gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat IMD Rain Forecast : રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 5 ઇંચ ખાબક્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

કચ્છમાં મેઘતાંડવ

કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લખપત બાદ રાપરમાં 4.45 ઇંચ, ગાંધીધામમાં 3.43 ઇંચ, ભચાઉમાં 3.15 ઇંચ, નખત્રાણામાં 2.99 ઇંચ, ભુજમાં 2.64 ઇંચ, અંજારમાં 2.36 ઇંચ, અબડાસામાં 1.5 ઇંચ, માંડવીમાં 1.1 ઇંચ અને મુંદ્રામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને કચ્છના 7 જેટલા રાજમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

બનાસકાંઠામાં મેઘમહેર યથાવત 

બનાસકાંઠાના ભાભરમાં 4.09 ઇંચ, દિયોદરમાં 1.97 ઇંચ, થરાદમાં 1.34 ઇંચ અને વાવમાં 1.26 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાટણના સાંતલપુરમાં 2.95 ઇંચ અને રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે.

2 વાગ્યા સુધીના વરસાદના આંકડા 

ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ 2 - image

ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ 3 - image

બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે (IMD) રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

તંત્ર એલર્ટ મોડ પર

વરસાદી માહોલને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. કચ્છ જિલ્લાના કલેક્ટર આનંદ પટેલે નાગરિકોને ડેમ, નદી, નાળા અને જળાશયો જેવા જોખમી સ્થળોએ ન જવા અપીલ કરી છે. ભુજમાં ધીમી ધારે વરસાદ વચ્ચે જળાશયો અને નાળાના વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંજાર અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો પર પણ બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થાનિક લોકોની મદદ માટે ખડે પગે છે.

બનાસકાંઠાના સુઇગામમાં કેટલો વરસાદ નોંધાયો?

હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુઇગામમાં આભ ફાટી પડતાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. બીજી બાજુ બનાસકાંઠાના જ ભાભરમાં 12.91 અને થરાદમાં 12.48, તથા વાવ વિસ્તારમાં 12.56 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 

કચ્છમાં 12.48 ઇંચ ખાબક્યો 

જ્યારે બીજી બાજુ કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ કર્યાની માહિતી મળી છે. કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઇંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ  તાપી, પાટણ, વલસાડના અમુક તાલુકામાં 4.50 ઇંચ તો અમદાવાદ-ગાંધીનગરમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા, ખેડૂતે નુકસાન ભોગવવાનો વારો | Ankleshwar…

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા, ખેડૂતે નુકસાન ભોગવવાનો વારો | Ankleshwar...

ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Lashes Gujarat IMD…

ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Lashes Gujarat IMD...

12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે પ્રત્યાર્પણ! ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી | mehul ch…

12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે પ્રત્યાર્પણ! ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી | mehul ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં વણથંભી તેજી, છેલ્લા ત્રણ દિવસમાં ભાવ રૂ.5100 વધી ઐતિહાસિક ટોચે, ચાંદીમાં ઉછાળો | gold rate o…

સોનામાં વણથંભી તેજી, છેલ્લા ત્રણ દિવસમાં ભાવ રૂ.5100 વધી ઐતિહાસિક ટોચે, ચાંદીમાં ઉછાળો | gold rate o…

1 year ago
રાજકોટના ઉપલેટામાં રાતથી સવાર સુધીમાં 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ | Multiple…

રાજકોટના ઉપલેટામાં રાતથી સવાર સુધીમાં 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ | Multiple…

7 months ago
પ્રિ-મોન્સૂનની કામગીરી છતાં ગણેશનગર રૂપારેલ કાંસમાં કચરાના ઢગલા | Despite pre monsoon work piles of …

પ્રિ-મોન્સૂનની કામગીરી છતાં ગણેશનગર રૂપારેલ કાંસમાં કચરાના ઢગલા | Despite pre monsoon work piles of …

3 months ago
દેશવ્યાપી SIR મુદ્દે વિવાદ: DMK અને TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ, ભાજપે કર્યો વળતો પ્રહાર | Electi…

દેશવ્યાપી SIR મુદ્દે વિવાદ: DMK અને TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ, ભાજપે કર્યો વળતો પ્રહાર | Electi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News