gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ | All Gujara…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ | All Gujara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat cabinet expansion : ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. મળતી માહિતી મુજબ, સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા. આ રાજીનામાં જગદીશ વિશ્વકર્માને સુપરત કરવામાં આવ્યા હતા, જેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાની સૂચના આપી હતી.

જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામાં આપ્યા છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું. મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને અહેવાલો મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે.

‘નો-રિપીટ’ થિયરીની ફોર્મ્યુલા?

આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર 2021ની માફક ‘નો-રિપીટ’ થિયરીની ફોર્મ્યુલા લાગુ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના વર્તમાન મંત્રીઓને આ વખતે પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે.

મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો

મળતી માહિતી મુજબ, આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં તમામ મંત્રીઓએ સામૂહિક રીતે રાજીનામા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ હવે સૌની નજર નવા મંત્રીમંડળની જાહેરાત પર ટકેલી છે.

નાયબ મુખ્યમંત્રીની નિમણૂકની પણ ચર્ચા

સાથે જ, રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી (Deputy CM)ની નિમણૂક અંગે પણ રાજકીય ગલિયારામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. ભાજપના મોવડીમંડળ દ્વારા આ અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ 2 - image

શપથવિધિની સત્તાવાર જાહેરાત

નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત રાજ્યપાલ દ્વારા કરી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળની શપથવિધિ આવતીકાલે શુક્રવારે (17મી ઓક્ટોબર) ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે.

શપથવિધિ સમારંભ પૂર્ણ થયા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજાશે.ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ એક મોટો અને મહત્ત્વનો ફેરફાર છે, જેના પર સમગ્ર દેશની નજર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
GUJARAT

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

April 1, 2026
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
Next Post
પંજાબમાં રોપરના DIG 5 લાખની લાંચ લેતા ઝડપાયા, CBI એ રંગેહાથ ઝડપ્યાં | punjab dig officer caught taki…

પંજાબમાં રોપરના DIG 5 લાખની લાંચ લેતા ઝડપાયા, CBI એ રંગેહાથ ઝડપ્યાં | punjab dig officer caught taki...

વડોદરાના દીવા ઝગમગશે કાશીના ઘાટ પર: ડભોઈની મહિલાઓએ ગૌ-છાણમાંથી બનાવ્યા 3 લાખ દીવા | Women in Dabhoi …

વડોદરાના દીવા ઝગમગશે કાશીના ઘાટ પર: ડભોઈની મહિલાઓએ ગૌ-છાણમાંથી બનાવ્યા 3 લાખ દીવા | Women in Dabhoi ...

3 ઈડિયટ્સની જેમ છોકરાએ મહિલાની ડિલિવરી કરાવી, મુંબઈ રેલવે સ્ટેશન પરની અનોખી ઘટના | Pregnant Woman De…

3 ઈડિયટ્સની જેમ છોકરાએ મહિલાની ડિલિવરી કરાવી, મુંબઈ રેલવે સ્ટેશન પરની અનોખી ઘટના | Pregnant Woman De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

7 months ago
‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન

‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન

12 months ago
મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in …

મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in …

2 months ago
ગુંદાળાના સરપંચ પર હુમલો થતાં લોકોના ધાડા રસ્તા પર ઉતરી આવ્યા | People take to the streets after att…

ગુંદાળાના સરપંચ પર હુમલો થતાં લોકોના ધાડા રસ્તા પર ઉતરી આવ્યા | People take to the streets after att…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News