અને હૃદયરોગનું જોખમ વધ્યુ…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ‘ક્લાઈમેટ ચેન્જ’ની અસર: સવારે ઠંડી, બપોરે ગરમી! વાયરલ શરદી, ઉધરસ અને હૃદયરોગનું જોખમ વધ્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Update: ગુજરાતમાં પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિશાના પવનો સાથે શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે, પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે આ વખતે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે ફૂલગુલાબી ઠંડી અને બપોરે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રીનો જંગી તફાવત નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમરેલીમાં બુધવારે સવારે 7 થી 7:30 દરમિયાન રાજ્યનું સૌથી ઓછું તાપમાન 13.2 સેલ્સિયસ નોંધાયું હતું, પરંતુ બપોર થતાં જ તાપમાન 17.5 સેલ્સિયસ વધી ગયું હતું.

બીજી તરફ, રાજકોટમાં સવારે 14.8 સેલ્સિયસ તાપમાન સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો, જે માત્ર આઠ કલાકમાં જ 18.2 સેલ્સિયસ સડસડાટ વધીને 33 સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન હતું. આ જ રીતે, ગાંધીનગર અને કેશોદમાં 17.3 સેલ્સિયસ, જ્યારે અમદાવાદ, મહુવા, નલિયા, અને સુરેન્દ્રનગરમાં પણ 18 સેલ્સિયસનો મોટો તફાવત નોંધાયો હતો. એટલે કે, પ્રતિ કલાક સરેરાશ 2 સેલ્સિયસ પારો ઉપર ચડી રહ્યો છે.

તાપમાનમાં આ તીવ્ર વધઘટ માનવશરીર માટે હાનિકારક છે. આનાથી વાયરલ શરદી, ઉધરસ, શ્વાસોશ્વાસની તકલીફોથી માંડીને હૃદયરોગનું જોખમ પણ વધે છે. અનેક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 4થી 5 ડિગ્રી ઓછું નોંધાયું છે.

તાપમાનની ઉથલપાથલ સાથે હવામાન વધુ સુકુ બન્યું છે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ ઘટીને 30થી 40 ટકા આસપાસ રહે છે, જેના કારણે લોકોને ત્વચા સુકાતી હોવાનો અહેસાસ થાય છે. આનાથી ચર્મરોગની શક્યતાઓ પણ વધે છે.

ખેડૂતો માટે રાહતના સમાચાર જોકે, આ સૂકું વાતાવરણ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અગાઉ માવઠામાં ભીંજાયેલી મગફળી સહિતની કૃષિ જણસીઓ જો ઉગી ન નીકળી હોય, તો આ સુકી હવામાં તે ઝડપથી સુકાઈને બજારમાં વેચાણ માટે તૈયાર થઈ જશે.

તાપમાન સાથે જોડાયેલી રસપ્રદ માહિતી

હવામાન કચેરીમાં તાપમાન જમીનને અડીને કે આકાશમાં નહીં, પરંતુ જમીનથી 4 ફૂટ ઉંચાઈએ મપાય છે. આ ઉંચાઈએ લોકો જે તાપમાન વાસ્તવમાં અનુભવે છે, તેનો સાચો અંદાજ મળે છે. ‘ડ્રાય બલ્બ ટેમ્પરેચર’ સવારે 8:30 વાગ્યે નોંધાય છે, જેમાં થર્મોમીટરને સીધા રેડિયેશન કે ભેજથી અલગ રાખવામાં આવે છે.

 સામાન્ય રીતે લોકો માને છે કે બ્રહ્મમુહુર્ત (સવારે 4થી 5)માં સૌથી વધુ ઠંડી હોય છે, પરંતુ હવામાન કચેરી મુજબ, દિવસનું ન્યુનત્તમ તાપમાન સૂર્યોદય થયાના લગભગ અડધા કલાક બાદ નોંધાય છે. (દા.ત. રાજકોટમાં સૂર્યોદય 6:57 વાગ્યે થતો હોય તો, ખરી ઠંડી 7:30 આસપાસ અનુભવાય છે).

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
જામનગરમાં જરૂર ન હોવા છતાં 53 દર્દીઓની કાર્ડિયાક પ્રોસીજર કરાઈ, કુલ 105 કેસમાં ગેરરીતિ; ડૉક્ટર સસ્પે…

જામનગરમાં જરૂર ન હોવા છતાં 53 દર્દીઓની કાર્ડિયાક પ્રોસીજર કરાઈ, કુલ 105 કેસમાં ગેરરીતિ; ડૉક્ટર સસ્પે...

પત્નીએ આર. જે. સાથે મળી પ્રેન્ક કરતાં પતિએ છૂટાછેડા માંગ્યા! અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો | husband …

પત્નીએ આર. જે. સાથે મળી પ્રેન્ક કરતાં પતિએ છૂટાછેડા માંગ્યા! અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો | husband ...

‘ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર છે’, બુટલેગરનો પત્ર વાઈરલ થતાં રાજકારણ ગરમાયું | Bootlegger …

'ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર છે', બુટલેગરનો પત્ર વાઈરલ થતાં રાજકારણ ગરમાયું | Bootlegger ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદ પંથકમાં અકસ્માતના બે બનાવમાં બાળકનું મોત, બે ઇજાગ્રસ્ત | Child dies two injured in two acc…

મહેમદાવાદ પંથકમાં અકસ્માતના બે બનાવમાં બાળકનું મોત, બે ઇજાગ્રસ્ત | Child dies two injured in two acc…

2 weeks ago
એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute…

એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute…

6 months ago
અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …

અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …

2 months ago
સોનામાં એક જ દિવસમાં 3200 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ | Gold Price Today Down 25…

સોનામાં એક જ દિવસમાં 3200 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ | Gold Price Today Down 25…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News